Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१३ ० वैशेषिकसम्मताऽतिरिक्तैकनित्यकालद्रव्यनिरास: 0
१५३७ परः' इत्यादिप्रतीत्या नित्ये प्रतीयमानं परत्वादिकं प्रति कालस्याऽकारणत्वसिद्धौ अनित्यवृत्तिपरत्वादावपि प अन्यथासिद्धेः परत्वादिलिङ्गकानुमितितोऽतिरिक्तकालाऽसिद्धिरेवेत्यत्र तात्पर्यमनुसन्धेयम् ।
“साङ्ख्यमते नित्यकालस्य तत्त्वाऽन्तराऽस्वीकारात्, यतः वर्ष-मास-दिनादिव्यवहारः तावत् यदुपाधिभिः सूर्यगमनादिभिः वा भवेत्, सन्तु ते एव उपाधयः, तत्रैव कालस्य अन्तर्भूतत्वाद्” (सा.का.२, भा.पृ.२०) इति साङ्ख्यकारिकाभाष्ये कृष्णवल्लभाचार्यः ।।
“कालश्च वैशेषिकाभिमतः एकः न अनागतादिव्यवहारभेदं प्रवर्त्तयितुमर्हति। तस्माद् अयं(कालः) यैः उपाधिभेदैः अनागतादिभेदं प्रतिपद्यते, सन्तु ते एव उपाधयः, ये अनागतादिव्यवहारहेतवः, कृतम् अत्र अन्तर्गडुना कालेन इति साङ्ख्याऽऽचार्याः। तस्माद् न कालरूपतत्त्वान्तराऽभ्युपगमः” (सा.त.कौ.३३) इति ण साङ्ख्यतत्त्वकौमुद्यां वाचस्पतिमिश्रः । = નિત્ય પદાર્થોમાં પરત્વ, અપરત્વ વગેરે ગુણધર્મની અસંગતિ થઈ જશે. કારણ કે નિત્ય પદાર્થની સાથે તો કાળને કોઈ લેવા-દેવા જ નથી.” અહીં તાત્પર્ય એ છે કે “આકાશ વગેરે ઘટ કરતાં પર = પૂર્વવર્તી છે' - ઈત્યાદિ રૂપે નિત્ય પદાર્થમાં પરત્વાદિ વ્યવહાર તો થાય જ છે. પરંતુ નિત્ય પદાર્થમાં રહેનાર પરત્વાદિ ગુણધર્મો પ્રત્યે તો કાળ અપેક્ષાકારણ બની શકતું નથી. તેથી ઘટ-પટાદિ અનિત્ય પદાર્થમાં ઉત્પન્ન થનારા પરત્વ-અપરત્વાદિ ગુણધર્મો પ્રત્યે પણ કાળને અપેક્ષાકારણ માની શકાતું નથી. તેથી પરત્વ-અપરત્વાદિ લિંગ દ્વારા અતિરિક્ત કાળ તત્ત્વની અનુમિતિ કરવી વ્યાજબી નથી. આમ કાળ નામનું અતિરિક્ત તત્ત્વ અસિદ્ધ જ છે' એવું નિશ્ચિત થાય છે.
જ કાળનો ઉપાધિમાં અંતર્ભાવઃ કૃષ્ણવલ્લભાચાર્ય જ (૧૮) (“સાહ્ય.) સાંખ્યકારિકાભાષ્યમાં કૃષ્ણવલ્લભાચાર્યજીએ જણાવેલ છે કે “સાંખ્ય મતમાં નિત્ય | કાલ નામનું સ્વતંત્ર તત્ત્વ સ્વીકારવામાં નથી આવતું. કારણ કે જે ઉપાધિઓ દ્વારા અથવા તો સૂર્યગમનાદિ જે ક્રિયાઓ દ્વારા વરસ, માસ, દિવસ વગેરે વ્યવહાર સંભવે છે, તે ઉપાધિઓ કે ક્રિયા વગેરે જ ! સ્વીકારવા યોગ્ય છે. કારણ કે કાલનો તેમાં જ અંતર્ભાવ થાય છે.'
કાળ સ્વતંત્ર નથી: વાચસ્પતિ મિશ્ર 6 (૧૯) (“હા.) “વૈશેષિકસંમત એક કાળ અનાગત-વર્તમાન વગેરે જુદા-જુદા વ્યવહારને પ્રવર્તાવવા માટે સમર્થ નથી. તેથી “જુદી-જુદી ઉપાધિઓ દ્વારા અનાગત-વર્તમાન વગેરે ભેદને કાળ પ્રાપ્ત કરે છે' - આમ વૈશેષિક માને છે. પરંતુ તેના નિરાકરણ માટે સાંગાચાર્યો એમ કહે છે કે “અનાગત -વર્તમાનાદિ વ્યવહારમાં કારણ બનનાર જે ઉપાધિઓનો વૈશેષિક સ્વીકાર કરે છે. તે ઉપાધિ જ સ્વીકારવા યોગ્ય છે. વચ્ચે આડખીલી કરનાર કાળતત્ત્વની જરૂરત નથી. તેથી કાલરૂપ સ્વતંત્ર તત્ત્વનો સ્વીકાર કરવામાં આવતો નથી” - આમ સાંખ્યતત્ત્વકૌમુદીમાં વાચસ્પતિમિશ્રજીએ જણાવેલ છે.
સ્પષ્ટતા :- અતિરિક્ત નિત્ય કાળતત્ત્વને માનીને પણ જો ભવિષ્ય-વર્તમાનાદિ વ્યવહાર માટે કર્મ, વિભાગ, પ્રાગઅભાવ, કાર્યારંભ, કાર્યસ્થિતિ, કાર્યતિરોભાવ વગેરે ઉપાધિઓનો સ્વીકાર કરવો જ પડે તેમ હોય તો પછી પચીસ તત્ત્વોથી અતિરિક્ત કાળતત્ત્વને માનવાની શી જરૂર ? તે ઉપાધિઓ દ્વારા