Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
प
TT
१५५४
૨૩, ત...) ત્યુત્તમ્ |
अयमाशयः – दिगम्बरमतानुसारेण समयाख्यः क्रमिकपर्यायो व्यवहारकालः, तदाधारभूताः कालावश्च निश्चयकालः । व्यवहारकालो हि निश्चयकालपर्यायात्मकः । स च परमार्थतः स्वद्रव्यजन्योऽपि जीवादिपरिणामाद् ज्ञायमानतया तज्जन्यतया व्यवह्रियते । व्यवहारकालसिद्धिकृते इयं शास्त्रपद्धतिः प्रसिद्धा । कालाणुतः सर्वद्रव्याणि विपरिवर्तन्ते । नवत्व- जीर्णत्वादीनां जीवादिपरिणामानां बहिरङ्गकालाणुद्रव्यसन्निधौ उत्पद्यमानतया कालाणुजन्यत्वम् उच्यते । निश्चयकालसिद्धिकृते हीयं शास्त्रपद्धतिः प्रसिद्धा । वस्तुतः तदुपादानकारणत्वं जीवादीनामेव, न तु कालाणूनामिति ध्येयम् ।
इदञ्चात्रावधेयम् – दर्शितपरमाणुमन्दतमगतेः कालस्वरूपपरिज्ञानोपायत्वन्तु अस्माकं श्वेताम्बराणामपि सम्मतम् । तदुक्तं श्वेताम्बरशिरोमणिभिः उमास्वातिवाचकवर्यैः तत्त्वार्थसूत्रभाष्ये “परमसूक्ष्मक्रियस्य का सर्वजघन्यगतिपरिणतस्य परमाणोः स्वावगाहक्षेत्रव्यतिक्रमणकालः समय इत्युच्यते परमदुरधिगमोऽनिर्देश्यः। જીવના અને પુદ્ગલના પરિણામથી તેની અભિવ્યક્તિ = બુદ્ધિ થવાથી વ્યવહારકાળ તેને આધીન જ છે.’ નિશ્ચયકાલપર્યાય = વ્યવહારકાળ : દિગંબર
(ગયના.) અહીં આશય એ છે કે દિગંબર મત મુજબ, સમય નામનો જે ક્રમિક પર્યાય તે વ્યવહારકાળ છે. તેના આધારભૂત કાલાણુદ્રવ્યો તે નિશ્ચયકાળ છે. વ્યવહારકાળ નિશ્ચયકાળનો પર્યાય છે. તે ખરેખર તો પોતાના દ્રવ્યથી કાલાણુથી જ ઉત્પન્ન થાય છે. તેમ છતાં તે જીવ-પુદ્ગલના પરિણામથી મપાતો -જણાતો હોવાથી, ઔપચારિક રીતે, જીવ-પુદ્ગલોના પરિણામથી ઉત્પન્ન થતો કહેવાય છે. વ્યવહારકાળને સિદ્ધ કરવા માટે જ તેમ કહેવાની શાસ્રપદ્ધતિ છે. તથા કાલાણુઓના નિમિત્તે બધાં દ્રવ્યોની અવસ્થા પલટાય છે. તેથી જૂની-નવી અવસ્થા વગેરે સ્વરૂપ જીવાદિપરિણામ બહિરંગદ્રવ્યભૂત દ્રવ્યકાળના સદ્ભાવમાં ઉત્પન્ન થતા હોવાના લીધે દ્રવ્યકાળથી = કાલાણુદ્રવ્યથી ઉત્પન્ન થતા કહેવાય છે. નિશ્ચયકાળની સિદ્ધિ કરવા માટે જ તેમ કહેવાની શાસ્રપદ્ધતિ છે. ખરેખર તો તે પરિણામોનું ઉપાદાનકારણ જીવાદિ ॥ સ્વદ્રવ્ય જ છે, કાલાણુ દ્રવ્ય નહિ. આ વાત ધ્યાનમાં રાખવી.
[ ti[ t
* नवत्वादिपरिणामोपादानत्वं न कालद्रव्यस्य
-
१०/१४
/ પરમાણુમંદગતિ સમયપરિજ્ઞાનનો ઉપાય : શ્રીઉમાસ્વાતિજી
(વગ્યા.) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવી કે ઉપર પરમાણુની અત્યંત મંદ ગતિને કાળના સ્વરૂપની જાણકારીના ઉપાય તરીકે જે જણાવેલ છે તે વાત અમને શ્વેતાંબરોને પણ માન્ય જ છે. તેથી જ શ્વેતાંબરશિરોમણિ વાચકવર્ય શ્રીઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થભાષ્ય ગ્રન્થમાં જણાવેલ છે કે “જ્યારે અત્યંત સૂક્ષ્મ ક્રિયા ૫૨માણુમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે પરમાણુ સર્વજઘન્ય અત્યંત મંદ એવી ગતિથી પરિણત થાય છે. સર્વથા મંદગતિવાળા પરમાણુને પોતાના અવગાહના ક્ષેત્રમાંથી અત્યંતનિકટવર્તી આકાશપ્રદેશમાં જવા માટે જેટલો કાળ લાગે તે ‘સમય’ કહેવાય છે. તેનું જ્ઞાન અત્યન્ત મુશ્કેલ છે. તેનો ‘આ સમય છે' આવો નિર્દેશ = ઉલ્લેખ પણ થઈ શકતો નથી. તે સમયને પરમર્ષિ એવા કેવલજ્ઞાની ભગવાન જ જાણે છે. તેમ છતાં ‘આ સમય છે' - આ પ્રમાણે તેનો નિર્દેશ કરી શકતા નથી. કારણ કે સમય તો અત્યંત સૂક્ષ્મ છે તથા ‘આ સમય છે' - આવું બોલવામાં અસંખ્ય
=