Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४४०
• गतिशीलद्रव्यं न गत्यपेक्षाकारणम् । - तत्तद्गतिपरिणतत्वस्य कारणतावच्छेदकत्वे गौरवात्, तस्य सखण्डत्वात् ।
घटत्व-पटत्वादिना तत्तद्गतिपरिणतद्रव्याणां कारणत्वे तु अननुगमेन महागौरवम् । स वस्तुतस्तु गतिपरिणतद्रव्याणां गतिं प्रति नाऽपेक्षाकारणत्वम्, अपि तूपादानकारणत्वमेवेति म ध्येयम् । म तिर्यग्गतित्वोर्ध्वगतित्वादीनां नीलघटत्ववद् अर्थसमाजसिद्धत्वेन कार्यतानवच्छेदकत्वात् । धर्मास्तिकायकार्यतावच्छेदकता तु तिर्यगूर्खादिगत्यनुगते गतित्वे समस्तीत्यवधेयम् ।
अत्र च नैयायिकादिः वदेत् - 'नास्ति अधर्मास्तिकायः, अनुपलभ्यमानत्वात्, शशविषाणवत्' ।
तदाऽसौ एवं प्रतिक्षेप्तव्यः - कथं भवतोऽपि दिगादयः सन्ति ? । ___ अथ 'दिगादिप्रत्ययकार्यदर्शनात् । भवति हि कार्यात् कारणानुमानम्' इति चेत् ? કારણતાઅવચ્છેદક ધર્મમાં ગૌરવ થશે. કેમ કે તતતતગતિપરિણતત્વ એ સખંડ છે, અખંડ નથી. જ્યારે ધર્માસ્તિકાયને સર્વગતિનું અપેક્ષાકારણ માનવામાં લાઘવ છે. કેમ કે ધર્માસ્તિકાયત્વ અખંડ ધર્મ છે.
| (દ.) જો તે તે ગતિપરિણત ઘટ-પટાદિ દ્રવ્યોને ઘટત્વ-પટવારિરૂપે તે તે ગતિ પ્રત્યે અપેક્ષાકારણ માનવામાં આવે તો કારણતાઅવરચ્છેદકમાં અનનગમના લીધે મહાગૌરવ દોષ આવે.
ગતિના ઉપાદાનકારણનો વિચાર # (વસ્તુ) વાસ્તવમાં તો ગતિપરિણત દ્રવ્યો ગતિ પ્રત્યે અપેક્ષાકારણ નથી પરંતુ ઉપાદાનકારણ જ છે. અહીં તો “ગતિનું અપેક્ષાકારણ કોણ છે?” તેની વિચારણા થઈ રહી છે. તેથી “ગતિપરિણત દ્રવ્યમાં
કયા સ્વરૂપે ગતિકારણતા રહેલી છે?” – આવી પૂર્વપક્ષની વિચારણા પ્રસ્તુતમાં અસ્થાને છે. આ વાતને - ખાસ ધ્યાનમાં રાખવી.
(ત્તિ) બીજી એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે તિર્યગતિત્વ, ઊર્ધ્વગતિત્વ વગેરે ધર્મો તે તો નીલઘટત્વની જેમ અર્થસમાજસિદ્ધ છે, અનેકવિધ કારણસામગ્રીથી પ્રયુક્ત છે. તેથી તે પ્રસ્તુતમાં
કાર્યતાના અવચ્છેદક = નિયામક ન બની શકે. તેથી લાઘવ સહકારથી ધર્માસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક a ફક્ત ગતિત્વ જ બનશે. તિર્યમ્ ગતિ, ઊર્ધ્વ ગતિ વગેરેમાં ગતિત્વ અનુગત જ છે. તેથી ગતિ–ાવચ્છિન્ન પ્રત્યે ધર્માસ્તિકાય દ્રવ્યમાં અપેક્ષાકારણતા માનવી યુક્તિસંગત જ છે. સાદી ભાષામાં એમ કહી શકાય કે સર્વ ગતિ વગેરે પ્રત્યે લાઘવ સહકારથી અનુગત અપેક્ષાકાર તરીકે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો સ્વીકાર કરવો એ જ વ્યાજબી છે. વિજ્ઞ વાચકવર્ગે આ બાબતને સારી રીતે ખ્યાલમાં રાખવી.
છ અધમસ્તિકાય અંગે નૈયાચિકમત નિરાસ આ (સત્ર) પ્રસ્તુતમાં નૈયાયિક વગેરે પ્રતિવાદી જૈનોની સામે એવી દલીલ કરે કે “અધર્માસ્તિકાય નથી. કારણ કે સસલાના શિંગડાની જેમ તે દેખાતું નથી - તો તેનું નિરાકરણ નીચે મુજબ કરવું.
જૈન :- (તા.) જો અધર્માસ્તિકાય દેખાતું નથી માટે ન હોય તો તમારા મતે દિશા વગેરે દ્રવ્ય પણ કઈ રીતે સંભવશે ? કારણ કે તે પણ દેખાતા નથી.
નિયાયિક :- (ક.) દિશા વગેરે ન દેખાવા છતાં દિશા વગેરેના નિમિત્તે ઉત્પન્ન થનારા કાર્યો દેખાવાથી દિશા વગેરેનું અમે અનુમાન કરીએ છીએ. કાર્યથી કારણનું અનુમાન થઈ શકે છે.