Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
o ૦૨૭
* धर्मद्रव्याभावस्य न स्थितिहेतुता
વિશેષગ્રાહક પ્રમાણ નથી. તે માટઇં કાર્યભેદઇ અપેક્ષાકારણદ્રવ્યભેદ અવશ્ય માનવો. *ધર્માસ્તિકાયાભાવપ્રયુક્તગત્યભાવŪ સ્થિતિભાવ- કહી, *નિરંતર સ્થિતિહેતુ અધર્માસ્તિકાય ન હૈં * અધર્માસ્તિકાય અપલપિઇં; તો અધર્માસ્તિકાયાભાવપ્રયુક્તસ્થિત્યભાવŪ ગતિભાવ કહી ધર્માસ્તિકાયનો પણિ અપલાપ થાઇ.
કહીએ
=
१४५५
एतेन तमसः तेजोऽभावरूपताऽपि प्रत्याख्याता, विनिगमनाविरहेण तेजसोऽन्धकाराभावरूपता-पु पत्तेः। तस्मात् प्रकृते गति-स्थितिपदवाच्ययोः उभयोरपि भावरूपतैव स्वीकर्तव्या । इत्थं विशेषग्राहकप्रमाणतः गति-स्थितिलक्षणकार्यभेदेन तदपेक्षाकारणद्रव्यभेदसिद्धिरपि अनाविलैव ।
यदि च स्थित्यपेक्षाकारणं धर्मास्तिकायाभावः धर्मास्तिकायद्रव्याभावप्रयुक्तगत्यभावात्मकश्च स्थिति - भाव इत्युक्त्याऽधर्मास्तिकायद्रव्यमपलप्यते तर्हि गत्यपेक्षाकारणमधर्मास्तिकायाभावः अधर्मास्तिकायाभाव- शु प्रयुक्तस्थित्यभावात्मकश्च गतिभाव इत्युक्त्या धर्मास्तिकायद्रव्यमपलपतो मुखं पिधातुमशक्यमेव स्यात्, युक्तेरुभयत्रैव तुल्यत्वात् ।
(તેન.) આ રીતે વિનિગમનાવિરહને કહેવાથી ‘અંધકાર પ્રકાશઅભાવ સ્વરૂપ છે' આવી નૈયાયિકની માન્યતાનું પણ નિરાકરણ થઈ જાય છે. કારણ કે વિનિગમક તર્ક ન હોવાથી પ્રકાશને અંધકારઅભાવ સ્વરૂપ માનવાની આપત્તિ નૈયાયિકના પક્ષમાં મોઢું ફાડીને ઉભી જ રહે છે. તેથી પ્રસ્તુતમાં ‘ગતિ’ શબ્દનો વાચ્યાર્થ અને ‘સ્થિતિ’ શબ્દનો વાચ્યાર્થ - આ બન્નેય ને ભાવસ્વરૂપ જ માનવા જરૂરી છે. આમ ભેદગ્રાહક પ્રમાણની અપેક્ષાએ ગતિ અને સ્થિતિ સ્વરૂપ કાર્ય જુદા જુદા સ્વતંત્ર હોવાથી તે બન્નેના અપેક્ષાકારણભૂત દ્રવ્ય પણ જુદા જુદા સિદ્ધ થાય છે. આમ ગતિનિમિત્તકારણ સ્વરૂપ ધર્માસ્તિકાય અને સ્થિતિનિમિત્તકારણ સ્વરૂપ અધર્માસ્તિકાય આ બન્ને દ્રવ્યમાં ભેદની સિદ્ધિ પણ અવ્યાહત જ છે. # ધર્મ-અધર્મદ્રવ્યના પરસ્પર અપલાપની આપત્તિ
=
(લિ 7.) જો ધર્માસ્તિકાયના અભાવને સ્થિતિનું અપેક્ષાકારણ માનવામાં આવે અને ધર્માસ્તિકાય દ્રવ્યના અભાવથી પ્રયુક્ત એવા ગતિઅભાવને જ જો સ્થિતિ કહેવામાં આવે તથા આ રીતે સ્થિતિની સંગતિ કરીને અધર્માસ્તિકાયદ્રવ્યનો અપલાપ કરવામાં આવે તો ‘અધર્માસ્તિકાયનો અભાવ ગતિનું અપેક્ષાકારણ છે તથા અધર્માસ્તિકાયદ્રવ્યના અભાવથી પ્રયુક્ત તેવો સ્થિતિઅભાવ એ જ ગતિપર્યાય છે’
આવું કહેવા દ્વારા ગતિની સંગતિ કરીને ધર્માસ્તિકાય દ્રવ્યનો અપલાપ કરનાર માણસનું મોઢું બંધ કરવું તમારા માટે અશક્ય જ બની જશે. કારણ કે યુક્તિ તો બન્ને પક્ષમાં તુલ્ય જ છે. તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બન્નેને સ્વતન્ત્ર દ્રવ્ય તરીકે માનવા જરૂરી છે.
ઉપરોક્ત દોષનું નિરાકરણ કરવા માટે અધર્માસ્તિકાયને નહિ માનનારા નીચે મુજબ દલીલ કરે છે.
♦ પુસ્તકોમાં અહીં ‘ધર્માસ્તિકાયાભાવરૂપ કહતાં’ આટલો પાઠ વધુ છે જે અનાવશ્યક અને ભ્રામક છે. કો.(૯+૧૦+૧૧) + સિ. + લા.(૨) મુજબ પાઠ લીધેલ છે. I લી.(૧+૨+૩)માં ‘સ્થિત્યભાવ’ અશુદ્ધ પાઠ. ..... * ચિહ્નદ્રયમધ્યવર્તીપાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. આ પુસ્તકોમાં ‘સ્થિતિભાવઈ’ અશુદ્ધ પાઠ.કો.(૯+૧૦+૧૧+૧૩) + સિ.નો પાઠ લીધો છે. આ પુસ્તકોમાં ‘ગત્યભાવ' અશુદ્ધ પાઠ.
*