Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९ वर्तनापरिणतधर्मादिद्रव्याणि = कालद्रव्याणि २ १५८९ परिणतधर्मादिद्रव्याणामेव पृथक्पृथक्कालद्रव्यत्वाऽभ्युपगमे पुद्गलास्तिकायाद् अद्धासमयानां द्रव्यार्थतयाऽनन्तगुणाऽधिकत्वं सिध्येत, धर्माऽधर्म-जीव-पुद्गलास्तिकायेभ्यः तत्तद्वर्तनापरिणामपरिणतधर्मादि- ... द्रव्याणाम् अनन्तगुणाधिकत्वात् ।
तादृशवर्त्तनानां प्रदेशार्थिकनयाभिप्रायेण तत्तद्धर्माऽधर्मादिप्रदेशाऽभिन्नतया तत्तद्वर्तनापर्यायपरिणत- म धर्मादिप्रदेशाणामेव पृथक्पृथक्कालप्रदेशताऽभ्युपगमे तु पुद्गलास्तिकायाद् अद्धासमयानां प्रदेशार्थतया र्श अनन्तगुणाधिकत्वमनाविलम्, धर्माऽधर्म-जीव-पुद्गलास्तिकायप्रदेशेभ्यः तत्तद्वर्तनापर्यायपरिणतधर्मादि-- द्रव्यप्रदेशाणाम् अनन्तगुणाधिकत्वात् । किन्तु तादृशवर्तनानां तथाविधद्रव्यरूपता तथाविधप्रदेशरूपता । वौपचारिकी एव ज्ञेया, परमार्थतः तासां पर्यायरूपत्वात् कालस्य च तत्स्वरूपत्वात् ।
यत्तु जीवाजीवाभिगमसूत्रे '“किमयं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव, अजीवा चेव" का છે, તે તે દરેકની અંદર અનંતાનંત વર્તના પર્યાયો છે. તે પર્યાયો દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ તે-તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોથી અભિન્ન છે. તથા તે તે અનંત વર્તનાપર્યાયથી પરિણત ધર્મ-અધર્માદિ દ્રવ્યો જ અલગ-અલગ કાલદ્રવ્ય છે - આ પ્રમાણે જો સ્વીકાર કરવામાં આવે તો પુદગલાસ્તિકાય કરતાં અદ્ધાસમયો દ્રવ્યાર્થથી અનંતગુણ અધિક સિદ્ધ થઈ શકશે. કારણ કે ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો કરતાં જુદી-જુદી વર્તનાથી પરિણત (=વિશિષ્ટ) તે તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અનંતગુણ અધિક છે. -
વર્તનાપરિણત ધમદિપ્રદેશ = કાલપ્રદેશ (તા) તથા તે જ તમામ વર્તનાઓ પ્રદેશાર્થિકનયના અભિપ્રાયથી તે તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરેના પ્રદેશોથી = અવયવોથી અભિન્ન છે. તથા “અલગ-અલગ વર્તનાપર્યાયરૂપે પરિણત સ ધર્માસ્તિકાયાદિપ્રદેશો એ જ અલગ-અલગ કાલપ્રદેશ છે' - આવું માનવામાં આવે તો “પ્રદેશાર્થથી પુદ્ગલાસ્તિકાય કરતાં અદ્ધાસમયો અનંતગુણ અધિક છે' - આવું નિરાબાધ રીતે સિદ્ધ થઈ જશે. કેમ ? કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય - આ ચારના પ્રદેશો કરતાં તે તે વર્તનાપર્યાયરૂપે પરિણમેલા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના પ્રદેશો અનંતગુણ અધિક છે. દા.ત. ધર્માસ્તિકાયના છે કુલ પ્રદેશ અસંખ્ય છે. જ્યારે અલગ-અલગ વર્તનાપર્યાયથી પરિણત એવા ધર્મદ્રવ્યના પ્રદેશો અનંત છે. અરે ! ફક્ત એક પરમાણુદ્રવ્યમાં પણ અનંત વર્તનાપર્યાયો હોવાથી તે તે વર્તનાપર્યાયરૂપે પરિણત તે જ પરમાણુ ભેદનયથી અનંતસંખ્યાવાળો બની જાય. આથી સમસ્ત પુદ્ગલાસ્તિકાય કરતાં અદ્ધાસમયોમાં પ્રદેશાર્થથી અનંતગુણાધિકતા નિરાબાધપણે સિદ્ધ થાય છે. પરંતુ આ રીતે જુદી-જુદી વર્તનાઓમાં જે તથાવિધ દ્રવ્યરૂપતા કે તથાવિધ પ્રદેશસ્પતા જણાવેલ છે, તે ઔપચારિક જ સમજવી. કેમ કે પરમાર્થથી તો તે વર્તનાઓ પર્યાયસ્વરૂપ જ છે. તથા કાળ પણ પરમાર્થથી તે વર્તનાસ્વરૂપ જ છે.
હોક કાળમાં દ્રવ્યરૂપતાની શંકા : શેકા :- (રૂ.) જો કાળ પરમાર્થથી પર્યાયસ્વરૂપ જ હોય તો જીવાજીવાભિગમસૂત્ર નામના આગમમાં જીવાજીવદ્રવ્યને કાળ તરીકે કેમ જણાવેલ છે ? ત્યાં પ્રશ્નોત્તરી નીચે મુજબ છે.
પ્રશ્ન :- “હે ભગવંત ! આ કાળ કોને કહેવામાં આવે છે ? 1. મિથે મત્ત ! નિ રિ પ્રોચતે ? શૌતમ ! નીવાશ્લેવ મનાવાશ્વેતા