Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
अनपेक्षितद्रव्यार्थिकनयतो लोकसिद्धं कालद्रव्यम्
१०/१३
તત્ત્વાર્થસૂત્રઈ પણિ એ ૨ મત કહિયાં છઇં. ાનચૈત્યે” (ત.મૂ.૯/૩૮) કૃતિ વચનાત્. બીજું ગુ મત (તાસ=) તે તત્ત્વાર્થનઈ (વખાણિ=) વ્યાખ્યાનઈં *અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયન મતઈ કહિયાં છઈ. निरपेक्षः हि = वर्तनपर्यायापेक्षाकारणताऽनपेक्षित एव द्रव्यार्थिकनयः = द्रव्यास्तिकनयः तं लोकसिद्धं कालं द्रव्यं पञ्चास्तिकायातिरिक्तद्रव्यं वदेत्, यतः तत्त्वार्थसूत्रभाष्यवृत्ती सिद्धसेनगणिभिः स्वतन्त्रकालद्रव्यवादिमतम् अनर्पितद्रव्यार्थिकनयमतानुसारेणोपदर्शितम् ।
=
help
१५२०
=
तदुक्तं “कालश्चेत्येके” (त.सू. ५ / ३८) इति तत्त्वार्थसूत्रभाष्यवृत्ती सिद्धसेनगणिभिः “ मानुषलोक एव कालः । स च परिणामी, न पुनरेक एव विच्छिन्नमुक्तावलीमणिवदविद्यमानपूर्वाऽपरकोटिर्वर्तमानः समयोऽभ्युपेयते, निरन्वयसमयोत्पाद-विनाशप्रसक्तेः । एकनयाऽवलम्बित्वं चैवं स्यात् । अतोऽनर्पितद्रव्यनयमतानुसारिभिः सन्ततिपक्षप्रतिज्ञानाद् विद्यमानतैव पूर्वोत्तरसमययोः वर्त्तमानसमय एवोत्तरसमयरूपेणोत्पद्यते तथापरिणामात् । णि नाऽपूर्वमुत्पद्यते खपुष्पादि । नाऽपि निरन्वयमेव किञ्चिद् विनश्यति, कार्यत्वात् तत्सन्तानपतितत्वादु* કાળ સ્વતંત્ર દ્રવ્ય : નિરપેક્ષ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ
(નિરપેક્ષ .) કાળદ્રવ્યની સિદ્ધિ માટે વર્તનાપર્યાયના અપેક્ષાકારણત્વની અપેક્ષા નહિ રાખનાર = નિરપેક્ષ એવો જ દ્રવ્યાસ્તિકનય તે લોકપ્રસિદ્ધ કાળને પંચાસ્તિકાયથી ભિન્ન દ્રવ્ય તરીકે જણાવે છે. કારણ કે તત્ત્વાર્થસૂત્રભાષ્યની વૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરે સ્વતંત્ર કાલદ્રવ્યને જણાવનાર આચાર્ય ભગવંતના મતને અનર્પિતદ્રવ્યાર્થિકનયના મત અનુસારે દર્શાવેલ છે.
છે અનર્પિતદ્રવ્યાર્થિક મતની વિચારણા છે
(તવૃત્ત.) ‘હાશ્વેત્યે’ - આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્ર ‘અમુક આચાર્યના મતે કાળ એક દ્રવ્ય છે' તેવું જણાવે છે. આ સૂત્રના ભાષ્યની વ્યાખ્યામાં સિદ્ધસેનગણિવરે કાલવાદી આચાર્યનો મત બતાવતા જણાવેલ છે કે “મનુષ્ય લોકમાં જ કાળતત્ત્વ છે. તે કાળ પરિણામી તત્ત્વ છે. તૂટેલી મોતીની માળાના છૂટા છવાયા મોતીની જેમ જેની કોઈ પૂર્વકોટી કે અપરકોટી ન હોય તેવું ફક્ત એક સમય સ્વરૂપ કાળતત્ત્વ સ્વીકારવામાં આવતું નથી. કેમ કે કાળતત્ત્વને ફક્ત એક સમય સ્વરૂપે સ્વીકારવામાં આવે તો આગળ અને પાછળ તે સમયનો લેશ પણ અન્વય (= હાજરી) ન હોવાથી નિરન્વય એવા સમયનો ઉત્પાદ અને વિનાશ સ્વીકારવાની આપત્તિ આવે. કોઈ પણ પદાર્થનો નિરન્વય ઉત્પાદ કે નિરન્વય નાશ સર્વ નયોને માન્ય નથી. ફક્ત ઋજુસૂત્રનયને માન્ય છે. તેથી એક સમય માત્ર સ્વરૂપ નિરન્વયઉત્પાદશાલી કાળતત્ત્વનો સ્વીકાર ફક્ત એક નયનું અવલંબન કરનારો થશે. આથી અનર્પિતદ્રવ્યાર્થિકનયના મતને અનુસરનારા કાળવાદી આચાર્ય ભગવંતો કાળતત્ત્વને સંતતિરૂપે માને છે. કાળદ્રવ્યને સંતતિ સ્વરૂપ માનવાનો પોતાનો પક્ષ જણાવવાને લીધે તેઓના મત મુજબ પૂર્વોત્તર સમયમાં પણ કાળ વિદ્યમાન જ છે. વર્તમાન સમય જ નવા-નવા ઉત્તરસમયરૂપે (= અતીતસમયરૂપે) ઉત્પન્ન થાય છે. (અનાગત સમય પણ વર્તમાન સમય રૂપે ઉત્પન્ન થાય છે.) તે તે પ્રકારના પરિણામથી કાલદ્રવ્ય આ રીતે (અતીત -અનાગત-વર્તમાન સમય) ઉત્તરસમયરૂપે ઉત્પાદાદિને ધારણ કરે છે. અનાગત સમય પણ આકાશપુષ્પ *લી.(૨) + લા.(૨) + કો.(૭)માં ‘અપેક્ષિત...' પાઠ.