Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/४ ० झषगतिदृष्टान्तमीमांसा
१४२१ ___ “स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाऽभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः” इति चेत् ?
यतः स्थले झषगतिक्रिया झषस्य व्याकुलतया गतिहेत्विच्छाया अभावादेव न भवति, न तुप जलाभावात् । इत्थञ्च गतिक्रियाया अपेक्षाकारणे प्रमाणाभावान्न धर्मास्तिकायसिद्धिरिति चेत् ? ।
न, जलाद् झषस्य बहिर्निष्काशनदशायां जिगमिषाविरहे मानाभावात् । न हि जलजीविनो मीनस्य स्थले मुमूर्षाऽस्ति जले चैव जिजीविषा, येन स्थले तस्य जिगमिषा न स्यात् । प्रत्युत स्थले मुक्तो मीनो जलचरतया जलं प्रति भृशं जिगमिषत्येव, तस्य जलजीवित्वात् । अत एव જેમ પાણીમાં માછલું ગતિ કરે છે, તેમ જમીન ઉપર પણ માછલાએ ગતિ કરવી જોઈએ. જો પાણીને મત્સ્યગતિનું સહકારી કારણ ન માનવામાં આવે તો પાણી હોય કે ન હોય, માછલાની ગતિમાં કોઈ ફરક પડી નહિ શકે.
મીનગતિકારણ પાણી નથી : પૂર્વપક્ષ . સમાધાન :- (યતા.) તમારી દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે માછલાને ગતિ કરવાની ઈચ્છા હોય ત્યારે માછલું ગતિ કરે છે. માછલાને ગતિ કરવાની ઈચ્છા ન હોય ત્યારે માછલું ગતિ કરતું નથી. માછલું જલચર પ્રાણી હોવાથી પાણીમાં આકુળતા વિના રહી શકે છે. માછલાને પાણીની બહાર કાઢવામાં આવે ત્યારે માછલું આકુળ-વ્યાકુળ થઈ જાય છે. પાણીની બહાર પોતાના અસ્તિત્વને ટકાવવું પણ માછલા માટે મુશ્કેલ છે. તેથી જમીન ઉપર પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જતાં આકુળ -વ્યાકુળ થવાથી માછલાને આમથી તેમ જવા-આવવાની ઈચ્છા જ થતી નથી. પોતાનું જીવન જોખમાતું રે હોય તેવી અવસ્થામાં તેવા મનોરથ કઈ રીતે જાગી શકે? તેથી જમીન ઉપર માછલાની ગતિ કરવાની ઈચ્છા ન હોવાથી જ જમીન ઉપર માછલું આમથી તેમ દોડધામ કરતું નથી. પરંતુ “પાણી ન હોવાના લીધે જમીન ઉપર માછલું આમથી તેમ ગતિ કરતું નથી' - આવું કહી શકાતું નથી. આમ માછલાની ગતિનું કારણ જલ નથી પરંતુ માછલાની ગતિ કરવાની કામના છે. આમ પાણીને ગતિક્રિયાનું અપેક્ષાકારણ = સહકારી કારણ માનવામાં કોઈ પ્રમાણ ન હોવાથી મત્સ્યગતિક્રિયાના ઉદાહરણથી જીવની અને પુગલની ગતિક્રિયા પ્રત્યે ધર્માસ્તિકાય દ્રવ્યને અપેક્ષાકારણ માનવામાં કોઈ પ્રમાણ હાજર રહેતું નથી. તેથી ગતિના સહકારી કારણ તરીકે ધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી.
y મીનગતિ પ્રત્યે જલ અપેક્ષાકારણ . ઉત્તરપક્ષ :- (ન, ના.) “માછલાને પાણીની બહાર કાઢવાની અવસ્થામાં જમીન ઉપર માછલાને ગતિ કરવાની ઈચ્છા જ નથી હોતી’ એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. માછલું જલચર પ્રાણી હોવાથી જમીન ઉપર માછલાને મરવાની ઈચ્છા હોય અને પાણીમાં હોય ત્યારે જ જીવવાની ઈચ્છા હોય આવું કહી શકાતું નથી કે જેના લીધે જમીન ઉપર માછલાને ગતિ કરવાની ઈચ્છા જ ન થાય. ઊલટું, માછલું જલચર પ્રાણી હોવાથી નદીની બહાર કિનારા ઉપર માછલાને મૂકવામાં આવે તો માછલું નદીના જળ તરફ જવાની અત્યંત ઈચ્છા કરે છે જ. પાણી એ તો માછલાનું જીવન છે. તેથી નદીતટ પર