Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
DE
* अलोकाकाशे नित्यस्थित्यापत्तिः
o ૦૨૭
“ધર્માસ્તિકાયાભાવપ્રયુક્તગત્યભાવ અલોકઈ સ્થિતિભાવ” – ઇમ કહિઇં તો અલોકાકાશઇં કોઇક સ્થાનઈ ગતિ વિના પુદ્ગલ-(જંતુની=) જીવ દ્રવ્યની નિત્ય સ્થિતિ (હોવઈ=)પામી જોઇઈ.
બીજું, ગતિ-સ્થિતિ સ્વતંત્ર પર્યાયરૂપ છઈ, જિમ ગુરુત્વ-લઘુત્વ. એકનઈં એકાભાવરૂપ કહતાં, परं गतिविरहे तेषां स्थितेः स्वाभाविकत्वम् । अतः न तदर्थं सहायकद्रव्यकल्पनाऽऽवश्यकी । इत्थं धर्मास्तिकायोपगृहीताया गतेरभाव एव स्थितिरिति स्थितिकृते नाऽधर्मकल्पनाऽऽवश्यकीति चेत् ? अलोकाकाशे तयोः
=
न एवं सति क्वचिद् जीव-पुद्गलयोः गतिं विना एव धर्मास्तिकायाभावप्रयुक्तगत्यभावादेव नित्या अपि स्थितिः स्यात् = प्रसज्येत।
किञ्च, गुरुत्व-लघुत्वयोरिव गति - स्थित्योः स्वतन्त्रपर्यायरूपतैव शास्त्रकृतां समाम्नाता, न तु गतेरभावः स्थितिः, अन्यथा विनिगमनाविरहेण कस्मात् स्थित्यभावस्य गतिरूपता न स्यात् ?
न हि ‘गतेरेव भावरूपता न तु स्थितेः' इत्यत्र किञ्चित् प्रमाणमस्ति ।
१४५४
=
=
=
છે. પરંતુ ગતિ ન હોય ત્યારે સ્થિતિ સહજ હોય, સ્વતઃ હોય. તેથી તેના માટે સહાયક દ્રવ્યની આવશ્યકતા નથી. આમ ગતિ સ્વાભાવિક ન હોવાથી ધર્માસ્તિકાયદ્રવ્ય જીવ-અજીવની ગતિમાં સહાય કરે છે. તેથી ધર્માસ્તિકાયથી ઉપકૃત એવી ગતિનો અભાવ એ જ સ્થિતિ છે. તેથી ગતિના અભાવ સ્વરૂપ સ્થિતિની સંગતિ કરવા અધર્માસ્તિકાયની કલ્પના આવશ્યક નથી. જેમ નૈયાયિકમતે પ્રકાશનો અભાવ એ જ અંધકાર છે, તેમ અમારા મતે ગતિનો અભાવ એ જ સ્થિતિ છે. તેથી સ્થિતિના કારણની આવશ્યકતા રહેતી નથી. ગતિનો અભાવ સ્થિતિ નથી
CIL
ઉત્તરપક્ષ :- (ī, વં.) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે ગતિના અભાવને સ્થિતિ માનવામાં આવે તો અલોકાકાશમાં ધર્માસ્તિકાય ન હોવાથી ધર્માસ્તિકાયઅભાવપ્રયુક્ત ગતિઅભાવ હોવાના કારણે જ ત્યાં જીવની અને પુદ્ગલની નિત્ય એવી પણ સ્થિતિ સિદ્ધ થવાની આપત્તિ આવશે. કારણ કે તમે ગતિઅભાવને જ સ્થિતિ માનો છો. જેમ નૈયાયિકમતે જ્યાં પ્રકાશ ન હોય ત્યાં પ્રકાશઅભાવાત્મક અંધકાર અવશ્ય હોય છે તેમ અલોકાકાશમાં જીવની અને પુદ્ગલની ગતિ ન હોવાથી ત્યાં જીવ અને પુદ્ગલની સ્થિતિ માનવાની આપત્તિ અનિવાર્ય બને છે. તથા અલોકાકાશમાં ક્યારેય પણ ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં કાયમ જીવની ગતિનો અભાવ હોય છે. તેથી જીવની અને પુદ્ગલની ગતિશૂન્યતાસ્વરૂપ સ્થિતિને કાયમ અલોકાકાશમાં માનવાની આપત્તિ દુર્વાર બનશે.
Ø ગતિ-સ્થિતિ સ્વતન્ત્ર પર્યાય છે છ
(વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે ‘જેમ ગુરુત્વ અને લઘુત્વ આ બન્ને સ્વતંત્ર પર્યાયો છે, તેમ ગતિ અને સ્થિતિ પણ સ્વતંત્ર પર્યાય જ છે' - આ પ્રમાણે જૈન શાસ્ત્રકારોને માન્ય છે. પરંતુ ‘ગતિનો અભાવ = સ્થિતિ’ - આવું જૈન શાસ્ત્રકારોને માન્ય નથી. બાકી તો વિનિગમક (અન્યતર૫ક્ષનિર્ણાયક તર્ક) ન હોવાથી જેમ ગતિનો અભાવ સ્થિતિ કહેવાય છે, તેમ સ્થિતિનો અભાવ ગતિ કેમ ન કહેવાય ? કારણ કે ‘ગતિ જ ભાવસ્વરૂપ છે, પરંતુ સ્થિતિ ભાવસ્વરૂપ નથી’ - આ બાબતમાં કોઈ પ્રમાણ વિદ્યમાન નથી. ♦ પુસ્તકોમાં ‘સ્થિત્યભાવ' અશુદ્ધપાઠ.