Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५२८ • कालद्रव्यता श्रीहरिभद्राचार्यानभिमता
१०/१३ यस्मिन्नेव क्षणे घटस्तस्मिन्नेव पटः' - इति तु शब्दमात्रम् इति न साधारणाऽतिरिक्तक्षणसाधकम्" (शा.स.६/३७) इति यदुक्तं तदप्यत्राऽनतिरिक्तकालवादोपबृंहकतयाऽनुसन्धेयम् । व अथ कालपर्यायपक्षे 'इदानीं घट' इत्यत्र घटे भासमानम् एतत्कालवृत्तित्वं व्याहन्येत, द्रव्ये म पर्यायनिरूपितवृत्तिताया असम्भवादिति चेत् ?
न, तत्र घटे एतत्कालवैशिष्ट्यस्यैव पूर्वोक्तरीत्या (९/१०) अभ्युपगमादिति दिक् ।
श्रीहरिभद्रसूरिवराणामपि कालद्रव्यपक्षे स्वरसो नासीत्, अन्यथा तैः आवश्यकनियुक्तिवृत्ती ध्यानशतकव्याख्याऽवसरे “जिणदेसियाइं लक्खण-संठाणाऽऽसण-विहाण-माणाइं” (ध्या.श.५२) इत्यादिगाथाविवरणे जीवादिपञ्चद्रव्याणां यथा स्वतन्त्रं संस्थानं दर्शितं तथा कालस्यापि स्वतन्त्रं संस्थानं दर्शितं
શબ્દમાત્ર વસ્તુ સાધક નથી , સમાધાન :- (“અત્રેવ.) “જે ક્ષણે ઘટ છે તે જ ક્ષણે પટ છે' - ઈત્યાદિ વ્યવહાર તો શબ્દમાત્ર સ્વરૂપ છે. તેનાથી કાંઈ ઘટ, પટ આદિ પદાર્થથી ભિન્ન અનુગત ક્ષણની = કાળની સિદ્ધિ થઈ શકતી નથી.” આ પ્રમાણે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા નામની વ્યાખ્યામાં મહોપાધ્યાયજી મહારાજે જે વાત જણાવેલી છે તેનું પણ પ્રસ્તુતમાં અનતિરિક્ત કાલવાદનું સમર્થન કરનાર યુક્તિસ્વરૂપે અનુસંધાન કરવું.
સ્પષ્ટતા :- “બગાસુ ખાધું, તમાચો ખાધો, હીંચકો ખાધો, પૈસા ખાધા, માર ખાધો, છીંક ખાધી, ઉધરસ ખાધી...” ઈત્યાદિ વ્યવહારમાં “ખાધું, “ખાધો', “ખાધી' આ શબ્દનો ભોજન સ્વરૂપ કોઈ તાત્વિક
અનુગત અર્થ નથી. તે જ રીતે “જે ક્ષણમાં પટ છે, તે જ ક્ષણમાં ઘટ છે? - ઈત્યાદિ વ્યવહારમાં પણ ક્ષણ શબ્દનો કોઈ તાત્ત્વિક અનુગત એક અર્થ નથી.
દલીલ :- (.) કાલપર્યાયપક્ષમાં “ફવાનીં ઘટઃ - આવો વાક્યપ્રયોગ અસંગત થશે. કારણ Cી કે ત્યાં ઘટમાં જે એતત્કાલવૃત્તિતા જણાય છે તે બાધિત છે. કાળ જો પર્યાય હોય તો તેનાથી નિરૂપિત
વૃત્તિતા ઘટદ્રવ્યમાં કઈ રીતે સંભવે ? દ્રવ્યમાં પર્યાય રહે. પણ પર્યાયમાં તો દ્રવ્ય ન જ રહે ને ! - નિરાકરણ :- (૧) નવમી શાખાના દશમા શ્લોકમાં જણાવ્યા મુજબ, “ફાનોં નો અર્થ એતત્કાલવિશિષ્ટતા
જ માન્ય છે. એતત્કાલવૃત્તિતા નહિ. પર્યાયાત્મક વર્તમાન ક્ષણમાં ઘટ રહેતો ન હોવા છતાં તે વર્તમાન ક્ષણથી વિશિષ્ટ તો જરૂર બને છે. તેથી કાલપર્યાયપક્ષમાં ઉપરોક્ત વાક્યપ્રયોગ અબાધિત જ રહે છે. અહીં જે કહેવાયેલ છે, તે એક દિગ્દર્શનમાત્ર છે. તે મુજબ આગળ ઊંડાણથી વિચારવું.
કાળ અંગે શ્રીહરિભદ્રસૂરિનો અભિપ્રાય છે (શ્રીહરિ) શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજને પણ “કાળ એ દ્રવ્ય છે' - આ મતમાં સ્વરસ નહિ હોય. બાકી તો આવશ્યકનિયુક્તિવ્યાખ્યામાં ધ્યાનશતકના વિવરણના અવસરે શ્રીજિનેશ્વર ભગવંતે દ્રવ્યોના લક્ષણ, સંસ્થાન, આસન, વિધાન, માન વગેરે જણાવેલા છે....' ઈત્યાદિ બાબતનું નિરૂપણ કરનારી ગાથાના વિવેચનમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જીવ વગેરે પાંચ દ્રવ્યના જેમ સ્વતંત્ર સંસ્થાન જણાવ્યા તેમ કાળનું પણ સ્વતંત્ર સંસ્થાન જણાવેલ હોત. પરંતુ તેઓશ્રીએ કાળનું પરિમાણ = સંસ્થાન = આકાર 1. નિશિતાનિ નક્ષણ-સંસ્થાનાડસન-વિધાન-માનાના