Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५८५
१०/१९
• कालाऽप्रदेशत्वविचारः । તિમ સૂત્રઈ કાલ દ્રવ્યનઇ અપ્રદેશતા કહી છઇ, जाव अद्धासमए” (भ.सू.२५/४/सू.७३४) इत्येवं कृतः इति पूर्वोक्तः (१०/१२ + १८) प्रबन्धः स्मर्तव्योऽत्र । प्रतिज्ञातसङ्ख्यादृष्ट्या रिक्तस्थानपूरणाभिप्रायतो भगवत्यां कालद्रव्यत्वोक्तिमात्रेण कालतत्त्वं द्रव्यविधया न किञ्चिदपि कार्यं करोति, न वा पर्यायविधया स्वास्तित्वतो भ्रश्यति। न हि गोत्वेन उपचरितः षण्ढः पयसा पात्री प्रपूरयति, न वा षण्ढत्वभ्रष्टो भवतीत्यत्राऽऽकूतम् ।
तथा = तेनैव प्रकारेण “अद्धासमए न पुच्छिज्जइ, पएसाऽभावा” (प्रज्ञा.३/७९/पृ.१४०) इत्येवं स पूर्वोक्ते (१०/१८) प्रज्ञापनासूत्रे आरोपितद्रव्यत्वाऽऽलिङ्गिते काले तात्त्विकम् अप्रदेशत्वमुक्तम् । न हि अनन्तप्रदेशिकादिषु पौद्गलिकस्कन्धेषु इव अद्धासमयेऽवयवलक्षणाः स्वतन्त्रप्रदेशाः सन्ति। अतः अद्धासमये द्रव्यार्थतया प्रदेशार्थतया वाऽल्पबहुत्वं पृच्छाऽनर्हमेव, तत्र द्रव्यार्थता-प्रदेशार्थतयोः ऐक्यात्, औपचारिकत्वाच्च । अयमाशयः - सप्रदेशत्वमप्रदेशत्वं वा द्रव्ये प्रसक्तं न तु पर्याये इति णि प्रज्ञापनासूत्रोक्ता कालगता अप्रदेशता काले यां द्रव्यात्मकतां दर्शयति साऽपि औपचारिकी एवेति का श्रीश्यामाचार्यो जीवाऽजीववर्त्तनापर्यायात्मके काले द्रव्यत्वमुपचर्य एवाऽप्रदेशतामुक्तवानिति फलितम् । (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અદ્ધાસમય = કાળ.” સંખ્યાપૂર્તિ એટલે ખાલી જગ્યા ભરવી. ફક્ત સંખ્યાની દૃષ્ટિએ ખાલી રહેલી જગ્યા ભરવાના આશયથી છઠ્ઠા દ્રવ્ય તરીકે પૂર્વોક્ત (૧૦/૧૨+૧૮) પ્રસ્તુત ભગવતીસૂત્રસંદર્ભમાં કાળને દ્રવ્ય તરીકે ગણાવેલ છે. પરંતુ તેટલા માત્રથી તે કાળતત્ત્વ દ્રવ્ય તરીકેનું કોઈ પણ કામ કરતું નથી કે ઉપચરિત દ્રવ્યભૂત કાલ વાસ્તવમાં પર્યાય તરીકેનું પોતાનું અસ્તિત્વ ગુમાવતો નથી. સાંઢમાં ગાયનો ઉપચાર કરવા માત્રથી સાંઢ કાંઈ દૂધથી વાસણને ભરી દેતો નથી કે સાંઢપણાથી તે ભ્રષ્ટ થતો નથી. તેમ કાળ પર્યાયાત્મક જ રહે છે - આ પ્રમાણે અહીં આશય છે.
એ અપ્રદેશત્વદર્શક સૂચનો આશય છે. (તથા.) જેમ ભગવતીસૂત્રમાં સંખ્યાપૂર્તિ માટે કાળમાં દ્રવ્યત્વનો ઉપચાર કરેલ છે, તેમ આરોપિત- દ્રવ્યત્વવાળા કાળમાં પારમાર્થિક અપ્રદેશ– પન્નવણાસૂત્રમાં દર્શાવેલ છે. તે પૂર્વોક્ત (૧૦/૧૮) સૂત્રસંદર્ભનો અર્થ આ છે – “અદ્ધાસમયમાં અલ્પ-બહત્વની પૃચ્છા કરવામાં નથી આવતી. કારણ કે તેમાં પ્રદેશ જ ની નથી.” જેમ અનંતપ્રદેશિક વગેરે પૌગલિક સ્કંધોમાં અવયવસ્વરૂપ સ્વતંત્ર પ્રદેશો હોય છે તેમ અદ્ધા સમયમાં સ્વતંત્ર પ્રદેશો હોતા નથી. તેથી અદ્ધાસમયમાં દ્રવ્યરૂપે કે પ્રદેશરૂપે અલ્પ-બહત્વના પ્રશ્નને કોઈ અવકાશ નથી. કેમ કે અદ્ધાસમયમાં દ્રવ્યરૂપતા કહો કે પ્રદેશરૂપતા કહો, તે બન્ને એક જ છે તથા ઔપચારિક જ છે. તેથી “અદ્ધાસમયના દ્રવ્યો કરતાં તેના પ્રદેશો કેટલા ગણા વધુ કે ઓછા ?' તે પ્રશ્નને અવકાશ જ કેવી રીતે મળે ? આશય એ છે કે સપ્રદેશપણું કે અપ્રદેશપણું દ્રવ્યમાં પ્રસક્ત છે, પર્યાયમાં નહિ. પન્નવણાસૂત્રમાં કાળમાં દર્શાવેલ અપ્રદેશાત્મકતા કાલની જે દ્રવ્યાત્મકતાને સૂચવે છે તે દ્રવ્યાત્મકતા પણ ઉપચરિત છે, પારમાર્થિક નહિ. જીવાજીવવર્તનાપર્યાયાત્મક કાળમાં દ્રવ્યત્વનો ઉપચાર કરીને જ 1. અઢારમયો પૃયતે, ફ્લેશમાવત્