Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१७
☼ असङ्ख्यधर्माणुकल्पनापत्तिः दुर्वारा
એ કલ્પનાઈં તો અભિનિવેશ વિના બીજું કોઈ કારણ નથી. ૫૧૦/૧૭ll न, एवं कल्पनायां किं कारणम् ? अन्यत्राऽभिनिवेशादिति विचारय। अन्यथाऽसङ्ख्यधर्माण्वादिकल्पनापत्तेः दुर्वारत्वमेव प्रसज्येत । न हि 'सर्वजीव-पुद्गलसाधारणगत्यादिहेतुत्वोपस्थितेरेव धर्मास्तिकायादित्रितयकल्पकत्वम्, न तु परमाणुमन्दगतिप्रभृतिहेतुत्वलक्षणगुणोपस्थितेः तथात्वम्; एवं मन्दाणुवर्त्तनाहेतुत्वस्वरूपगुणोपस्थितेरेव कालद्रव्यकल्पकत्वं न तु सर्वजीवाजीवद्रव्यसाधारणवर्त्तनाहेतुतालक्षणगुणोपस्थितेः तथात्वम्' इत्यत्र किञ्चिद् विनिगमकं प्रमाणमस्ति। तथा च ‘परमाणुमन्दगत्यादिहेतुत्वलक्षणगुणोपस्थितेः धर्माणुप्रभृतिकल्पकत्वम्, न तु सर्वजीवा- क ऽजीवगत्यादिहेतुत्वज्ञानस्य धर्मास्तिकायादित्रितयकल्पकत्वम्, एवं सर्वद्रव्यवर्तनाहेतुत्वज्ञानस्य काल - णि છે મંદપુદ્ગલાણુવર્તનાનો આગ્રહ એ દુરાગ્રહ છે : શ્વેતાંબર )
ઉત્તરપલ :- (ન.) સર્વ જીવ-અજીવ દ્રવ્યમાં સાધારણ અનુગત વર્ષના પ્રત્યે કાલદ્રવ્યને હેતુ માનવાના બદલે અત્યંત મંદગતિથી પરિણત પુદ્ગલપરમાણુની વર્ષના (= પ્રદેશાન્તરસંક્રમણ પરિણામ) પ્રત્યે કાલદ્રવ્યને હેતુ માનવાનું શું કારણ છે ? જીવાદિસાધારણ વર્તના પ્રત્યે કાલદ્રવ્યને અપેક્ષાકારણ માનવામાં એક કાલદ્રવ્યની સિદ્ધિ થવાથી લાઘવ છે. છતાં મંદપરમાણુપુદ્ગલની વર્ત્તના પ્રત્યે કાલદ્રવ્યમાં કારણતાની કલ્પના કરવી એ કદાગ્રહ નથી તો શું છે ? અસંખ્ય કાલાણુદ્રવ્યનું ગૌરવ લાવનારી કલ્પના કરવામાં કદાગ્રહ સિવાય બીજું શું કારણ હોઈ શકે ? આ વાતને તમે શાંતિથી વિચારો.
* દિગંબરનો હઠાગ્રહ ધર્માણુદ્રવ્યનો આપાદક
(અન્યથા.) જો ગૌરવાપાદક તેવી કલ્પનાને કદાગ્રહપ્રયુક્ત નહિ માનો તો ગૌરવાપાદક અસંખ્ય ધર્માણુ-અધર્માણુ વગેરે દ્રવ્યોની કલ્પનાની આપત્તિ દુર્વાર જ બનશે. કારણ કે - “સર્વ જીવમાં અને પુદ્ગલમાં અનુગત એવી ગતિ વગેરેની હેતુતાનું જ્ઞાન જ ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યની કલ્પના = Qu અનુતિ કરવામાં કારણ (= વ્યાપ્તિજ્ઞાનાત્મક કારણ) બને છે. પરંતુ પરમાણુની અત્યંત મંદ ગતિ આદિની હેતુતાનું જ્ઞાન અસંખ્ય ધર્માણુ આદિ દ્રવ્યની કલ્પના કરવામાં કારણ બનતું નથી. જ્યારે સ મંદગતિપરિણત પુદ્ગલપરમાણુ દ્રવ્યની વર્તનાની હેતુતાસ્વરૂપ ગુણધર્મનું જ્ઞાન (= વ્યાપ્તિપ્રકારક જ્ઞાન) જ કાલાણુદ્રવ્યની કલ્પના કરવામાં નિમિત્ત બને છે. સર્વ જીવ-અજીવ દ્રવ્યોમાં અનુગત એવી વર્તના સ્વરૂપ કાર્ય પ્રત્યેની હેતુતા = અપેક્ષાકારણતા સ્વરૂપ ગુણધર્મનું જ્ઞાન (= વ્યાપ્તિજ્ઞાન) કાલદ્રવ્યની કલ્પના (= અનુમિતિ) કરવામાં કારણ બનતું નથી” - આવી કલ્પના કરવામાં કોઈ વિનિગમક = એકતર૫ક્ષનિર્ણાયક પ્રમાણભૂત = આધારભૂત તર્ક મળતો નથી.
(તથા.) વિનિગમક પ્રમાણ ન હોવાના કારણે એવી કલ્પના પણ કરી શકાય છે કે “પરમાણુની મંદગતિ આદિની હેતુતાનું જ્ઞાન (= વ્યાપ્તિજ્ઞાન) ધર્માણુ-અધર્માણ વગેરે દ્રવ્યોની કલ્પના (= અનુમિતિ) કરવામાં કારણ બને છે. સર્વ જીવની અને પુદ્ગલની સાધારણ એવી ગતિ-સ્થિતિ આદિની હેતુતાનું જ્ઞાન ધર્મ-અધર્મ આદિ ત્રણ સ્કંધ દ્રવ્યની કલ્પના કરવાનું નિમિત્ત નથી. તથા સર્વ જીવ-અજીવ આદિ દ્રવ્યોમાં અનુગત એવી વર્ષના સ્વરૂપ કાર્ય પ્રત્યેની હેતુતાનું જ્ઞાન (= વ્યાપ્તિપ્રકા૨ક જ્ઞાન) કાલદ્રવ્યની
=
१५७३
શું
Y
रा
可
र्श