Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* अतीन्द्रियस्याऽपि क्षयोपशमविशेषेण भानम् तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदनतिसन्धानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं स प्रतिसन्धायोक्तव्यवहाराच्च ।
तत्तु नाऽनवद्यम्, “इत्थं पतत्रिप्रभृतेः दर्शिताभावनिष्ठत्वाऽभ्युपगमेन ' इह गगने पतत्री' इत्येवमनुभूयमानद्रव्यात्मकाऽऽधारांशाऽपलापप्रसङ्गात् ।
All
१४६४
१०/८
तत्तद्देशोर्ध्वभागावच्छिन्नमूर्त्तद्रव्याऽभावाद्यप्रतिसन्धानेऽपि 'गगने तत्रैव पतत्री' इत्येवं सार्वलौकिकस्वारसिकव्यवहारेण आकाशदेशविशेषमवच्छेदकविधया प्रतिसन्धाय उक्तव्यवहाराच्च ।
न चाऽऽकाशदेशस्याऽतीन्द्रियत्वेनाऽवच्छेदकप्रतीत्यनुपपत्तिरिति वाच्यम्,
इन्द्रियजन्यबुद्धौ तादृशस्याऽपि क्षयोपशमविशेषेण विशेष्याऽऽकृष्टतया भानात्, न्यायमते चन्दनचाक्षुषप्रत्यक्षे ज्ञानलक्षणया प्रत्यासत्त्या उपनीतस्य चक्षुरयोग्यस्याऽपि सौरभस्येव” (शा.वा.स. स्त. ७/का.१/पृ.११) થતાં ‘સવારે પંખી જ્યાં હતું ત્યાં જ મધ્યાહ્ન સમયે છે' - આવી પ્રત્યભિજ્ઞાની આપત્તિ રહેતી નથી. આમ પંખીના આધાર તરીકે આકાશદ્રવ્યનો સ્વીકાર કરવાની આવશ્યકતા રહેતી નથી.”
* વર્ધમાન ઉપાધ્યાયના મતનું નિરાકરણ
(તત્તુ.) વર્ધમાન ઉપાધ્યાયનો ઉપરોક્ત મત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે વર્ધમાન ઉપાધ્યાયે જણાવ્યું તે રીતે પંખી વગેરેને તે તે સ્થાનમાં ઉપરિતન ભાગથી અવિચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવમાં રહેલા માનવામાં આવે તો ‘અહીં આકાશમાં પંખી છે' - આ પ્રમાણે સર્વલોકપ્રસિદ્ધ પ્રતીતિમાં પંખીના આધાર તરીકે અનુભૂયમાન દ્રવ્યાત્મક ગગનનો અપલાપ થવાની આપત્તિ આવશે.
=
(તત્ત.) વળી, તે તે દેશના ઉપપરતન ભાગથી અવિચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવ વગેરેનું અનુસંધાન ન થવા છતાં પણ સર્વ લોકો ‘આકાશમાં અત્યારે ત્યાં જ પંખી છે કે જ્યાં તે સવારે હતું' - આ પ્રમાણે સ્વરસથી સ્વેચ્છાથી વ્યવહાર = વાક્યપ્રયોગ કરે છે. તેનાથી ફલિત થાય છે કે આકાશના અમુક ચોક્કસ પ્રકારના ભાગને જ (આકાશદેશવશેષને) અવચ્છેદક રૂપે ખ્યાલમાં રાખીને ઉપરોક્ત વ્યવહાર થાય છે. તેથી પંખીના આધારભૂત આકાશના અમુક ભાગનું અવચ્છેદકરૂપે અવગાહન કરીને ‘આકાશમાં ત્યાં જ પંખી છે’ – ઈત્યાદિ પ્રતીતિ-પ્રત્યભિજ્ઞા-વ્યવહાર થાય છે. તેથી તે તે સ્થાનના ઉપરિતન ભાગથી અવચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવને પંખીનો આધાર માનવાની વર્ધમાન ઉપાધ્યાયની વાત વ્યાજબી નથી. શંકા :- (ન ચા.) આકાશ અને આકાશનો ભાગ = દેશ અતીન્દ્રિય હોવાથી ‘આકાશમાં ત્યાં જ પંખી છે’ - આવી પ્રત્યક્ષાત્મક પ્રતીતિ વગેરેમાં અવચ્છેદક તરીકે તેનું ભાન થવું સંગત નથી. અર્થાત્ પંખીના અવચ્છેદકરૂપે આકાશના અમુક ભાગને પોતાનો વિષય બનાવનારી પ્રતીતિ પ્રત્યક્ષાત્મક બની નહિ શકે.
* ક્ષયોપશમવિશેષથી આકાશનું પ્રત્યક્ષ
સમાધાન :- (રૂન્દ્રિય.) તમારી વાત વ્યાજબી નથી. કેમ કે ઈન્દ્રિયજન્ય બુદ્ધિમાં અતીન્દ્રિય દેશનો પણ વિશેષ પ્રકારના ક્ષયોપશમથી વિશેષ્યના સંબંધી રૂપે ભાન થઈ શકે છે. સુગંધ ચક્ષુઈન્દ્રિય માટે અયોગ્ય = અગ્રાહ્ય હોવા છતાં પણ ન્યાયમતમાં જ્ઞાનલક્ષણા પ્રત્યાસત્તિથી ઉપનીત સુગંધનું ચંદનના ચાક્ષુષ પ્રત્યક્ષમાં ભાન થઈ શકે છે તેમ જૈનમતમાં ચક્ષુઈન્દ્રિય માટે અયોગ્ય એવા આકાશદેશનું ‘આકાશમાં ત્યાં જ પંખી