Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦/૧૦
१४८५
• स्वसत्तानुभवो वर्त्तना 0 यच्च “तेन तेन द्वयणुक-त्र्यणुकादिरूपेण परमाण्वादिद्रव्याणां वर्त्तनं = वर्तना” (वि.आ.भा.९२६ वृ.) इति, “विवक्षितेन नव-पुराणादिना तेन तेन रूपेण यत् पदार्थानां वर्त्तनं = शश्वद्भवनं स वर्तनापरिणामः, अभ्रादीनां सादिः, चन्द्रविमानादीनाम् अनादिः” (वि.आ.भा.२०२७ वृ.) इति च विशेषावश्यकभाष्यमलधारवृत्तिं चेतसिकृत्य विनयविजयवाचकेन लोकप्रकाशे “द्रव्यस्य परमाण्वादेर्या तद्रूपतया स्थितिः। नव-जीर्णतया वा अ सा वर्तना परिकीर्तिता ।।” (काललो. प्र.२८/५८) इत्युक्तं तत्राऽपि एकसमयावच्छिन्ना स्थितिः वर्त्तनारूपेण बोध्येत्यवधेयम् । ___ तत्त्वार्थराजवार्तिके अकलङ्काचार्यस्तु “प्रतिद्रव्यपर्यायमन्तर्मतैकसमया स्वसत्तानुभूतिः = वर्त्तना” (त. रा.वा.५/२२/पृ.४७७) इत्याह । स्वकीयोत्पाद-व्यय-ध्रौव्यैक्यवृत्तिलक्षणा सामयिकी या सत्ता प्रतिद्रव्यपर्याय वर्त्तते तस्या अनुभवो वर्त्तनेति तदाशयः । इदमेवाभिप्रेत्य वादिदेवसूरिणा स्याद्वादरत्नाकरे विद्यानन्दस्वामिना च तत्त्वार्थश्लोकवार्तिके “अन्तर्नीतैकसमयः स्वसत्तानुभवोऽभिधा । यः प्रतिद्रव्यपर्यायं वर्तना सेह कीर्त्यते ।।"
આ વર્તના અંગે મલધારિ હેમચંદ્રસૂરિજીનો મત 6 (વ્ય.) વિશેષાવશ્યક મહાભાષ્યની મલધારી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે વ્યાખ્યા કરેલી છે. ત્યાં તેમણે (૧) “યણુક, વ્યણુક વગેરે તે તે સ્વરૂપે પરમાણુ વગેરે દ્રવ્યોનું અવસ્થાન તે વર્તના જાણવી” - આ પ્રમાણે ૯૨૬ મી ગાથાના વિવેચનમાં “વર્તના'નું નિરૂપણ કરેલ છે. તેમજ ત્યાં ૨૦૨૭ મી ગાથાના વિવેચનમાં તેઓશ્રીએ જણાવેલ છે કે (૨) “વિવણિત નવીનત્વ, પુરાણત્વ વગેરે તે તે સ્વરૂપે પદાર્થોનું જે શાશ્વત પરિવર્તન થયા કરે છે તે વર્તનાપરિણામ છે. વાદળ વગેરેમાં તે વર્તનાપરિણામ આદિસહિત હોય છે. ચંદ્રનું વિમાન વગેરેમાં વર્ણના પરિણામ અનાદિ હોય છે.” તે બન્ને વાતને મનમાં રાખીને ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે કાળલોકપ્રકાશ ગ્રંથમાં “વર્તના પદાર્થની બે પ્રકારે વ્યાખ્યા કરેલ છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “પરમાણુ, ફયણુક વગેરે દ્રવ્યની પરમાણુ, ઘણુક વગેરે રૂપે સ્થિતિ હોય તે વર્નના કહેવાય. અથવા નવા-જૂના સ્વરૂપે દ્રવ્યની જે સ્થિતિ થાય તે વર્તન કહેવાય.' આ પ્રમાણે શ્રીવિનયવિજયજી મહારાજે વર્તના પદાર્થની જે વ્યાખ્યા કરેલી છે ત્યાં પણ એકસમયવિશિષ્ટ સ્થિતિને વર્તના સ્વરૂપે સમજવી. અર્થાત્ પરમાણુ વગેરેની પરમાણુ વગેરે સ્વરૂપે એકસામયિકી સ્થિતિ તે વર્તન કહેવાય. અથવા ઘટ, પટ વગેરે દ્રવ્યની નવા, જૂના સ્વરૂપે એકસમયવિશિષ્ટ સ્થિતિ તે વર્તના કહેવાય. આવું તેનું તાત્પર્ય સમજવું.
વર્ણના પર્યાય અંગે દિગંબરમત છે. (તસ્વાર્થ.) તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં દિગંબરાચાર્ય અકલંકસ્વામીએ “વર્તના” ની ઓળખાણ આપતાં જણાવેલ છે કે “પ્રત્યેક દ્રવ્યમાં અને પર્યાયમાં એકસમયઅંતર્ગત (= એક સમયની અંદર રહેલી) જ સ્વસત્તાઅનુભૂતિ તે જ “વર્ણના પર્યાય કહેવાય છે.” અહીં અકલંકસ્વામીનો આશય એવો છે કે પોતાના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની સાથે ઐક્યવૃત્તિ સ્વરૂપ = એકતા પરિણતિસ્વરૂપ = અભેદ પરિણામસ્વરૂપ જે એકસમયપ્રમાણ સત્તા દરેક દ્રવ્યમાં અને પર્યાયમાં વર્તે છે તેનો અનુભવ એ જ “વર્તના” પર્યાય છે. આ જ અભિપ્રાયથી વાદિદેવસૂરિજીએ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં અને અકલંકસ્વામીના ઉત્તરકાલીન