Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/५ 0 कार्यतावच्छेदकन्यूनतापत्तिः ।
१४२९ एतेन जीव-पुद्गलोभयस्थितित्वस्य कार्यतावच्छेदकत्वमस्तु इति अपाकृतम्,
उभयत्वस्य एकविशिष्टाऽपरत्वोपगमे जीवस्थितित्वविशिष्टपुद्गलस्थितित्वस्य पुद्गलस्थितित्व विशिष्टजीवस्थितित्वस्य वा कार्यताऽवच्छेदकत्वे विनिगमकाऽभावात्, उभयोरेवाऽवच्छेदकत्वेऽतिगौरवात्, केवलस्य जीवस्थितित्वस्य पुद्गलस्थितित्वस्य वा न्यूनवृत्तित्वेन कार्यताऽनवच्छेदकत्वे । तदुभयस्थितित्वस्याऽपि कार्यताऽवच्छेदकत्वाऽयोगाच्च । न हि प्रत्येकमसतः उभयसत्त्वं सम्भवति। शे આવા અન્યતરત્વથી ઘટિત સ્થિતિત્વને કાર્યતાઅવચ્છેદક માનવામાં સ્પષ્ટપણે ગૌરવ આવે છે. તેથી જીવ-પુલઅન્યતરસ્થિતિત્વ અધર્માસ્તિકાયકાર્યતાઅવચ્છેદક બની ન શકે. આથી તેની અપેક્ષાએ લઘુતર જન્યસ્થિતિત્વને જ કાર્યતાઅવચ્છેદક માની તદવચ્છિન્ન કાર્યતાથી નિરૂપિત કારણતાના અવછેદક તરીકે અધર્માસ્તિકાયત્વની સિદ્ધિ કરવી વ્યાજબી છે. આમ તેના આશ્રય તરીકે એક નિત્ય અધર્માસ્તિકાય દ્રવ્યની ધર્મીગ્રાહક પ્રમાણથી સિદ્ધિ થાય છે.
શંકા :- (ર્તન) જો જીવ-પુદ્ગલઅન્યતરસ્થિતિત્વને કાર્યતાઅવચ્છેદક માનવામાં અન્યતરત્વના પ્રવેશના લીધે ગૌરવ આવતું હોય તો જીવ-પુગલઉભયસ્થિતિત્વને જ અધર્માસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક માનો. કારણ કે તેવું માનવામાં અન્યતરત્વનો કાર્યતાકોટિમાં પ્રવેશ ન થવાના લીધે તત્વયુક્ત કાર્યતાઅવચ્છેદકધર્મગૌરવ દોષ રવાના થઈ જશે. જીવંત શરીર સ્થિર રહેતું હોય ત્યારે તેની સ્થિતિમાં જીવ-પુદ્ગલઉભયસ્થિતિત્વ નામનો ગુણધર્મ રહે જ છે ને !
ન્યૂનવૃત્તિ ગુણધર્મ અવચ્છેદક ન બને ૪ સમાધાન :- (ઉમા) અમે પૂર્વે જે બે દોષ દર્શાવેલ છે તેનાથી જ તમારી ઉપરોક્ત દલીલનું નિરાકરણ થઈ જાય છે. કારણ કે સચિત્ત એવી રત્નપ્રભા પૃથ્વી વગેરેની નિત્ય સ્થિતિમાં અધર્માસ્તિકાયની કાર્યતા ન હોવા છતાં પણ જીવ-પુદ્ગલઉભયસ્થિતિત્વ નામનો ગુણધર્મ રહેતો હોવાથી તે ધર્મ અધર્માસ્તિકાયની કાર્યતાથી અતિરિક્ત વૃત્તિ છે. કાર્યતાથી અતિરિક્તવૃત્તિ ગુણધર્મ કાર્યતાઅવચ્છેદક બની ન શકે. આ એક દોષ તેમજ, બીજો દોષ એ છે કે જન્યસ્થિતિત્વ કરતાં જીવ-પુદ્ગલઉભયસ્થિતિત્વ ગુરુભૂત ગુણધર્મો હોવાથી અધર્માસ્તિકાય દ્રવ્યની કાર્યતાના અવચ્છેદકમાં ગૌરવ દોષ તો ઉભો જ છે. તદુપરાંત ત્રીજો દોષ એ છે કે ઉભયત્વને જો એકવિશિષ્ટઅપરત્વ સ્વરૂપ માનવામાં આવે તો અધર્માસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક જીવસ્થિતિ–વિશિષ્ટપુદ્ગલસ્થિતિત્વ છે કે પુદ્ગલસ્થિતિ–વિશિષ્ટજીવસ્થિતિત્વ છે ? આ બાબતમાં કોઈ એકતરપક્ષપાતી તર્ક = વિનિગમક મળતો નથી. તથા વિનિગમક ન હોવાથી જો બન્નેને અધર્માસ્તિકાયના કાર્યતાઅવરચ્છેદક માનવામાં આવે તો અતિગૌરવ દોષ લાગુ પડશે. તેના કરતાં તો લાઘવસહકારથી જન્યસ્થિતિત્વને જ કાર્યતાઅવચ્છેદક માનવું વધારે યોગ્ય છે. વળી, બીજો એક દોષ એ છે કે માત્ર જીવસ્થિતિત્વ કે ફક્ત પુદ્ગલસ્થિતિત્વ તો અધર્માસ્તિકાયના કાર્યતાઅવચ્છેદક બનતા જ નથી. કેમ કે તે ન્યૂનવૃત્તિ છે. જો બન્ને સ્વતંત્રપણે અધર્માસ્તિકાયના કાર્યતાઅવચ્છેદક ન હોય તો બન્ને મિલિત થાય તો પણ તેને પ્રસ્તુતમાં કાર્યતાઅવચ્છેદક કઈ રીતે કહી શકાય ? કારણ કે પ્રત્યેકમાં જે ધર્મ વિદ્યમાન ન હોય તે ધર્મ સમુદાયમાં પણ ન આવી શકે. રેતીના એક કણમાં તેલ ન હોવાથી રેતીસમૂહમાંથી પણ તેલ નીકળી ન શકે.