Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५१६ ० पूर्वापरकालीनवस्तुव्यवहारविमर्शः 0
१०/१३ प अथ मा भूत्प्रत्यक्षेणोपलम्भः, अनुमानतो भविष्यति। तथाहि – दृश्यते पूर्वाऽपरव्यवहारः। स च न वस्तुस्वरूपमात्रनिमित्तो, वर्तमानेऽपि तत्प्रसङ्गात् । ततोऽसौ यन्निमित्तः, स कालः। तस्य च कालस्य
पूर्वत्वमपरत्वं च स्वयमेव प्रतिपत्तव्यम्, अन्यथाऽनवस्थाऽनुषङ्गात्, ततः पूर्वकालयोगी पूर्वोऽपरकालयोगी म चापरः। उक्तं च – “पूर्वकालादियोगी यः, स पूर्वादिव्यपदेशभाक् । पूर्वाऽपरत्वं तस्याऽपि स्वरूपादेव નાગન્યતઃ II” () तदयुक्तम् एकान्तैकत्वाऽभ्युपगमे पूर्वादित्वाऽसम्भवात् । तथाहि – यद्यैकान्तेनैकत्वम्, कथं तस्य पूर्वत्वमपरत्वं
જ અતિરિક્ત કાળ દ્રવ્યને સિદ્ધ કરવાનો પ્રયાસ છે પૂર્વપક્ષ :- (અથ) પ્રત્યક્ષ પ્રમાણથી ભલે કાળ તત્ત્વનું ભાન ન થાય. પરંતુ અનુમાન પ્રમાણથી કાળદ્રવ્યની સિદ્ધિ થઈ શકશે. તે આ રીતે – “ઘટ પૂર્વે ઉત્પન્ન થયો. પટ પછી ઉત્પન્ન થયો’ - આ પ્રમાણે ઘટ-પટાદિ પદાર્થમાં પૂર્વાપરવ્યવહાર જોવા મળે છે. તે વ્યવહાર માત્ર ઘટ-પટાદિ વસ્તુના સ્વરૂપના નિમિત્તે ન થઈ શકે. પરંતુ ઘટાદિ પદાર્થથી અતિરિક્ત પદાર્થના નિમિત્તે થવો જોઈએ. જો કેવલ વસ્તુના સ્વરૂપના નિમિત્તે જ પૂર્વાપરવ્યવહાર થતો હોય તો વર્તમાન વસ્તુનું પણ સ્વરૂપ હાજર હોવાથી તેમાં પણ પરત્વનો = અતીતત્વનો (પૂર્વવર્તિત્વનો) અને અપરત્વનો = અનાગતત્વનો (ઉત્તરવર્તિત્વનો) વ્યવહાર થવાની આપત્તિ આવશે. તેથી તેવું માની ન શકાય. તેથી પૂર્વાપરવ્યવહારવિષયીભૂત ઘટ -પટાદિ વસ્તુથી અતિરિક્ત પદાર્થના નિમિત્તે તે વ્યવહાર થવો જોઈએ. જે તેનું નિમિત્ત છે તે જ કાળ એ દ્રવ્ય. તથા કાળમાં પણ પરત્વનો અને અપરત્વનો વ્યવહાર થાય છે. તે માટે અન્ય કાળની કલ્પના
કરવાની જરૂર નથી. કારણ કે તેવું કરવામાં નવા-નવા કાળની કલ્પના કરવા સ્વરૂપ અનવસ્થા દોષ 4 આવશે. તેથી કાળ સ્વયં જ પોતાનામાં પરત્વની અને અપરત્વની બુદ્ધિ કરાવશે. તેથી પૂર્વકાળનો
સંયોગાદિ સંબંધ જે ઘટ-પટાદિ પદાર્થમાં હશે તે પૂર્વ = પર કહેવાશે. તથા જેમાં ઉત્તરકાળદ્રવ્યનો સંયોગાદિ સંબંધ હશે તે પશ્ચાત્ = અપર કહેવાશે. આમ ઘટ-પટાદિ પદાર્થમાં થતા પરત્વ-અપરત્વના વ્યવહાર દ્વારા એક અનુગત સ્વતંત્ર કાળદ્રવ્યની સિદ્ધિ થાય છે. અન્યત્ર પણ જણાવેલ છે કે “પૂર્વકાલ વગેરેનો સંયોગ આદિ સંબંધ હોય તેમાં પૂર્વ = “પર' વગેરેનો વ્યવહાર થશે. તથા કાળમાં પણ પરત્વનો અને અપરત્વનો જે વ્યવહાર થાય છે, તે પોતાના સ્વરૂપથી જ થશે. અર્થાત્ કાળમાં સ્વાત્મક કાળ દ્વારા જ પરત્વ-અપરત્વનો વ્યવહાર થશે. સ્વભિન્ન કાળના માધ્યમથી નહિ.”
જ અતિરિક્ત કાળદ્રવ્યનું નિરાકરણ ઉત્તરપલ :- (તયુ) અતિરિક્ત કાળ દ્રવ્યની સિદ્ધિ કરવાનો તમારો આ પ્રયાસ યુક્તિસંગત નથી. આનું કારણ એ છે કે “કાળ દ્રવ્ય સર્વથા એક જ છે' - આ પ્રમાણે જો માનવામાં આવે તો કાળમાં પરત્વ-અપરત્વનો અસંભવ જ થઈ જશે. તે આ રીતે - કાળ દ્રવ્ય એકાન્ત = સર્વથા = સર્વ પ્રકારે જો એક = અભિન્ન જ હોય તો કાં તેમાં સ્વતઃ પરત્વ હશે કાં સ્વતઃ અપરત્વ હશે. પરત્વ હોય તો અપરત્વ ન હોય. તથા અપરત્વ હોય તો પરત્વ ન હોય. કેમ કે તે બન્ને પરસ્પર વિરોધી ગુણધર્મ છે. તેથી એક કાળ દ્રવ્યમાં ઉભયની કલ્પના થઈ શકતી નથી. પરંતુ કાળમાં પરત્વનો અને અપરત્વનો વ્યવહાર થાય જ છે.તેથી કાળ દ્રવ્યને સર્વથા એક માની ન શકાય. આમ તૈયાયિક