Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/४ ० मीनगतिकारणतामीमांसा 0
१४२३ न, अन्वय-व्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः; મજલ વિના મછની ગતિ નહિ, તિમ ધર્મદ્રવ્ય મૂકી ચેતનની ગતિ નહીં.
अन्यथा अन्त्यकारणेनेतराखिलकारणान्यथासिद्धिप्रसङ्गाद् इति दिग् ॥१०/४॥ बाधादिति न जले इव स्थले तद्गतिः। विग्रहगतिसमापन्नानाम् अपि नारकाणां भगवतीसूत्रे (भ.सू.१४/१/५०२/पृ.६३३) अनन्तर-परम्पराऽनिर्गतत्वोक्तिवदिदमवगन्तव्यम् । इत्थमन्वय-व्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहाराद् एव जले मीनगत्यपेक्षाकारणत्वसिद्धिः । ततश्च जलं विना मीनगतिवद् धर्मास्तिकायं विना चेतनादिगतिः नास्तीति फलितम् ।
न च गतिं प्रति जिगमिषाया एव हेतुत्वेन जलस्य तत्रान्यथासिद्धत्वमेवेति शङ्कनीयम्,
एवं सति अन्त्यकारणेन इतराखिलकारणाऽन्यथासिद्धिप्रसङ्गादिति दिक् । નથી કરતી પણ ફક્ત સ્પંદન જ કરે છે, તરફડીયા મારે છે. “નરકાયુષ્યને પૂર્ણ કરીને વિગ્રહગતિમાં હોવા છતાં પણ નરકના જીવો, નથી તો અનંતરસમયનિર્ગત કહેવાતા કે નથી પરંપરસમયનિર્ગત કહેવાતા' - આ પ્રમાણે ભગવતીસૂત્રમાં નિશ્ચયનયદષ્ટિથી જણાવેલ છે. તે મુજબ પાણીની બહાર માછલીની નિશ્ચયદષ્ટિથી ગતિ નથી કહેવાતી. આ રીતે અન્વય અને વ્યતિરેક દ્વારા લોકપ્રસિદ્ધ વ્યવહારના આધારે જ સિદ્ધ થાય છે કે પાણી માછલાની ગતિ પ્રત્યે અપેક્ષાકારણ = સહકારીકારણ છે. તેથી એવું ફલિત થાય છે કે પાણી વિના જેમ માછલીની ગતિ ન થાય, તેમ ધર્માસ્તિકાય વિના ચેતનાદિની ગતિ ન થાય.
શંકા :- (ર ર ત્તિ) ગતિ પ્રત્યે માછલાની (ગતિ કરવાની) ઈચ્છા જ હેતુ હોવાથી માછલાની ગતિક્રિયા પ્રત્યે પાણી અન્યથાસિદ્ધ = અકારણ જ છે. કારણ કે પાણીમાં રહેલા માછલાને જ્યારે ગતિ કરવાની ઈચ્છા નથી હોતી ત્યારે તે પાણી હાજર હોવા છતાં ગતિ કરતું નથી. તેથી ગતિક્રિયા પ્રત્યે માછલાની ગતિ કરવાની ઈચ્છાને તો સહકારી કારણ માનવું જ પડે તેમ છે. તેટલું માનવાથી જ ઉપરોક્ત ઘટના અંગત થઈ શકે છે. પાણીને માછલાની ગતિનું સહકારી કારણ માન્યા પછી પણ અંતે તો માછલાની ગતિ કરવાની ઈચ્છાને માછલાની ગતિ પ્રત્યે સહકારી કારણ માનવું જ પડે છે ને ! તો શા માટે જલને મત્સ્યગતિનું સહકારી કારણ માનવાનું ગૌરવ કરવું ?
» ધમસ્તિકાય ગતિ પ્રત્યે અન્યથાસિદ્ધ નથી ) સમાધાન :- (વં.) મત્સ્યગતિ પ્રત્યે મત્સ્યગતિકામના કારણ જરૂર છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે મલ્યની ગતિમાં પાણી સહકારી કારણ નથી. અંતિમ કારણને (= મત્સ્યગતિકામનાને) કાર્ય પ્રત્યે આવશ્યક માની તે સિવાયના જલ વગેરે કારણોને મત્સ્યગતિ પ્રત્યે અન્યથાસિદ્ધ માની લેવામાં આવે તો આ રીતે સર્વસ્થળે અંત્ય કારણ દ્વારા પૂર્વવર્તિ તમામ કારણો અન્યથાસિદ્ધ બની જવાની આપત્તિ આવશે. જેમ કે ઘટના અંતિમ કારણ = કપાલદ્રયસંયોગ દ્વારા દંડ-ચક્ર-ચીવર વગેરે અન્યવિધ ઘટકારણો પણ ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ થવાની સમસ્યા સર્જાશે. અહીં જે કહેવામાં આવેલ છે તે દિશાસૂચન માત્ર છે. આ દિગ્દર્શન મુજબ હજુ ઘણું વિચારી શકાય. તેવું જણાવનાર “વિ' શબ્દ છે.
.... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.