Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४३६ क्षित्यादिकं न स्थितिकारणम् ।
૨૦/૫ कारणत्वेऽपि गतित्वाऽवच्छिन्नापेक्षाकारणत्वाऽभावात्, गतित्वावच्छिन्ननिरूपितापेक्षाकारणत्वस्य च धर्मास्तिकायद्रव्यलक्षणत्वात् ।
एवमेव क्षित्यादौ अधर्मास्तिकायलक्षणाऽतिव्याप्तिः वारणीया, जन्यस्थितित्वाऽवच्छिन्नापेक्षाकारणत्वस्य तल्लक्षणस्य तत्राऽभावात्, क्षित्यादिकं विनैव सिद्धादिस्थितेरुपलम्भादिति ।
प्रकृते “ये गति-स्थिती जीवानां पुद्गलानां च ते स्वतः परिणामाऽऽविर्भावात् परिणामि-कर्तृ -निमित्तकारणत्रयव्यतिरिक्तोदासीनकारणान्तरसापेक्षाऽऽत्मलाभे, अस्वाभाविकपर्यायत्वे सति कदाचिद् भावात्, उदासीनकारणपानीयाऽपेक्षात्मलाभझषगतिवद्” (त.सू.५/१७ सि.व.) इति तत्त्वार्थसिद्धसेनीयवृत्तिदर्शिताજાય છે. કારણ કે પાણી માછલાની ગતિ પ્રત્યે અપેક્ષાકારણ હોવા છતાં પણ ગતિવાવચ્છિન્ન = ગતિ સામાન્ય = સર્વ ગતિ પ્રત્યે જળ વગેરે દ્રવ્ય અપેક્ષાકારણ બની શકતા નથી. જમીન ઉપર ચાલતા માણસ, વાહન વગેરેની ગતિ પ્રત્યે પાણી અપેક્ષાકારણ નથી જ બનતું ને ! તેથી ગતિત્વઅવચ્છિન્નથી = ગતિસામાન્યથી નિરૂપિત અપેક્ષા કારણતાના આશ્રય તરીકે તો ધર્માસ્તિકાયને જ માનવું પડશે. તેથી ધર્માસ્તિકાય દ્રવ્યનું લક્ષણ માત્ર ગતિઅપેક્ષાકારણતા નથી. પરંતુ સર્વગતિઅપેક્ષાકારણતા = ગતિસામાન્ય નિરૂપિત અપેક્ષાકારણત્વ છે. તે તો પાણી વગેરેમાં નથી રહેતું. તેથી પાણી વગેરેમાં ધર્માસ્તિકાય દ્રવ્યના લક્ષણની અતિવ્યાપ્તિને અવકાશ રહેતો નથી.
* પૃથ્વી અધર્મદ્રવ્યાત્મક નથી કે | (વ.) આ જ રીતે પૃથ્વી વગેરેમાં અધર્માસ્તિકાયના લક્ષણની અતિવ્યાપ્તિનું પણ નિવારણ કરી દેવું. કારણ કે સ્થિતિ પ્રત્યે અપેક્ષાકારણતા એ અધર્માસ્તિકાયનું લક્ષણ નથી. પરંતુ જન્યસ્થિતિ સામાન્ય પ્રત્યે અપેક્ષા કારણત્વ તેનું લક્ષણ છે. તથા જમીન વગેરે દ્રવ્ય તો તમામ જન્યસ્થિતિ પ્રત્યે તો અપેક્ષાકારણ બનતા નથી જ. સિદ્ધ ભગવંતો, આકાશમાં સ્થિર રહેલા પરમાણુ, ચણક આદિ દ્રવ્યોની સ્થિતિ પ્રત્યે જમીન અપેક્ષાકારણ બનતી નથી. તેથી તમામ જન્યસ્થિતિ પ્રત્યે અપેક્ષાકારણતા પૃથ્વી વગેરેમાં ન રહેવાથી તેમાં અધર્માસ્તિકાય દ્રવ્યના લક્ષણની અતિવ્યાપ્તિને કોઈ અવકાશ રહેતો નથી.
# ધમધર્મદ્રવ્યસાધક અન્ય અનુમાન છે (પ્ર.) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ માટે શ્રીસિદ્ધસેનગણિવરે તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાં એક નવો અનુમાનપ્રયોગ જણાવેલ છે. તે નીચે મુજબ છે. “જીવોની અને પુદ્ગલોની જે ગતિ અને સ્થિતિ છે તે સ્વતઃ પરિણામથી પ્રગટ થતી હોય છે. (૧) પરિણામિકારણ, (૨) કર્તૃકારણ અને (૩) સક્રિય નિમિત્તકારણ - આ ત્રણ કારણથી ભિન્ન ચોથા નંબરના ઉદાસીનકારણને સાપેક્ષ રહીને ઉપરોક્ત ગતિ-સ્થિતિની નિષ્પત્તિ થાય છે. કારણ કે તે ગતિ-સ્થિતિ સ્વાભાવિક પર્યાય નથી અને તે ક્યારેક જ હાજર હોય છે. જે-જે પર્યાય સ્વાભાવિક ન હોય અને કદાચિત્ક હોય તેની નિષ્પત્તિ ઉદાસીનકારણને સાપેક્ષ રહીને જ થાય છે. જેમ કે માછલાની ગતિસ્વરૂપ પર્યાય અસ્વાભાવિક અને કાદાચિત્ય હોવાથી પાણીસ્વરૂપ ઉદાસીનકારણને સાપેક્ષ રહીને જ તેની ઉત્પત્તિ થાય છે. વિશ્વમાં જીવ-પુદ્ગલની જે ગતિ અને સ્થિતિ છે, તે પણ અસ્વાભાવિક અને કદાચિત્ક પર્યાય છે. તેથી તે પણ કોઈક ઉદાસીનકારણને