Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१८ • स्वतन्त्रकालद्रव्यनिरास: 0
१५८१ स्वसमयनिरूपणावसरे श्रीशीलाङ्काचार्येण आचाराङ्गवृत्तौ “अचित्तद्रव्यं द्विधा - अरूपि रूपि च। प અરૂપિદ્રવ્ય ત્રિધા - ઘÍડઘíડડાએમિત્રમ્” (.શુ..9/1ર/૩./q.૬૩/ન..9૭૨/.9૮૧) રૂતિ यदुक्तं ततः तन्मतेऽपि कालः परमार्थतः पर्यायात्मक एव सिध्यति ।
“अजीवाः तु अरूपिणः धर्माऽधर्माऽऽकाशास्तिकायाः” (आ.नि.१०५७ गाथायाः भाष्यस्य १९५ गाथायाः हा.वृ.) इत्येवम् आवश्यकनियुक्तिलघुभाष्यहारिभद्रीवृत्तिवचनम्, “अजीवाः धर्मादयः चत्वारोऽस्तिकायाः" (अ.व्य.पृ.१) इति अनेकान्तव्यवस्थावचनं च कालस्य स्वतन्त्रद्रव्यत्वं प्रतिक्षिपतीत्यवधेयम्।
परमार्थतः कालस्य वर्तनादिपर्यायरूपत्वादेव अन्तरङ्गत्वम् आम्नातम्, न तु क्षेत्रवद् बहिरङ्गत्वम् । अत एव आवश्यकनियुक्तिवृत्तौ श्रीहरिभद्रसूरिभिः “कालस्य च द्रव्यपर्यायत्वात्, अन्तरङ्गत्वाद्” (ા.નિ.૬૧૨ .9.999) રૂત્યુમ્ |
શીલાંકાચાર્યમતે કાળ સવતંત્રદ્રવ્ય નથી ૪ (a.) જૈનદર્શનના સિદ્ધાંતને જણાવવાના અવસરે શ્રીશીલાંકાચાર્યજીએ આચારાંગવ્યાખ્યામાં ૧૭૯ મી નિર્યુક્તિગાથાનું વિવરણ કરતી વખતે જણાવેલ છે કે “અચિત્ત = અજીવ દ્રવ્ય બે પ્રકારે છે - (૧) અરૂપી અને (૨) રૂપી. તથા અરૂપી દ્રવ્ય ત્રણ પ્રકારે છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય અને (૩) આકાશ. આ ત્રણ ભેદે અરૂપી દ્રવ્ય છે. આનો અર્થ એ થયો કે તેમના મતે પણ કાળ પરમાર્થથી દ્રવ્યાત્મક નહિ પણ પર્યાયાત્મક જ છે. જો કાળ તેમને પારમાર્થિક દ્રવ્ય તરીકે માન્ય હોત તો તેમણે અરૂપી દ્રવ્ય ત્રણના બદલે ચાર બતાવ્યા હોત. માટે આગમિક વ્યાખ્યાકારોના મતે પણ કાળ પરમાર્થથી પર્યાયાત્મક જ સિદ્ધ થાય છે.
હી અરૂપી અજીવદ્રવ્ય તરીકે કાળ અસંમત , (“મની) આવશ્યકનિર્યુક્તિમાં ચતુર્વિશતિસ્તવના વિવરણ અવસરે લઘુભાષ્યની વ્યાખ્યામાં ન શ્રીહરિભદ્રસૂરિજીએ “અજીવ અરૂપી દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય છે' - આવું જે જણાવેલ છે તે પણ કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવાનો નિષેધ કરે છે. જો સ્વતંત્ર દ્રવ્ય તરીકે તેઓશ્રીને માન્ય હોત તો ચોથા અરૂપી અજીવ દ્રવ્યસ્વરૂપે કાળનો ઉલ્લેખ તેમણે ત્યાં અવશ્ય કર્યો હોત.પરંતુ તેઓશ્રીએ તેવો નિર્દેશ કર્યો નથી. તેથી કાળ પરમાર્થથી પર્યાય તરીકે જ સિદ્ધ થાય છે. આ વાતને પણ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. તથા મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ અનેકાન્તવ્યવસ્થા ગ્રંથના પ્રારંભમાં જ ધર્માસ્તિકાય વગેરે ચાર અસ્તિકાયને જ અજીવ તરીકે જણાવેલ છે. જો તેમની દૃષ્ટિમાં કાળ સ્વતંત્ર દ્રવ્ય હોત તો તેમણે ચાર અસ્તિકાય અને કાળ - એમ પાંચ અજીવ દ્રવ્યનો ઉલ્લેખ કર્યો હોત. પરંતુ તેઓશ્રીએ તે મુજબ ઉલ્લેખ કરેલ નથી. તેથી પણ કાળ પરમાર્થથી પર્યાય તરીકે જ સિદ્ધ થાય છે.
કાળ અંતરંગ તત્વ છે (પરમા.) પરમાર્થથી કાળ દ્રવ્યાત્મક નહિ પણ વર્તનાદિ પર્યાયસ્વરૂપ જ છે. તેથી જ કાળ અંતરંગ તત્ત્વ તરીકે માન્ય છે. ક્ષેત્રની જેમ કાળ જીવાદિ દ્રવ્યથી બહિરંગ નથી. આ જ કારણસર શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે કે “કાળ દ્રવ્યનો પર્યાય છે. તેથી તે દ્રવ્યનું અંતરંગસ્વરૂપ છે.”