Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦/૦
१४८६
० कुशलशब्दार्थविचारः 1 તે પર્યાયનઈ વિષઈ અનાદિકાલીન દ્રવ્યોપચાર અનુસરીનઈ કાલદ્રવ્ય કહીશું. (ચાપરના./૮/પૃ.૮૬૭, ત.શ્નો.વા.///પૃ.૪૧૩) રૂત્યુphવધેય
नन्वेवं सति ‘कालो हि द्रव्यमिति शास्त्रे कथमभिधीयते ? इति चेत् ?
अत्रोच्यते - तत्र = निरुक्तवर्तनापर्याये द्रव्योपचारेण = द्रव्यत्वोपचारेण = द्रव्यत्वस्य में निरूढलक्षणया 'कालो द्रव्यमि'त्युच्यते। अनादिकालीनतात्पर्यवती लक्षणा हि निरूढलक्षणोच्यते । शं तदुक्तं तर्कप्रकाशे “अनादितात्पर्यविषयीभूतार्थनिष्ठा लक्षणा निरूढलक्षणा” (त.प्र.ख.१/पृ.४३) इति । “यथा 'कर्मणि कुशल' इत्यादौ 'कुशान् लातीति व्युत्पत्त्या कुशलपदं दर्भाऽऽदानकर्तरि यौगिकम् । परं विवेचकत्वसारूप्यात् प्रवीणे वर्तमानम् अनादिवृद्धव्यवहारपरम्पराऽनुपातित्वेनाऽभिधानवत् प्रयोजनमनपेक्ष्य प्रवर्तते” (सर्व द.पात. पृ.१७२) इति सर्वदर्शनसङ्ग्रहे पातञ्जलदर्शननिरूपणे व्यक्तम् । વિદ્યાનંદસ્વામી નામના દિગંબરાચાર્યે તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં જણાવેલ છે કે “પ્રત્યેક દ્રવ્યમાં અને પર્યાયમાં રહેલ એકસમયઅંતર્ગત = એકસમયપ્રમાણ સ્વસત્તાનો જે અનુભવ સ્વતંત્રરૂપે થાય તે અહીં વર્તના' કહેવાય છે.” આ વાતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
પ્રશ્ન :- (નર્ચેવં.) તમે ઉપરોક્ત રીતે કાળને “વર્તના પર્યાય સ્વરૂપ જણાવો છો તો “કાળ દ્રવ્ય છે' - એવું શાસ્ત્રમાં શા માટે કહેવામાં આવે છે ?
જ વર્તનાપર્યાયમાં દ્રવ્યની નિરૂઢ લક્ષણા પ્રત્યુત્તર :- (મત્રો.) તમારા પ્રશ્નનો જવાબ અમે કહીએ છીએ, સાંભળો. ઉપરોક્ત વર્તનાપર્યાયમાં દ્રવ્યત્વનો ઉપચાર = નિરૂઢ લક્ષણા કરીને “કાળ દ્રવ્ય છે' આવું શાસ્ત્રમાં કહેવાય છે. અનાદિકાલીન તાત્પર્યવાળી લક્ષણા એ જ “નિરૂઢ લક્ષણા' કહેવાય છે. તર્કપ્રકાશ ગ્રંથમાં નિરૂઢ લક્ષણાનું લક્ષણ આ મુજબ દર્શાવેલ છે. “વક્તાના અનાદિકાલીન અભિપ્રાયનો વિષય બનનારી વસ્તુમાં રહેનારી લક્ષણા “નિરૂઢ લક્ષણા' કહેવાય છે.” “જેમ કે “આ કામ કરવામાં તે કુશલ છે' – આ વાક્યમાં રહેલ કુશલ પદનો અર્થ હોંશિયાર કરવામાં આવે છે તે નિરૂઢલક્ષણાપ્રાપ્ય અર્થ સમજવો. “કુશલ’ શબ્દનો યૌગિક અર્થ છે “દર્ભ નામના ઘાસને લાવનાર. “શાન જ્ઞાતિ = શત્તા’ ‘કુશ’ એટલે “દર્ભ નામનું તૃણવિશેષ. ઉપરોક્ત વ્યુત્પત્તિ મુજબ કુશલ' પદનો યૌગિક = અવયવયોગલભ્ય અર્થ થશે દર્ભને લાવવાની ક્રિયા કરનાર. પરંતુ પ્રસ્તુતમાં તો વિવક્ષિત કાર્ય કરવામાં સાર-અસારનો વિવેક કરવાનું સાધર્મ પુરોવર્તી વ્યક્તિમાં હોવાથી કુશલ’ શબ્દ પ્રવીણ = હોંશિયાર અર્થમાં પ્રવર્તે છે. તેથી આ કામ કરવામાં તે કુશલ છે” આવા વાક્યનો અર્થ “આ કામ કરવામાં તે હોંશિયાર છે' - આ મુજબ થશે. “કુશલ' પદનો આ અર્થ વ્યુત્પત્તિલભ્ય નથી. પરંતુ અનાદિ કાળથી જ્ઞાનવૃદ્ધ પુરુષોની પરંપરામાં તે અર્થ રૂઢ છે, પ્રસિદ્ધ છે. અનાદિ કાળથી વક્તાનું તાત્પર્ય તે જ અર્થમાં કુશલ' પદનો પ્રયોગ કરવાનું છે. તેથી શક્ત શબ્દની જેમ કોઈ પણ પ્રયોજન વિના “કુશલ પદ હોંશિયાર અર્થમાં પ્રવર્તે છે. તેથી તે નિરૂઢ લક્ષણા કહેવાય” - આ પ્રમાણે સર્વદર્શનસંગ્રહ ગ્રંથની અંદર પાતંજલદર્શનનું નિરૂપણ કરવાના અવસરે સ્પષ્ટપણે જણાવેલ છે.