SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ १४४० • गतिशीलद्रव्यं न गत्यपेक्षाकारणम् । - तत्तद्गतिपरिणतत्वस्य कारणतावच्छेदकत्वे गौरवात्, तस्य सखण्डत्वात् । घटत्व-पटत्वादिना तत्तद्गतिपरिणतद्रव्याणां कारणत्वे तु अननुगमेन महागौरवम् । स वस्तुतस्तु गतिपरिणतद्रव्याणां गतिं प्रति नाऽपेक्षाकारणत्वम्, अपि तूपादानकारणत्वमेवेति म ध्येयम् । म तिर्यग्गतित्वोर्ध्वगतित्वादीनां नीलघटत्ववद् अर्थसमाजसिद्धत्वेन कार्यतानवच्छेदकत्वात् । धर्मास्तिकायकार्यतावच्छेदकता तु तिर्यगूर्खादिगत्यनुगते गतित्वे समस्तीत्यवधेयम् । अत्र च नैयायिकादिः वदेत् - 'नास्ति अधर्मास्तिकायः, अनुपलभ्यमानत्वात्, शशविषाणवत्' । तदाऽसौ एवं प्रतिक्षेप्तव्यः - कथं भवतोऽपि दिगादयः सन्ति ? । ___ अथ 'दिगादिप्रत्ययकार्यदर्शनात् । भवति हि कार्यात् कारणानुमानम्' इति चेत् ? કારણતાઅવચ્છેદક ધર્મમાં ગૌરવ થશે. કેમ કે તતતતગતિપરિણતત્વ એ સખંડ છે, અખંડ નથી. જ્યારે ધર્માસ્તિકાયને સર્વગતિનું અપેક્ષાકારણ માનવામાં લાઘવ છે. કેમ કે ધર્માસ્તિકાયત્વ અખંડ ધર્મ છે. | (દ.) જો તે તે ગતિપરિણત ઘટ-પટાદિ દ્રવ્યોને ઘટત્વ-પટવારિરૂપે તે તે ગતિ પ્રત્યે અપેક્ષાકારણ માનવામાં આવે તો કારણતાઅવરચ્છેદકમાં અનનગમના લીધે મહાગૌરવ દોષ આવે. ગતિના ઉપાદાનકારણનો વિચાર # (વસ્તુ) વાસ્તવમાં તો ગતિપરિણત દ્રવ્યો ગતિ પ્રત્યે અપેક્ષાકારણ નથી પરંતુ ઉપાદાનકારણ જ છે. અહીં તો “ગતિનું અપેક્ષાકારણ કોણ છે?” તેની વિચારણા થઈ રહી છે. તેથી “ગતિપરિણત દ્રવ્યમાં કયા સ્વરૂપે ગતિકારણતા રહેલી છે?” – આવી પૂર્વપક્ષની વિચારણા પ્રસ્તુતમાં અસ્થાને છે. આ વાતને - ખાસ ધ્યાનમાં રાખવી. (ત્તિ) બીજી એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે તિર્યગતિત્વ, ઊર્ધ્વગતિત્વ વગેરે ધર્મો તે તો નીલઘટત્વની જેમ અર્થસમાજસિદ્ધ છે, અનેકવિધ કારણસામગ્રીથી પ્રયુક્ત છે. તેથી તે પ્રસ્તુતમાં કાર્યતાના અવચ્છેદક = નિયામક ન બની શકે. તેથી લાઘવ સહકારથી ધર્માસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક a ફક્ત ગતિત્વ જ બનશે. તિર્યમ્ ગતિ, ઊર્ધ્વ ગતિ વગેરેમાં ગતિત્વ અનુગત જ છે. તેથી ગતિ–ાવચ્છિન્ન પ્રત્યે ધર્માસ્તિકાય દ્રવ્યમાં અપેક્ષાકારણતા માનવી યુક્તિસંગત જ છે. સાદી ભાષામાં એમ કહી શકાય કે સર્વ ગતિ વગેરે પ્રત્યે લાઘવ સહકારથી અનુગત અપેક્ષાકાર તરીકે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો સ્વીકાર કરવો એ જ વ્યાજબી છે. વિજ્ઞ વાચકવર્ગે આ બાબતને સારી રીતે ખ્યાલમાં રાખવી. છ અધમસ્તિકાય અંગે નૈયાચિકમત નિરાસ આ (સત્ર) પ્રસ્તુતમાં નૈયાયિક વગેરે પ્રતિવાદી જૈનોની સામે એવી દલીલ કરે કે “અધર્માસ્તિકાય નથી. કારણ કે સસલાના શિંગડાની જેમ તે દેખાતું નથી - તો તેનું નિરાકરણ નીચે મુજબ કરવું. જૈન :- (તા.) જો અધર્માસ્તિકાય દેખાતું નથી માટે ન હોય તો તમારા મતે દિશા વગેરે દ્રવ્ય પણ કઈ રીતે સંભવશે ? કારણ કે તે પણ દેખાતા નથી. નિયાયિક :- (ક.) દિશા વગેરે ન દેખાવા છતાં દિશા વગેરેના નિમિત્તે ઉત્પન્ન થનારા કાર્યો દેખાવાથી દિશા વગેરેનું અમે અનુમાન કરીએ છીએ. કાર્યથી કારણનું અનુમાન થઈ શકે છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy