Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
PL
१४४८
* गतौ आकाशस्य अन्यथासिद्धत्वम्
બીજું, અન્યસ્વભાવપણઈં કલ્પિત આકાશનઈં સ્વાભાવાંતરકલ્પન - તે અયુક્ત છઇ; उदासीनस्यापि वैशिष्ट्यघटकतया निवेशे आकाशविशिष्टदण्डत्वेनैव वा तथात्वापत्तेरिति न किञ्चिदेतत्।
यत्तु स्थानाङ्गसूत्रे “तिविहे पोग्गलपडिघाते पन्नत्ते, तं ज ( १ ) परमाणुपोग्गले परमाणुं पप्प પકિદમ્મેગ્ગા, (૨) જીવત્તાતે વા કિઠન્મેષ્ના, (૩) સોળંતે વા ડિઇમ્મેગ્ના” (સ્થા.મૂ.રૂ/૪/૨૦૧,પૃ.૨૮૧) इत्येवं लोकान्ते पुद्गलप्रतिघातनम् उक्तम्, तत्तु परतो धर्मास्तिकायाभावादुक्तम्, न तु लोकाकाशस्य गतिकारणत्वादिति तु तद्वृत्तिविलोकनादवसीयते ।
किञ्च, अवगाहाऽपेक्षाकारणत्वस्वभावेन क्लृप्तस्याऽऽकाशस्य गत्यपेक्षाकारणत्वस्वभावकल्पनमपि સ્વીકાર કરવામાં આવે તો ઘટ વગેરે કાર્ય પ્રત્યે પણ દંડત્વરૂપે કારણતા માનવાના બદલે દંડવિશિષ્ટ આકાશત્વરૂપે જ કારણતાનો સ્વીકાર કરવાની આપત્તિ આવશે. પરંતુ આ વાત કોઈ પણ વિદ્વાનને માન્ય નથી. અથવા તો તમારા કુતર્કનું ખંડન કરવા માટે એમ પણ કહી શકાય છે કે ઉદાસીન વસ્તુનો વૈશિષ્ટ્યના ઘટક તરીકે નિવેશ કરવાનું જો માન્ય કરવામાં આવે તો ઘટાદિ કાર્ય પ્રત્યે આકાશવિશિષ્ટ દંડત્વાદિરૂપે જ કારણતાનો સ્વીકાર કરવાની આપત્તિ આવશે. કહેવાનો આશય એ છે કે ઘટાદિ કાર્ય પ્રત્યે આકાશ જેમ અન્યથાસિદ્ધ = ઉદાસીન છે તેમ ગતિકાર્ય પ્રત્યે અધર્માસ્તિકાય દ્રવ્ય પણ અન્યથાસિદ્ધ ઉદાસીન છે. તેથી જેમ ઘટાદિ કાર્ય પ્રત્યે આકાશવિશિષ્ટદંડત્વરૂપે કારણતા માન્ય કરવામાં આવતી નથી. તેમ ગતિકાર્ય પ્રત્યે અધર્માસ્તિકાયવિશિષ્ટઆકાશત્વરૂપે નિમિત્તકારણતા પણ માન્ય કરી શકાતી નથી. તેથી તમારો તર્ક સાવ વાહિયાત છે, તથ્યથી પરાક્રુખ છે.
શંકા :- લોકાકાશ જો ગતિ પ્રત્યે કારણ ન હોય તો સ્થાનાંગસૂત્રમાં લોકાંતે પુદ્ગલપ્રતિઘાત શા માટે બતાવેલ છે ?
=
१०/६
* સ્થાનાંગસૂત્રસમાધાન
al
સમાધાન :- (વસ્તુ.) સ્થાનાંગસૂત્રના ત્રીજા અધ્યયનમાં ‘ત્રણ પ્રકારના પુદ્ગલપ્રતિઘાત કહેવાયેલ છે. (૧) પરમાણુ પુદ્ગલ અન્ય પરમાણુ પુદ્ગલને પામીને વ્યાઘાત પામે, અથવા (૨) રુક્ષપરિણામના કારણે પ્રતિઘાત પામે, અથવા (૩) લોકાંતે તેનો પ્રતિઘાત થાય’ - આ પ્રમાણે જે ત્રિવિધ પુદ્ગલપ્રતિઘાત જણાવેલ છે તેમાં લોકાન્તે જે પુદ્ગલપ્રતિઘાત જણાવેલ છે તે લોકાન્ત પછી ધર્માસ્તિકાય ન હોવાના લીધે જણાવેલ છે. પરંતુ ‘લોકાકાશ ગતિનું કારણ છે અને લોક પછી અલોકમાં લોકાકાશ ન હોવાથી પુદ્ગલપ્રતિઘાત થાય છે' - આવું જણાવવાના આશયથી ત્રીજો પુદ્ગલપ્રતિઘાત ત્યાં જણાવેલ નથી. આ વાત સ્થાનાંગજીની શ્રીઅભયદેવસૂરિકૃત વ્યાખ્યાને જોવાથી સમજાય છે.
ૢ ગતિ પ્રત્યે આકાશ અન્યથાસિદ્ધ
(વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે આકાશદ્રવ્યની સિદ્ધિ અવગાહકાર્યના નિમિત્તકારણ તરીકે થાય છે. અવગાહનિરૂપિત અપેક્ષાકારણતા સ્વભાવ દ્વારા જેની અવશ્ય કલ્પના કરવામાં આવે છે તેવા આકાશદ્રવ્યમાં ગતિ પ્રત્યે અપેક્ષાકારણતા સ્વભાવની કલ્પના કરવી એ પણ યુક્તિસંગત નથી. 1. त्रिविधः पुद्गलप्रतिघातः प्रज्ञप्तः । तद्यथा प्रतिहन्येत, (३) लोकान्ते वा प्रतिहन्येत ।
(१) परमाणुपुद्गलः परमाणुं प्राप्य प्रतिहन्येत, (२) ऋक्षत्वाद् वा
-