Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४९८
☼ सम्मतितर्कवृत्त्यनुसारेण मोक्षस्वरूपोपदर्शनम्
१०/११
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - कालस्य जीवाजीवपर्यायात्मकतां बुद्ध्वा स्वपर्यायात्मकं स्वकालं विशोधयितुम्, अनुकूलयितुं परिपक्तुञ्च ज्ञानदशा आविर्भावनीया, स्वकीयज्ञानादिपर्यायनिर्मलीकरणे सदा तत्परता विधेया, अन्यथा विनिपातो न नो दुर्लभः । ' त्वमेव तव स्रष्टा' इत्युक्तिरप्यत्राऽवधेया। ज्ञानदशापरिपाके एव सम्मतितर्कवृत्तिदर्शितः “आनन्दरूपात्मस्वरूप एव मोक्षः " (स.त. भाग १ / ૧/૧/૬.પૃ.૧૬૦) મુત્તમઃ ચા||૧૦/૧૧||
નિર્દોષ છે. પરંતુ લોકોમાં કે શાસ્ત્રમાં તેવા પ્રકારનો સંવ્યવહાર નથી. અનાદિ-અનંતસ્વરૂપે સૂર્યમંડલસંબંધી ક્રિયાપરિણામોમાં જ કાળનો સંવ્યવહાર પ્રવર્તે છે. તેથી તેનું જ અહીં ગ્રહણ કરવું.” આ સ્વકાળને સુધારીએ #
આધ્યાત્મિક ઉપનય :- જીવાજીવપર્યાવિશેષાત્મક કાળતત્ત્વને જાણી આપણે સ્વપર્યાયાત્મક સ્વકાળને સુધારવા, અનુકૂળ બનાવવા, પરિપક્વ કરવા માટે જ્ઞાનદશાને પ્રગટાવી સ્વકીયજ્ઞાનાદિપર્યાયોને નિર્મળ બનાવવા સદા તત્પર રહેવું જોઈએ. અન્યથા આપણો વિનાશકાળ દૂર નથી. આથી જ ‘મનવા ! તું જ તારો સર્જનહાર' આવી કહેવત પડી હશે ને ! જ્ઞાનદશા પરિપક્વ બને તો જ સમ્મતિતર્કવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ દર્શાવેલ આનન્દાત્મક આત્મસ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૦/૧૧)
લખી રાખો ડાયરીમાં......જ
ધર્મ કરવો પડે તો પણ બુદ્ધિ સગવડને શોધે છે. શ્રદ્ધા કોઈ પણ ક્ષેત્રે અગવડ વેઠીને પણ ધર્મપરિણતિ ટકાવે છે.
• બુદ્ધિ કરવા પડતા ધર્મને આચરણના સ્તરે
કરે છે, પાપને અંતઃકરણના સ્તરે કરે છે. શ્રદ્ધા કરવા પડતા પાપને માત્ર આચરણના સ્તરે જ ગોઠવે છે, ધર્મને અંતઃકરણના સ્તરે સદા પ્રતિષ્ઠિત કરે છે.
વાસના બહારમાં ભટકે છે, અટકે છે, લટકે છે. ઉપાસના બાહ્ય જગતથી છટકે છે, પાપને પટકે છે.