Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५७४ ० मन्दाणुगतेः समयज्ञानोपायता
१०/१७ प द्रव्यकल्पकत्वम्, न तु मन्दाणुवर्त्तनाहेतुत्वज्ञानस्य कालाणुकल्पकत्वमि'त्यस्यापि सुवचत्वात् । तथा ग चाऽसङ्ख्यधर्माणुप्रभृतीनां लोकव्यापकैककालद्रव्यस्य वा कल्पनापत्तेः । ततश्चाऽसङ्ख्यकालाणुद्रव्या- त्मकनैश्चयिककालतत्त्वकल्पना नार्हतीत्याशयः । ___इदञ्चात्रावधेयम् - दिगम्बरैः मन्दाणुगतिक्रियोपलक्षितव्यावहारिककालात्मकपर्यायसमयोपादानकारणविधया असङ्ख्येयानि नैश्चयिककालाणुद्रव्याणि कल्प्यन्ते । श्वेताम्बरैस्तु निरुक्तपरमाणुमन्द
गतिक्रियायाः परमनिरुद्धनैश्चयिकसमयस्वरूपपरिज्ञानोपायत्वमुररीक्रियते । न हि दिगम्बरैरिव श्वेताम्बरैः णि मन्दतमगतिपरिणतपुद्गलाणुवर्त्तनाहेतुत्वज्ञानं कालाणुद्रव्यानुमितौ व्याप्तिप्रकारकज्ञानविधया कारणका मित्यङ्गीक्रियते इति पूर्वोक्तम् (१०/१४) अत्र स्मर्तव्यम् ।
અનુમિતિનું = સિદ્ધિનું કારણ છે. મંદતમગતિપરિણત યુગલપરમાણુ દ્રવ્યની વર્તના પ્રત્યેની હેતુતાનું જ્ઞાન કાલદ્રવ્યની કલ્પનાનું કારણ નથી.” આવી કલ્પના કરવામાં આવે તો અસંખ્ય ધર્માણ દ્રવ્ય, અસંખ્ય અધર્માણ દ્રવ્ય વગેરેની સિદ્ધિ થવાની પૂર્વે કહેલી આપત્તિ દુર્વાર બનશે. અથવા અસંખ્ય કાલાણુદ્રવ્યના બદલે લોકવ્યાપી એક કાલદ્રવ્યની સિદ્ધિ થવાની આપત્તિ દિગંબરોના મતમાં આવી પડશે. તેથી દિગંબરોની અસંખ્ય કાલાણુદ્રવ્યસ્વરૂપ નૈૠયિક કાલતત્ત્વની કલ્પના વ્યાજબી જણાતી નથી.
શંકતત્ત્વાર્થભાષ્યમાં મંદતમગતિપરિણત પરમાણુ પુદ્ગલ દ્રવ્યની વર્તનાની વાત પણ કાલતત્ત્વના નિરૂપણ વખતે કરેલી જ છે ને? તેથી દિગંબરકૃત તેવી કલ્પનાને કેમ અસંગત કહી શકાય? મારી વાડીમાં ઉગે તે ગુલાબ, બીજાની વાડીમાં ઉગે તે ધતૂરો – આવી નાદિરશાહી ઉચિત તો ન જ કહેવાય ને?
૪ દિગંબર-શ્વેતાંબર સંપ્રદાયનો તફાવત જ છે સમાધાન :- (ગ્યા.) ના, તમારી આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે દિગંબરમતમાં વ અને શ્વેતાંબરમતમાં ઘણો તફાવત છે. દિગંબરો એવી કલ્પના કરે છે કે પુદ્ગલ પરમાણુ દ્રવ્યની અત્યંત
મંદ ગતિ ક્રિયાથી ઉપલક્ષિત વ્યાવહારિક કાલસ્વરૂપ પર્યાયસમયનું ઉપાદાનકારણ નૈઋયિક અસંખ્ય કાલાણુ એ દ્રવ્યો છે. શ્વેતાંબરો આવી કલ્પના કરતા નથી. શ્વેતાંબર જૈનો તો પુદ્ગલપરમાણુની અત્યન્ત મંદ ગતિ ક્રિયાને પરમસૂક્ષ્મ નૈઋયિક સમયના સ્વરૂપની જાણકારીના ઉપાય તરીકે સ્વીકારે છે. દિગંબરોની જેમ શ્વેતાંબરો મંદગતિ ક્રિયાપરિણત પુદ્ગલાણુની વર્તનાની હેતુતાના જ્ઞાનને કાલાણુદ્રવ્યની અનુમિતિ = સિદ્ધિ કરવામાં વ્યાપ્તિ જ્ઞાનરૂપે કારણ માનતા નથી. શ્વેતાંબરોની અને દિગંબરોની માન્યતામાં આટલો તફાવત છે.
આ પ્રમાણે પૂર્વે સંક્ષેપથી આ જ શાખાના ૧૪ મા શ્લોકના વિવેચનમાં જે જણાવેલ છે તેને અહીં વાચકવર્ગે યાદ કરવું.
શંકા :- પૂર્વે આ જ શાખાના ૧૪મા શ્લોકમાં તત્ત્વાર્થવૃત્તિનો જે સંદર્ભ તમે દર્શાવેલ છે તેની સાથે તમારી પ્રસ્તુત વાતનો સંવાદ મળે છે. તેથી તમારી આ વાત બરાબર છે. પરંતુ પૂર્વે આ જ શાખાના ૧૫મા શ્લોકમાં યોગશાસ્ત્રવૃત્તિ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના શ્લોકનો જે સંદર્ભ આપ્યો છે તેની સાથે તો તમારી પ્રસ્તુત વાતનો વિરોધ જ આવશે ને ?! કારણ કે ત્યાં તો સ્પષ્ટપણે લોકાકાશના