________________
१०/५
* स्थितिः नाऽऽकाशजन्या
एवं सति स्थितिलक्षणकार्यदर्शनादयमप्यस्तीति किं न गम्यते ?
अथ 'तत्र दूरत्वाऽन्तिकत्वादिबोधलक्षणस्य दिगादिप्रत्ययकार्यस्य अन्यतोऽसम्भवात् कारणभूतान् 可 दिगादीन् अनुमिमीमह' इति मतिः ?
तर्हि इहापि ‘आकाशादीनाम् अवगाहदानादिस्व-स्वकार्यव्यापृतत्वेन ततोऽसम्भवत् स्थितिलक्षणं म् कार्यमधर्मास्तिकायस्यैवे 'ति किं नानुमीयते ?
अथ असौ न कदाचिद् दृष्टः, न एतद् दिगादिष्वपि समानम् ।
OT
यदि च सौत्रान्तिकाभिधानः सौगतोऽधर्मास्तिकायं प्रतिक्षिपेत्, तदा स एवं प्रतिक्षेप्तव्यः भवतः कथं बाह्यार्थसिद्धि: ? न हि कदाचिदसौ प्रत्यक्षादिगोचरः, साकारज्ञानवादिनः सदा तदाकारस्यैव संवेदनात्। तथा च तस्याप्यनुपलभ्यमानत्वाद् अभाव एव भवेत् ।
એવું તમે અનુમાન
१४४१
:- (i.) તો પછી સ્થિતિસ્વરૂપ કાર્ય દેખાવાથી અધર્માસ્તિકાય છે પ્રમાણથી કેમ નથી જાણતા ?
રૈયાયિક :- (થ.) દૂરત્વબુદ્ધિ, સમીપત્વબોધ વગેરે સ્વરૂપ દિશાદિનિમિત્તક કાર્ય બીજા કારણથી સંભવી શકતા નથી. માટે અમે દિશા વગેરેનું અનુમાન કરીએ છીએ. :- (k.) આવું તો અધર્માસ્તિકાયમાં પણ સંભવે છે. તે આ રીતે આકાશ વગેરે દ્રવ્યો અવગાહનાદાન વગેરે પોતપોતાનું કાર્ય કરવામાં પરોવાયેલા છે. તેથી તેમના દ્વારા સ્થિતિ કાર્યની ઉત્પત્તિનો સંભવ નથી. તેથી જીવ-પુદ્ગલની સ્થિતિ અધર્માસ્તિકાયનું જ કાર્ય છે - તેવી અનુમિતિ થઈ શકે છે. તો તમે શા માટે તેવી અનુમતિ નથી કરતા ? કનૈયાયિક :
CU
હું :- (થ.) અધર્માસ્તિકાયની અનુમિતિ ન થાય. કેમ કે તે ક્યારેય દેખાતું નથી. જૈન :- (ન.) આ વાત તો દિશામાં પણ સમાન છે. દિશા વગેરે પણ ક્યારેય કોઈને દેખાતા નથી. તો પછી તેનો સ્વીકાર પણ તમે નહિ કરી શકો. તેથી તુલ્યન્યાયથી દિશા વગેરે દ્રવ્યોની જેમ સુ અધર્માસ્તિકાયનો નૈયાયિકે સ્વીકાર કરવો જરૂરી છે. આ રીતે અધર્માસ્તિકાયનો અપલાપ કરતા રૈયાયિક, વૈશેષિકનું પ્રતિબંદીથી નિરાકરણ કરવું.
* અધર્માસ્તિકાય અંગે બૌદ્ધમતનિરાસ
-
-
(વિ.) જો સૌત્રાન્તિક નામનો બૌદ્ધ અધર્માસ્તિકાયનો અપલાપ કરે તો તેનું નિરાકરણ નીચે મુજબ કરવું. જૈન :- હે સૌત્રાન્તિક બૌદ્ધો ! તમે તો બાહ્યાર્થનું પ્રત્યક્ષ માનતા નથી. તો પછી તમારા મતે બાહ્યાર્થની સિદ્ધિ કઈ રીતે થશે ? સાકારજ્ઞાનવાદી જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાનોના મત મુજબ તો બાહ્ય અર્થ પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય જ નથી બનતો. તેઓના મતે કાયમ અર્થાકા૨વાળા જ્ઞાનનું જ સંવેદન થાય છે. તેથી ન દેખાવાથી જો તમે બાહ્યાર્થવાદી સૌત્રાન્તિકો અધર્માસ્તિકાયનો અપલાપ કરો છો તો યોગાચારના મત મુજબ અનુપલભ્યમાન હોવાથી બાહ્ય અર્થનો પણ તમારે (= સૌત્રાન્તિક બૌદ્ધોએ) અપલાપ જ કરવો પડશે. પરંતુ તમે તો બાહ્ય ક્ષણિક અર્થને માનો છો. તો તેની સિદ્ધિ જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર સમક્ષ કઈ રીતે કરશો ?