Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/६
* वादवारिधिगतकारणतावादसंवादः
તે માટઈં ગતિનિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય અવશ્ય ‘કરીનઈ માનવું જોઈઈ. ૧૦/૬ા રા न युक्तम्, अन्यथासिद्धत्वापत्तेः, अन्यं प्रति कारणत्वग्रहोत्तरमेव प्रकृतकार्यं प्रति पूर्ववृत्तित्वग्रहात्। प तदुक्तं गदाधरेण कारणतावादे “ अन्यं प्रति पूर्ववर्तित्वे ज्ञाते एव यद्रूपावच्छिन्नस्य प्रकृतकार्यं प्रति पूर्ववर्तिताग्रहः तद्रूपावच्छिन्नं तत्कार्यं प्रति अन्यथासिद्धम्, यथा ज्ञानादिकं प्रत्याकाशत्वाद्यवच्छिन्नम्” (वादवारिधि - का.वा. पृ. २०२) इति । यथा चैतत् तथा व्युत्पादितमस्माभिः जयलताभिधानायां स्याद्वादरहस्यवृत्ती ( म.स्या. रह. भाग-३/पृ.८४७)। ततश्च गतिनियामकतया धर्मास्तिकायद्रव्यम् अवश्यम् अभ्युपगन्तव्यम् ।
કારણ કે અવગાહિનિમત્તકારણતારૂપે સિદ્ધ થનાર આકાશ ગતિકાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ બને. કારણ કે અન્ય (= અવગાહનાકાર્ય) પ્રત્યે કારણતાનો નિશ્ચય થયા બાદ જ પ્રસ્તુત ગતિકાર્ય પ્રત્યે આકાશમાં પૂર્વવૃત્તિતાનો = કારણતાનો = નિમિત્તકારણતાનો નિશ્ચય તમે કરી રહ્યા છો. તેથી પ્રસ્તુતમાં ગતિકાર્ય પ્રત્યે આકાશની અન્યથાસિદ્ધિ સ્પષ્ટ છે. કારણતાવાદમાં ગદાધરે જણાવેલ છે કે અન્ય કાર્ય પ્રત્યે પૂર્વવૃત્તિતાનું = કારણતાનું જ્ઞાન થાય પછી જ જે પદાર્થમાં = વિવક્ષિત પદાર્થતાઅવચ્છેદકવિશિષ્ટમાં = વિવક્ષિતકાર્યનિરૂપિતકારણતાવિશિષ્ટમાં અમુક કાર્ય પ્રત્યે પૂર્વવૃત્તિતાનું ભાન થાય તો વિવક્ષિતકાર્યનિરૂપિતકારણતાવિશિષ્ટ તે પદાર્થ પ્રસ્તુત અમુક કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ = અકારણ સાબિત થાય છે. જેમ કે જ્ઞાનાદિ કાર્ય પ્રત્યે આકાશત્વાદિઅવચ્છિન્ન પદાર્થ અન્યથાસિદ્ધ છે.' આ બાબત જે પ્રમાણે છે, તે પ્રમાણે અમે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્યની જયલતા વ્યાખ્યામાં વિસ્તારથી સમજાવેલ છે. તેથી ગતિનિયામકરૂપે ધર્માસ્તિકાયદ્રવ્યને અવશ્ય માનવું જોઈએ - તેવું અહીં તાત્પર્ય છે.
=
અન્યથાસિદ્ધિની સ્પષ્ટતા
al
સ્પષ્ટતા :- વાદવારિધિ નામના ગ્રંથમાં અનેક વિદ્વાનોના અનેક વાદસ્થલો ઉપલબ્ધ થાય છે. તેમાં ગદાધર નામના નવ્યનૈયાયિકનો કારણતાવાદ પણ ઉપલબ્ધ થાય છે. તેમાં જ્ઞાન વગેરે કાર્ય પ્રત્યે આકાશને ગ અન્યથાસિદ્ધ = અકારણ દર્શાવવા માટે ગદાધર વિદ્વાને જે વાત જણાવી છે તેનું તાત્પર્ય એ છે કે નૈયાયિકમત મુજબ શબ્દસમવાયિકારણત્વરૂપે આકાશની સિદ્ધિ થાય છે. ‘આકાશ સર્વવ્યાપી હોવાથી જ્ઞાન પ્રત્યે પણ આકાશને કારણ કેમ માની ન શકાય ?' આવી શંકાનું સમાધાન કરવા માટે ગદાધર એવું જણાવે છે કે જ્ઞાન પ્રત્યે આકાશને આકાશત્વરૂપે શબ્દસમવાયિકારણત્વરૂપે કારણ માનવામાં આવે તો ‘જ્ઞાન પ્રત્યે આકાશ કારણ છે' - તેવું જ્ઞાન કરવા માટે શબ્દ પ્રત્યે આકાશમાં રહેલી કારણતાનું જ્ઞાન કરવું જરૂરી બની જાય છે. અર્થાત્ શબ્દ પ્રત્યે પૂર્વવૃત્તિતાનું = કારણતાનું જ્ઞાન થાય તો જ પ્રસ્તુત જ્ઞાનાત્મક કાર્ય પ્રત્યે આકાશત્વઅવચ્છિન્નમાં = શબ્દસમવાયિકારણત્વવિશિષ્ટમાં પૂર્વવૃત્તિતાનું ભાન થઈ શકતું હોવાથી આકાશત્વઅવચ્છિન્ન = આકાશ જ્ઞાન પ્રત્યે અન્યથાસિદ્ધ જાણવું. ગદાધર વિદ્વાને જે રીતે આકાશને જ્ઞાનાદિ કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ સાબિત કરેલ છે તેમ પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રી ગતિકાર્ય પ્રત્યે આકાશને = લોકાકાશને અન્યથાસિદ્ધ સાબિત કરવા માંગે છે. જૈનદર્શન મુજબ આકાશત્વ એ અવગાહનાનિમિત્તકારણતા સ્વરૂપ છે. તેથી જીવની અને પુદ્ગલની ગતિ સ્વરૂપ કાર્ય પ્રત્યે લોકાકાશને ♦ (૨)માં ‘ગતિનિબંધપ્રમુખ’ પાઠ. ૐ પુસ્તકોમાં ‘કરીનંઈ’ પદ નથી. આ.(૧)માં ‘કરી’ છે. લા.(૨)નો પાઠ લીધો છે. 7 પુસ્તકોમાં ‘જોઈઈ' પદ નથી. કો.(૯)માં છે.
=
१४४९