Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१६ • कालाणव: मिथोऽननुविद्धाः
१५६३ एतेन यथाऽनन्तानां परमाणूनां समुदायः स्कन्धो भण्यते । स च अस्तिकायद्रव्यं तदवयवाश्च । प्रदेशाः। तथेहाऽपि असङ्ख्येयानां कालाणूनां समुदायः स्कन्ध उच्यताम्, सकलः कालोऽस्तिकायद्रव्यं तदवयवाश्च समयाः प्रदेशा इति निरस्तम्,
दृष्टान्त-दार्टान्तिकवैषम्यात् । तथाहि - परमाणूनां समुदायः तदा स्कन्धो भवति यदा ते म परस्परसापेक्षतया अनुविद्धत्वेन परिणमन्ति, परस्परनिरपेक्षाणां त्वननुविद्धानां तेषां केवलपरमाणूनामिव स्कन्धत्वाऽयोगात् । कालाणवस्तु सदैव परस्परनिरपेक्षा एव । न हि ते मिथोऽनुवेधेन परिणमन्ति। ततो न स्कन्धत्वपरिणामः। अत एव अस्तिकायत्वलक्षणा तिर्यक्प्रचयात्मकता न तत्रोररीक्रियते । दिगम्बरैः।
प्रकृते “कोऽनस्तिकायः ? कालः, तस्य प्रदेशप्रचयाऽभावाद्” (धव.९/४/१,४५/१६८/४) इति पूर्व-का निर्दिष्टं (१०/३) धवलावचनमप्यनुसन्धेयम् । કાલાણુદ્રવ્ય કે અદ્ધાસમય નિપ્રદેશ કહેવાય છે.
કાલને સ્કંધ માનવાનો આક્ષેપ છે શંકા :- (ર્તન) જે રીતે અનન્તા પરમાણુઓનો સમૂહ સ્કંધ કહેવાય છે. તેમ જ તે સ્કંધ અસ્તિકાય દ્રવ્ય કહેવાય છે અને તેના અવયવો પ્રદેશ કહેવાય છે. તે જ રીતે કાલાણુદ્રવ્યને વિશે પણ એમ કહો કે “અસંખ્યાતા કાલાણુઓનો સમૂહ એ સ્કંધ છે. સંપૂર્ણ કાળ એ અસ્તિકાય દ્રવ્ય છે. તથા અંધાત્મક કાલદ્રવ્યના નિરંશ અવયવો એ પ્રદેશ છે.” આવું કહેવામાં શું વાંધો છે? કારણ કે યુક્તિ તો દષ્ટાંતભૂત પરમાણુસમૂહમાં અને દાર્રાન્તિક એવા કાલાણુસમુદાયમાં સમાન જ છે.
કાલાણમાં સ્કંધપરિણામ નથી જ સમાધાન :- (દૃષ્ટાન્ન) તમારી શંકાનું નિરાકરણ તો અમે પૂર્વે કાલમાં અપ્રદેશત્વની અને છે નિષ્પદેશત્વની સિદ્ધિ કરવા માટે જે જણાવેલ છે તેના દ્વારા થઈ જાય છે. વળી, તમે દષ્ટાંતમાં અને વ દાર્રાન્તિકમાં જે સમાનતાને દર્શાવવાનો પ્રયાસ કરેલ છે તે પણ વ્યાજબી નથી. કારણ કે હકીકત એ છે કે પરમાણુસમૂહસ્વરૂપ દષ્ટાંત અને કાલાણુસમૂહાત્મક દાન્તિક - આ બન્ને વચ્ચે વિષમતા . રહેલી છે. તે આ રીતે - પરમાણુઓનો સમુદાય ત્યારે જ સ્કંધસ્વરૂપ બને છે કે જ્યારે તે પરમાણુઓ એકબીજાને સાપેક્ષ રહીને પરસ્પર અનુવિદ્ધ થઈને પરિણમે છે. ઢગલાબંધ પરમાણુઓ પરસ્પર નિરપેક્ષ હોય, પરસ્પર જોડાયેલા ન હોય તો છૂટા-છવાયા પરમાણુઓની જેમ સમૂહાત્મક તે પરમાણુઓ પણ સ્કંધસ્વરૂપ બની શકતા નથી. પરસ્પર અનુવિદ્ધ બને તો જ તે પરમાણુસમૂહ સ્કંધરૂપે પરિણમી શકે. જ્યારે કાલાણુઓ તો કાયમ પરસ્પર નિરપેક્ષ જ હોય છે. પરસ્પર અનુવિદ્ધસ્વરૂપે તેઓ પરિણમતા નથી. તેથી કાલાણુદ્રવ્યમાં સ્કંધપરિણામ ઉત્પન્ન થતો નથી. આ જ કારણસર અસ્તિકાયત્વસ્વરૂપ તિર્યક્રમચયાત્મકતાને કાલાણુદ્રવ્યમાં દિગંબરો સ્વીકારતા નથી.
જ કાલ અનતિકાય : ધવલા જ (.) અહીં પૂર્વે (૧૦/૩) જણાવેલ ધવલા ગ્રંથના સંવાદનું અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “કોણ અનસ્તિકાય છે ? - કાળ. કેમ કે તેમાં પ્રદેશપ્રચય નથી.”