Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/५ • सर्वकर्मक्षयजन्य: ऊर्ध्वगतिपरिणामः ।
१४३९ વંથળછેયાયાપુ, () નિરિંથાયા), (૬) પુદ્ગણોને કમ્પસ પતી જ્ઞાતિ” (મ.ફૂ.૭/૧/પ્રશ્ન-99) इति भगवतीसूत्रवचनात् । तदुक्तं तत्त्वार्थसूत्रेऽपि “पूर्वप्रयोगात्, असङ्गत्वात्, बन्धच्छेदात्, तथागतिપરિણામઘુ તત્ તિઃ” (ત.ફૂ.૩૦/૬) તિા
न च ऊर्ध्वगतिपरिणाम एव कर्मरहितस्याऽसिद्ध इति शङ्कनीयम्,
यतः “यथा हि समस्तकर्मक्षयाद् अपूर्वं सिद्धत्वपरिणामं जीवः समासादयति तथा ऊर्ध्वगतिपरिणाममपि" (વિ.મ.મી.૭૮૪૪ મ.વૃ) રૂતિ વિશેષાવયમાધ્યમનધારવૃત્ત વ્યરુમ્ |
यथोक्तम् आवश्यकनियुक्तौ पूर्वप्रयोगादिहेतुकसिद्धगतिसमर्थनकृते सोदाहरणं “लाउअ एरंडफले कृ अग्गी धूमे उसू धणुविमुक्के । गइ पुव्वपओगेणं एवं सिद्धाणवि गईओ।।” (आ.नि.९५७) इति । स्थितिपरिणामाच्च तेषां स्थितिः। तत्र च तयोरेवापेक्षाकारणत्वमिति लाघवात्सिद्धम् ।
न चोर्ध्वाऽधःप्रभृतिगतिषु तत्तद्गतिपरिणतद्रव्याणामेव अपेक्षाकारणतास्त्विति शङ्कनीयम्,
ઉત્તર :- “હે ગૌતમ ! (૧) નિઃસંગતાના લીધે, (૨) નિરંજનપણાના (= નીરાગતાના) લીધે, (૩) ગતિપરિણામથી, (૪) બંધનનો છેદ થવાથી, (૫) નિરિધનપણાથી (= કર્મરૂપી ઈંધનથી છૂટવાના લીધે) અને (૬) પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની ગતિ બતાવેલી છે. તેથી જ તત્ત્વાર્થસૂત્રમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે પણ જણાવેલ છે કે “(૧) પૂર્વ પ્રયોગથી, (૨) અસંગપણાથી, (૩) કર્માદિ બંધનોનો વિચ્છેદ થવાથી તેમજ (૪) તથાવિધ ગતિપરિણામથી સિદ્ધ ભગવંતોની ગતિ થાય છે.'
જિજ્ઞાસા :- (૪) કર્મરહિત એવા સિદ્ધ ભગવંતમાં ઊર્ધ્વગતિ પરિણામ જ અમારી સમજણમાં આવતો નથી. અમારા મતે સૌપ્રથમ તે જ અસિદ્ધ છે.
* કર્મક્ષચનિમિત્તે સિદ્ધમાં ઊર્ધ્વગતિપરિણામ # સમાધાન :- (વ.) તમારી જિજ્ઞાસાના સમાધાન માટે વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે “જેમ સમસ્ત કર્મના ક્ષયથી અપૂર્વ સિદ્ધત્વપરિણામને જીવ પ્રાપ્ત કરે છે, તેમ સર્વકર્મનાશથી ઊર્ધ્વગતિપરિણામને પણ મેળવે છે.”
૪ સિદ્ધગતિ માટે ઉદાહરણ પ્રદર્શન જ (ચો.) આવશ્યકનિયુક્તિ ગ્રંથમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ ‘પૂર્વપ્રયોગ' નામના હેતુથી સિદ્ધગતિનું સમર્થન કરવા માટે જણાવેલ છે કે “(૧) તુંબડું, (૨) એરંડિયાનું ફળ, (૩) અગ્નિ, (૪) ધૂમાડો, (૫) ધનુષ્યમાંથી છૂટેલ બાણ - આ પાંચેયની ગતિની જેમ સિદ્ધ ભગવંતોની પણ પૂર્વપ્રયોગથી ગતિ પ્રવર્તે છે.” પાંચેય ઉદાહરણ સ્પષ્ટ જ છે. તે જ રીતે સ્થિતિ પરિણામના લીધે સિદ્ધ ભગવંતોની સિદ્ધશિલાની ઉપર લોકાગ્રભાગે સાદિ-અનંત કાળ સુધી સ્થિરતા રહે છે. તથા તે ગતિ અને સ્થિતિ પ્રત્યે ક્રમશઃ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય કારણ છે - આવું લાઘવ પ્રમાણથી સિદ્ધ થાય છે.
(ચો.) “ઉપર-નીચે જુદી જુદી ગતિ વગેરે પ્રત્યે તે તે ગતિપરિણત દ્રવ્યો જ ફક્ત અપેક્ષાકારણ છે' - એવું માનવામાં આવે તો તત્ તત્ ગતિપરિણતત્વને કારણતાઅવચ્છેદક ધર્મ તરીકે માન્ય કરવાથી 1. अलाबुः एरण्डफलम् अग्निः धूम इषुः धनुर्विमुक्तः। गतिः पूर्वप्रयोगेण एवं सिद्धानामपि गतयः।।