Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१३ • जीवाजीवात्मिका दिक् 0
१५४१ आकाशस्तिकायावयवात्मकत्वेऽपि दिशः आकाशास्तिकायाऽतिरिक्तद्रव्यत्वाऽभ्युपगमे पुद्गलास्तिकाया-प ऽवयवरूपाणां व्यणुक-त्र्यणुकादीनामपि पुद्गलास्तिकायाऽतिरिक्तद्रव्यत्वाऽऽपत्त्या अनन्तस्वतन्त्रद्रव्यकक्षीकाराऽऽपत्तेः। न च एतदिष्टम् । अतः व्यणुकादीनां पुद्गलास्तिकायस्वरूपत्वमिव दिशः आकाशास्तिकायस्वरूपत्वमेव, न तु आकाशाऽतिरिक्तद्रव्यत्वम् इति श्रीशीलाङ्काचार्यतात्पर्यमत्र ज्ञायते । म तदुक्तं युक्तिप्रकाशे पद्मसागरगणिनाऽपि “नभःप्रदेशश्रेणिष्वादित्योदयवशाद् दिशाम् । पूर्वादिको व्यवहारो र्श વ્યોનો મિત્ર ન વિ તતઃ |ી” (યુ.પ્ર.૨૪) તા.
पातञ्जलानामपि दिग्गगनैक्यमभिमतम्, पूर्वादिव्यवहारस्य नैयायिकाभिमतदिगुपाधिभिरेव सम्भवात्।। રૂમેવામિપ્રેન્યોર્જ વિજ્ઞાનમાળા ચોરસૂત્રવર્તિ વિકાશયો પુત્વ” (T.યો.H.ર/કર વ.) | | |
आगमानुसारेण तु कालस्येव दिशोऽपि जीवाजीवात्मकतैवाऽवसेया। तदुक्तं भगवतीसूत्रे “किमियं का લીધે જ આકાશના અવયવસ્વરૂપ દિશા પદાર્થને સ્વતંત્ર દ્રવ્ય માની ન શકાય.” દિશા એ આકાશાસ્તિકાયના અવયવસ્વરૂપ હોવા છતાં જો દિશાને સ્વતંત્ર = આકાશથી અતિરિક્ત દ્રવ્ય માનવામાં આવે તો પુદ્ગલાસ્તિકાયના અવયવસ્વરૂપ એવા વણક, વ્યણુક વગેરેને પણ પુદ્ગલાસ્તિકાય કરતાં ભિન્ન દ્રવ્ય માનવાની આપત્તિ દુર્વાર બનશે. તથા તેવું માનવામાં આવે તો પાંચ (કે છે) દ્રવ્યના બદલે અનંત સ્વતંત્રદ્રવ્યનો સ્વીકાર કરવાની આપત્તિ આવે. પરંતુ આ તો જૈનાગમ મુજબ ઈષ્ટ નથી. તેથી ત્યણુક વગેરે જેમ પુદ્ગલાસ્તિકાયસ્વરૂપ છે તેમ દિશા આકાશાસ્તિકાયસ્વરૂપ જ છે. આકાશથી અતિરિક્તદ્રવ્ય નથી - આમ અહીં શ્રીશીલાંકાચાર્યજીનું તાત્પર્ય જણાય છે. યુક્તિપ્રકાશમાં પદ્મસાગરગણીએ પણ જણાવેલ છે કે “આકાશપ્રદેશશ્રેણિઓમાં જ, સૂર્યોદયના આધારે પૂર્વ વગેરે દિશાસંબંધી વ્યવહાર પ્રવર્તે છે. તેથી હું દિશા આકાશથી ભિન્ન નથી.”
છે આકાશ એ જ દિશા - વિજ્ઞાનભિક્ષુ છે (પતિ) પાતંજલ વિદ્વાનોના મતે પણ આકાશ અને દિશા એક છે. ગગનથી અતિરિક્ત દિશાએ નથી. “દિશા ન હોય તો પૂર્વ, પશ્ચિમ વગેરે વ્યવહાર કઈ રીતે થઈ શકે ?' આ શંકા ન કરવી. કારણ કે નૈયાયિકમતાનુસાર દિશાદ્રવ્ય એક, નિત્ય, નિરવયવ છે. છતાં દિશાની ઉપાધિઓ દ્વારા જેમ નૈયાયિકમતે પૂર્વ, પશ્ચિમ વગેરે વ્યવહાર સંભવે છે, તેમ પાતંજલયોગદર્શન માટે પણ તૈયાયિકસંમત દૈશિક ઉપાધિઓ દ્વારા પૂર્વ, પશ્ચિમ વગેરેનો વ્યવહાર સંભવી શકે છે. આ જ અભિપ્રાયથી યોગસૂત્રભાષ્ય ઉપર યોગવાર્તિક વ્યાખ્યામાં વિજ્ઞાનભિક્ષુએ જણાવેલ છે કે “દિશા અને આકાશ એક છે.”
# જેનાગમાનુસારે દિશા જીવ-અજીવાત્મક છે # | (ામ.) “દિશા અંગે જૈન દર્શનમાં તાર્કિક મત શું છે ?' તે વાત જણાવી. પરંતુ જૈનાગમ અનુસાર સૈદ્ધાંતિક મતનો વિચાર કરીએ તો કાળની જેમ દિશા પણ જીવ-અજીવ સ્વરૂપ છે - તેમ જાણવું. ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરી રૂપે ઉપરોક્ત બાબતની છણાવટ કરેલ છે. તે નીચે મુજબ છે.
1. किम् इयं भदन्त ! प्राचीना इति प्रोच्यते ? गौतम ! जीवाः चैव अजीवाः चैव। किम् इयं भदन्त ! प्रतीचीना इति प्रोच्यते ? गौतम ! एवं चैव। एवं दक्षिणा, एवम् उदीचीना, एवम् उर्जा, एवम् अधः अपि।