Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१३ • विशेषणसमासतः कालानन्त्यसाधनम् ॥
१५१७ चेति कल्पना। ततः परपरिकल्पितस्य कालस्य युक्त्याऽनुपपद्यमानत्वाद्वर्तनालक्षण एव कालः प्रतिपत्तव्यः, " तत्राऽक्लेशेन पूर्वादित्वसम्भवात् । तथाहि - यस्यातीता वर्तना स पूर्व उच्यते, यस्य च भाविनी सोऽपरः, यस्य च तत्काले सती स वर्तमानः ।
तस्य च वर्तनालक्षणस्य कालस्य प्रतिद्रव्यं भिन्नत्वादानन्त्यम्, ततः स एव कालो धर्म इति विशेषणसमासः। म पर्यायस्य च द्रव्यात्कथञ्चिदभिन्नत्वात् । जीवादिवस्त्वपि तत्पर्यायविशिष्टं कदाचित्कालशब्देनोच्यते। तथा " વાગડમ “મિયં મંતે ! વાતોત્તિ પવૃધ્વરૂ ?, Tોય ! નીવા વેવ નીવા વેત્તિ ” (નીવાનીfમામ) ___अन्ये त्वाचार्याः सङ्गिरन्ते - अस्ति धर्मास्तिकायादिद्रव्यपञ्चकव्यतिरिक्तमतृतीयद्वीपसमुद्रान्तर्वति षष्ठं कु આદિ એકાન્તવાદી પરદર્શનીઓએ કલ્પેલ અતિરિક્ત એક કાળ દ્રવ્યની સિદ્ધિ યુક્તિથી અસંગત હોવાના લીધે વર્તનાસ્વરૂપ જ કાળતત્ત્વને માનવું જોઈએ. વર્તનસ્વરૂપ કાળ તત્ત્વમાં કોઈ પણ જાતની મુશ્કેલી વિના પરત્વ - અપરત્વનો વ્યવહાર સંભવી શકે છે. તે આ રીતે - જે પદાર્થમાં અતીત વર્તના હશે તે પદાર્થ પૂર્વ = પર કહેવાશે. તથા જે પદાર્થમાં અનામત વર્તના હોય તે પદાર્થ ઉત્તર = પશ્ચાત્ = અપર કહેવાશે. તેમજ જે પદાર્થમાં તે અવસરે વર્તના વિદ્યમાન હોય તે પદાર્થ વર્તમાન કહેવાશે. અથવા જેમાં વધુ વર્તનાપર્યાયો ઉત્પન્ન થયા હશે તે પર = પૂર્વ કહેવાશે. તથા જેમાં ઓછા વર્તનાપર્યાયો ઉત્પન્ન થતા હશે તે અપર = પશ્ચાત્ = ઉત્તરવર્તી કહેવાશે. આમ વર્તના સ્વરૂપ કાળ તત્ત્વનો સ્વીકાર કરવાથી સર્વ પદાર્થમાં પરતાદિનો વ્યવહાર સરળતાથી સંગત થઈ જશે.
ના જીવાદિ દ્રવ્યના પર્યાય એ જ કાળા જ (તસ્ય ઘ.) તે વર્તના સ્વરૂપ કાળતત્ત્વ દરેક દ્રવ્યમાં અલગ-અલગ હોવાથી તથા કુલ દ્રવ્ય અનંત છે હોવાથી કાળ સંખ્યાત કે અસંખ્યાત નહિ પરંતુ અનન્ત છે. તેથી તે કાળ જ ધર્મ = ગુણધર્મ = પર્યાય છે. આ પ્રમાણે વિશેષણસમાસ = કર્મધારય સમાસ અહીં અભિપ્રેત છે. તે પ્રમાણે લક્ષ્યમાં Cી, રાખીને ધર્મસંગ્રહણિ ગાથાના ઉત્તરાર્ધના પ્રારંભમાં “ો વેવ તતો ઘમ્મો' આવો વિગ્રહ (= વિભક્ત સમાસ) દર્શાવેલ છે. તથા પર્યાય તો દ્રવ્યથી કથંચિત અભિન્ન છે. તેથી જીવાદિ વસ્તુ પણ વર્તનાપર્યાયવિશિષ્ટ છે હોવાની અપેક્ષાએ ક્યારેક “કાળ' શબ્દથી દર્શાવાય છે. અર્થાત્ જીવાદિ વસ્તુને પણ કાળ કહેવાય છે. તેથી તો જીવાજીવાભિગમ આગમમાં પણ પ્રશ્નોત્તરરૂપે જણાવેલ છે કે “હે ભગવંત ! આ “કાળ' શું કહેવાય છે ?” “હે ગૌતમ ! જીવો જ કાળ કહેવાય અને અજીવો જ કાળ કહેવાય છે.”
સ્પતા :- આનાથી ફલિત થાય છે કે કાળ જીવાદિ દ્રવ્યો કરતાં ભિન્ન દ્રવ્ય નથી. જીવાદિ દ્રવ્યો એ જ કાળ છે. વાસ્તવમાં કાળ એ તો જીવાદિ દ્રવ્યોનો વર્તનાપર્યાય છે. પણ પર્યાય-પર્યાયીમાં કથંચિત અભેદ હોવાથી જીવાદિ દ્રવ્યોનો કાળ તરીકે વ્યવહાર આગમમાં જોવા મળે છે. આ પ્રમાણે અનતિરિક્તકાળવાદી = પર્યાયકાળવાદી જૈનાચાર્યોનું મંતવ્ય ધર્મસંગ્રહણિવ્યાખ્યામાં દર્શાવેલ છે. હવે અતિરિક્તકાળવાદી = સ્વતંત્રકાળદ્રવ્યવાદી જૈનાચાર્યોનો મત શ્રીમલયગિરિસૂરિજી જણાવે છે.
• અતિરિક્તકાળદ્રવ્યવાદીનો અભિપ્રાય છે (કચે.) અન્ય જૈનાચાર્યો કાળને અતિરિક્ત દ્રવ્ય તરીકે માને છે. તેઓ એવું જણાવે છે કે – 1. વિમર્ચ મત્ત ! નિ રિ પ્રોચતે ? નૌતમ ! નીવારૈવISળીવાક્યૂતિા