Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५०८
अनुमानप्रमाणतः कालद्रव्यसिद्धि:
१०/१२
पु गम्यते प्रथ्यते अपेक्ष्यते कारणतयाऽसौ इति कालः अपेक्षाकारणम्, बलाकाप्रसवे गर्जितध्वनिवत्, पापविरतौ वा प्रबोधकवद्” (त.सू.५/३८ वृ. पृ.४२९) इति युक्तिः तत्त्वार्थवृत्ती सिद्धसेनगणिभिरुपदर्शिता । नियतगर्भरा कालमानर्तुविभाग-नियतपुष्प-फलाद्युद्गमादिलक्षणर्तुप्रभावादिनाऽपि कालः सिध्यति ।
开
अथ वर्त्तना-परिणाम- क्रियादिकं प्रति कालस्य अपेक्षाकारणत्वे नृलोकाद् बहिः वर्तनादिकं नैव स्यात्, तत्र कालानभ्युपगमादिति चेत् ?
नैवम्, तत्र कालनिरपेक्षवर्तनादिकाभ्युपगमात् ।
न च एवं नृलोकेऽपि वर्तनादिकं कालनिरपेक्षमेवाऽस्तु इति वाच्यम्,
इह एव तस्य तत्सापेक्षत्वात् । इदमेवाऽभिप्रेत्य काललोकप्रकाशे विनयविजयोपाध्यायेनोक्तं का “ भूपसत्त्वाद्यथेह स्यात् सौस्थ्यादि तदपेक्षितम् । भूपाऽभावात् सदपि तत्तदपेक्षं न युग्मिषु ।। तथेह આવશ્યકતા રહે છે, તે અપેક્ષાકારણ કાળ છે. જેમ બગલી પ્રસૂતિ કરે તેમાં વાદળાની ગર્જના અપેક્ષાકારણ છે. અથવા તો પાપની વિરતિમાં (= ત્યાગમાં) ઉપદેશક ગુરુ જેમ અપેક્ષાકારણ છે, તેમ ઉપરોક્ત વર્તનાપરિણામ પ્રત્યે કાળ અપેક્ષાકારણ છે.' આમ કાળ યુક્તિગમ્ય પણ છે. માનવભવમાં ગર્ભનો કાળ ૯ માસ, ઋતુનો વિભાગ, અમુક ઋતુમાં અમુક જ ફળ-ફૂલ વગેરે આવવા વગેરે ઋતુનો પ્રભાવ, શિયાળામાં ઠંડી પડવી, ઉનાળામાં ગરમી પડવી.. આવા કાર્યો દ્વારા પણ કાળતત્ત્વની સિદ્ધિ થાય છે.
શંકા :- (પ્રથ.) જો વર્તના, પરિણામ, ક્રિયા વગેરે પ્રત્યે કાળને અપેક્ષાકારણ માનવામાં આવે તો મનુષ્યલોકની બહાર વર્તનાદિ સંભવી નહિ શકે. કારણ કે અતિરિક્તકાલદ્રવ્યવાદી લોકો મનુષ્યક્ષેત્રની બહાર કાળદ્રવ્યનો સ્વીકાર કરતા નથી. કારણ વિના કાર્ય તો ન જ સંભવે.
*
र्णि
* કાળનિરપેક્ષ વર્તના
Cu
સમાધાન :- (ભૈવમ્.) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે અઢીદ્વીપ સ્વરૂપ મનુષ્યક્ષેત્રની બહાર જે વર્તના વગેરે ઉત્પન્ન થાય, તે કાળથી નિરપેક્ષ હોય - એવું અમે સ્વીકારીએ છીએ. તેથી મનુષ્યક્ષેત્રની શું બહાર કાળસાપેક્ષ એવી વર્તના વગેરે ન હોવા છતાં કાળનિરપેક્ષ વર્તના વગેરે સંભવી શકે છે. શંકા :- (૧ ય.) જો મનુષ્યક્ષેત્રની બહાર કાળનિરપેક્ષ વર્તના વગેરે હોય તો મનુષ્યલોકમાં પણ વર્તના વગેરેને કાનિરપેક્ષ જ માનો. કારણ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે. * મનુષ્યક્ષેત્રવર્તના કાળસાપેક્ષ
-
સમાધાન :- (F.) તમારી દલીલ ઉચિત નથી. કારણ કે મનુષ્યલોકમાં જ ઉત્પન્ન થતી વર્તના, પરિણામ વગેરે કાળને સાપેક્ષ છે. આ જ આશયથી ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે કાળલોકપ્રકાશમાં જણાવેલ છે કે જેમ હાલના વખતમાં આ દેશમાં રાજા હોવાથી લોકોને તે રાજાની અપેક્ષાવાળું સુખાદિક થાય છે. તથા યુગલિયાના વખતમાં રાજા નહોતા અને લોકોને સુખ હતું. તેથી તે સુખ રાજાની અપેક્ષાવાળું હોતું નથી. મતલબ કે રાજકાલીન સ્વસ્થતા, શાંતિ, ઉપદ્રવાભાવ વગેરે પ્રત્યે રાજા કારણ કહેવાય. તથા યુગલિકકાળમાં રાજાની ગેરહાજરીમાં ઉત્પન્ન થતી સ્વસ્થતા, શાંતિ, ઉપદ્રવાભાવ વગેરેને રાજાથી નિરપેક્ષ કહેવાય. તે જ પ્રમાણે અઢી દ્વીપમાં કાળ છે. તેથી ત્યાં વર્તનાદિક કાળસાપેક્ષ કહેવાય