Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१६
E
० कालाणवः तिर्यक्प्रचयाऽयोग्या: ।
१५६५ परमाणुपुद्गलद्रव्यस्येव कालाणुद्रव्यस्य व्यणुकत्व-त्र्यणुकत्वादिना जातुचिदपि अपरिणमनात्, स्निग्ध-रूक्षत्वशक्तिविरहात् ।
एतेन परमाणोः पुद्गलास्तिकायत्वोपचारवत् कालाणोरस्तूपचारादस्तिकायत्वमिति प्रत्याख्यातम्, र
तिर्यक्प्रचययोग्यताविरहेण कालाणुद्रव्यस्य औपचारिकास्तिकायत्वस्याऽप्ययोगात् । ततो न कालाणोः म धर्माधर्माकाशादिद्रव्याणामिव परमार्थतोऽस्तिकायत्वं पुद्गलपरमाणोरिव वा उपचारतोऽस्तिकायत्व-र्श मिति सिद्धम् । इदमेवाऽभिप्रेत्य गोम्मटसारे जीवकाण्डे नेमिचन्द्राचार्येण “दव्वं छक्कमकालं पंचत्थीकाय- 1 સforટું દોઢિા વાસ્તે પસાયો ના અસ્થિ ત્તિ દ્દિદ્દા” (Tો.સા.ની.વ.૬૨૦) રૂત્યુમ્ | तदुक्तं तत्त्वार्थराजवार्तिके अकलङ्काचार्येण “यावन्तो लोकाकाशे प्रदेशास्तावन्तः कालाणवः परस्परं ॥
છે કાલાણુમાં તિર્યકપ્રચયની યોગ્યતા નથી છે સમાધાન :- (૨) તમારી દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે સ્નિગ્ધ-રૂક્ષત્વશક્તિના યોગથી સ્વતંત્ર પુદ્ગલ પરમાણુ દ્રવ્યો તો ક્યારેક ને ક્યારેક ક્યણુક, ચણુક વગેરે સ્વરૂપે પરિણમવાના જ છે. તેથી સ્વતંત્ર પુદ્ગલ પરમાણુઓમાં તિર્યપ્રચયની યોગ્યતા માની શકાય છે. પરંતુ છૂટા-છવાયા પુદ્ગલાણુઓની જેમ કાલાણુઓ ક્યારેય પણ દ્વયશુક-ચણકાદિ સ્વરૂપે પરિણમવાના જ નથી. કેમ કે કાલાસુદ્રવ્યોમાં સ્નિગ્ધત્વશક્તિ કે રૂક્ષત્વશક્તિ જ નથી રહેલી. તેથી કાલાણુ દ્રવ્યોમાં તિર્યકપ્રચયની યોગ્યતા પણ માની શકાય તેમ નથી.
તર્ક :- (ર્તની સ્વતંત્ર પુદ્ગલ પરમાણમાં જેમ પુદ્ગલાસ્તિકાયત્વનો ઉપચાર કરવામાં આવે છે તેમ કાલાણુ દ્રવ્યોમાં ઉપચારથી જ અસ્તિકાયત્વને તમે માનો ને !
કાલાણુ ઉપચારથી પણ અસ્તિકાય નથી તથ્ય :- (તિર્થ) તમારા તર્કનું નિરાકરણ તો અમારા ઉપરોક્ત કથનથી થઈ જ જાય છે. તેવા કાલાણુદ્રવ્યોમાં તિર્લફપ્રચયની યોગ્યતા જ નથી. તેથી કાલાણમાં ઔપચારિક પણ અસ્તિકાયત્વ માની ન શકાય. તદન અયોગ્ય વસ્તુમાં ઉપચાર પણ કઈ રીતે પ્રવર્તી શકે ? વાંદાથી અને વાંદરાથી ડરનાર 4. માણસમાં સિંહ તરીકેનો ઉપચાર કઈ રીતે થઈ શકે? તેથી ફલિત થાય છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ વગેરે દ્રવ્યોમાં જેમ પારમાર્થિક અસ્તિકાયત્વ રહે છે તેવું પારમાર્થિક અસ્તિકાયત કાલાણુ દ્રવ્યોમાં નથી રહેતું. તથા સ્વતંત્ર પુદ્ગલ પરમાણુમાં જેમ ઉપચારથી અસ્તિકાયત્વ રહે છે તેવું ઔપચારિક અસ્તિકાયત પણ કાલાણુદ્રવ્યોમાં નથી રહેતું. આ જ અભિપ્રાયથી દિગંબરાચાર્ય નેમિચન્દ્રજીએ ગોમ્મદસાર ગ્રંથના જીવકાંડમાં જણાવેલ છે કે “દ્રવ્ય છ છે. કાળ સિવાય પાંચ દ્રવ્યની સંજ્ઞા “અસ્તિકાય છે. કારણ કે કાળદ્રવ્યમાં પ્રદેશપ્રચય નથી - તેમ જણાવેલ છે.”
- કાલાણુમાં મુખ્ય-ગીણ પ્રદેશાત્મકતા નથી ને (ત.) તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં અકલંકસ્વામીએ જ કાલાણુ દ્રવ્યો અંગે નીચે મુજબ વાત કરેલ છે. “લોકાકાશમાં જેટલા પ્રદેશો છે તેટલા કાલાણુ દ્રવ્યો છે. તે કાલાણુ દ્રવ્યો પરસ્પર બંધાયેલા નથી, 1. द्रव्यं षट्कमकालं पञ्चाऽस्तिकायसंज्ञितं भवति। काले प्रदेशप्रचयो यस्माद् नास्तीति निर्दिष्टम् ।।