Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦/૬
. एकविशिष्टापरत्वेन हेतुत्वापाकरणम् ।
१४४७ तस्य च गतिहेतुत्वे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्याद् इति न किञ्चिदेतत्।” श
प्रकृतकारणतावच्छेदकधर्मगौरवे फलमुखत्वस्यैवाऽसिद्धेः, लोकाकाशत्वेन गतिहेतुत्वे धर्मास्तिकायद्रव्यस्यैवाऽसिद्धेः, तदसिद्धौ च लोकाकाशस्याऽप्यसिद्धिरेव, तस्य तदवच्छिन्नत्वात् ।
न चाऽस्तु अधर्मास्तिकायविशिष्टाकाशस्यैव लोकाकाशत्वमिति धर्मास्तिकायाऽसिद्धौ अपि का । नः क्षतिः ? प्रत्युत तदकल्पनाल्लाघवमिति वाच्यम्,
एवमेकविशिष्टाऽपरत्वेन हेतुत्वस्वीकारे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुतास्वीकारापत्तेः, ॐ ગતિકારણતાઅવચ્છેદક માનવામાં ગૌરવ આવે. તેમ છતાં પણ “લોકાકાશ ગતિનું કારણ છે' - આ પ્રમાણે અમે માનીએ છીએ. તેનું કારણ એ છે કે આવું માનવામાં કારણતાઅવચ્છેદકધર્મમાં જે ગૌરવ ઉપસ્થિત થાય છે કે ફલમુખ ગૌરવ છે. ફલમુખ ગૌરવ દાર્શનિક જગતમાં દૂષણરૂપ બનતું નથી. તેથી લોકાકાશમાં લોકાકાશત્વરૂપે = ધર્માસ્તિકાયવિશિષ્ટઆકાશત્વરૂપે કારણતાનો સ્વીકાર વ્યાજબી છે.
સમાધાન :- (પ્રવૃત) લોકાકાશત્વને ગતિકારણતાઅવચ્છેદક માનવામાં ઉપસ્થિત થતા ગૌરવને તમે ફલમુખ ગૌરવ કહો છો તે વાત જ અસિદ્ધ છે. કારણ કે કાર્ય-કારણભાવનો નિશ્ચય પ્રમાણ દ્વારા થયા બાદ ઉપસ્થિત થતું ગૌરવ એ ફલમુખ ગૌરવ કહેવાય છે. કાર્ય-કારણભાવનો નિશ્ચય થયા પૂર્વે જ અથવા કાર્ય-કારણભાવનો નિશ્ચય કરતી વખતે જે ગૌરવ ઉપસ્થિત થાય તેને ફલમુખ ગૌરવ ન કહેવાય. પ્રસ્તુતમાં ગતિનું કારણ કોણ છે ? આ વિષયની વિચારણા ચાલી રહી છે. જો લોકાકાશ લોકાકાશત્વરૂપે = ધર્માસ્તિકાયવિશિષ્ટઆકાશત્વરૂપે ગતિકારણ હોય તો ધર્માસ્તિકાય દ્રવ્ય જ સિદ્ધ નહિ નું થઈ શકે. કારણ કે ધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ જ ગતિની અન્યથા અનુપપત્તિ દ્વારા થાય છે. જો લોકાકાશ ગતિકારણ હોય તો ધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ કરવાનું કોઈ પ્રયોજન જ રહેતું નથી. કેમ કે લોકાકાશ છે. દ્વારા જ જીવાદિની ગતિ સંભવી શકશે. તથા ધર્માસ્તિકાય દ્રવ્ય જ જો અસિદ્ધ હોય તો લોકાકાશની પણ અસિદ્ધિ જ થશે. કારણ કે લોકાકાશ ધર્માસ્તિકાયથી અવચ્છિન્ન છે. ધર્માસ્તિકાય અસિ ધર્માસ્તિકાયઅવચ્છિન્ન આકાશખંડ સ્વરૂપ લોકાકાશની સિદ્ધિ કઈ રીતે થઈ શકે ? તેથી લોકાકાશત્વરૂપે ગતિકારણતા પ્રમાણ દ્વારા સિદ્ધ થઈ શકતી નથી. તેથી લોકાકાશત્વરૂપે ગતિકારણતાનો સ્વીકાર કરવામાં કારણતાઅવચ્છેદકધર્મકોટિમાં જ ગૌરવદોષ ઉપસ્થિત થાય છે તેને ફલમુખ ગૌરવ કહી શકાતું નથી.
તર્ક :- (વાગતુ) તમે જણાવો છો તે રીતે ધર્માસ્તિકાયની અસિદ્ધિ થવાથી લોકાકાશની અસિદ્ધિ થવાનો કોઈ અનિષ્ટ પ્રસંગ આવવાની સંભાવના નથી. કેમ કે ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશને લોકાકાશ માનવાના બદલે અધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશને જ લોકાકાશ માની શકાય છે. તેથી ધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ ન થાય તો કોઈ પણ ક્ષતિ આવતી નથી. ઊલટું ધર્માસ્તિકાય દ્રવ્યની કલ્પના ન કરવાના કારણે અમારા મતમાં લાઘવ સિદ્ધ થાય છે. તેથી અધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશત્વરૂપે ગતિ હેતુતાનો સ્વીકાર કરવામાં કોઈ દોષ આવતો નથી.
હS એકવિશિષ્ટઅપરત્વરવરૂપે કારણતાકલ્પના અસંગત હૃ8 તથ્ય :- (વિ.) તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે આ રીતે એકવિશિષ્ટઅપરત્વરૂપે હેતુતાનો * કો.(૧૩)માં “તચેવ પાઠ અશુદ્ધ છે.