Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४२८ ० कार्यतावच्छेदकगौरवप्रदर्शनम् ।
१०/५ रणाय स्थितिविशेषणविधया 'जन्ये'त्युपात्तम् । ___ अनेन जीव-पुद्गलान्यतरस्थितित्वस्याऽधर्मास्तिकायकार्यतावच्छेदकत्वमस्तु इत्यपि निराकृतम्,
जीव-पुद्गलाऽन्यतरस्थितित्वस्य कार्यतावच्छेदकत्वे महागौरवाच्च, जीव-पुद्गलान्यतरत्वस्य जीवभिन्नत्वे सति पुद्गलभिन्नं यत् तद्भिन्नत्वरूपत्वादिति । નથી. અહીં નિયમ એ છે કે જે ધર્મ કાર્યતાથી અતિરિક્તવૃત્તિ ન હોય તથા ન્યૂનવૃત્તિ ન હોય તે જ ગુણધર્મ કાર્યતાઅવચ્છેદક બની શકે. સ્થિતિત્વ અધર્માસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક ન બનવાનું કારણ એ છે કે તે અતિરિક્ત વૃત્તિ છે. મતલબ કે જે અધર્માસ્તિકાય દ્રવ્યનું કાર્ય નથી તેમાં પણ સ્થિતિત્વ ધર્મ રહે છે. તે આ રીતે - નિત્ય એવી રત્નપ્રભા, શર્કરા પ્રભા વગેરેની સ્થિતિમાં સ્થિતિત્વ નામનો ગુણધર્મ રહે છે. પરંતુ તે સ્થિતિ નિત્ય હોવાથી અધર્માસ્તિકાયની કાર્યતા તેમાં રહેતી નથી. કાર્યતાશૂન્યમાં રહેનાર ગુણધર્મ કાર્યતાઅવચ્છેદક બની ન શકે. કેમ કે અધર્માસ્તિકાય નામનું કારણ હાજર હોવા છતાં નિત્ય સ્થિતિ ઉત્પન્ન થતી નથી. તેથી અન્વયવ્યભિચાર આવે છે. તેથી સ્થિતિત્વ અધર્માસ્તિકાય દ્રવ્યનું કાર્યતાઅવચ્છેદક બની નહિ શકે. આ કારણસર અમે ‘સ્થિતિત્વ' ના બદલે “જન્યસ્થિતિત્વ ને કાર્યતાઅવચ્છેદકધર્મ તરીકે બતાવેલ છે. જન્યસ્થિતિત્વ ગુણધર્મ નિત્ય એવી રત્નપ્રભા, શર્કરામભા વગેરેની નિત્યસ્થિતિમાં રહેતો નથી. ફક્ત જ્યાં અધર્માસ્તિકાયની કાર્યતા રહે છે ત્યાં જ જન્યસ્થિતિત્વ રહે છે. તથા જ્યાં અધર્માસ્તિકાયની કાર્યતા રહે છે ત્યાં તે જ સ્થિતિત્વ અવશ્ય રહે છે. આમ અન્યૂનઅનતિરિક્તવૃત્તિ હોવાથી જ સ્થિતિત્વ જ કાર્યતાઅવચ્છેદક બને, સ્થિતિત્વ નહિ. તેથી ‘સ્થિતિ'ના વિશેષણરૂપે “જન્ય' એવું પદ લગાડેલ છે. માટે ગૌરવ હોવા છતાં ફલમુખ હોવાથી નિર્દોષ છે.
શંકા - (સનેન.) જન્યસ્થિતિ તો જીવની અને પુદ્ગલની જ છે. તેથી જીવ કે પુગલ - બેમાંથી એકની જ સ્થિતિ અધર્માસ્તિકાયનું કાર્ય બનશે. તેથી જન્યસ્થિતિત્વના બદલે જીવ-પુગલઅન્યતરસ્થિતિત્વનો જ અહીં કાર્યતાઅવચ્છેદક તરીકે સ્વીકાર કેમ ન કરવો ?
R અન્યતરત્વઘટિત કાર્યતા ગીરવગ્રસ્ત જ સમાધાન :- (નીવ.) રત્નપ્રભા પૃથ્વી વગેરેની સ્થિતિ નિત્ય હોવાથી તે અધર્માસ્તિકાયનું કાર્ય નથી. તેમ છતાં પણ તેમાં જીવ-પુદ્ગલઅન્યતરસ્થિતિત્વ નામનો ગુણધર્મ રહે છે. તેથી તે કાર્યતાઅતિરિક્તવૃત્તિ ધર્મ છે. તેથી તે અધર્માસ્તિકાયનો કાર્યતાઅવચ્છેદક ધર્મ ન બની શકે. તેથી અતિરિક્તવૃત્તિત્વ નામના જે દોષના લીધે સ્થિતિત્વને કાર્યતાઅવચ્છેદક માની નથી શકાતું તે જ દોષના લીધે જીવ-પુગલઅન્યતરસ્થિતિત્વને કાર્યતાઅવચ્છેદક નથી માની શકાતું. આથી સ્થિતિત્વ કે જીવ-પુદ્ગલઅન્યતરસ્થિતિત્વના બદલે જ સ્થિતિત્વને જ અધર્માસ્તિકાયની કાર્યતાનો અવચ્છેદક માનવો જરૂરી છે. તદુપરાંત, જન્યસ્થિતિત્વની અપેક્ષાએ જીવ-પુગલઅન્યતરસ્થિતિત્વને કાર્યતાઅવચ્છેદક માનવામાં મહાગૌરવદોષ પણ આવે છે. માટે લાઘવના લીધે પણ જન્યસ્થિતિત્વગુણધર્મને જ અધર્માસ્તિકાયની કાર્યતાનો અવચ્છેદક ગુણધર્મ માનવો જરૂરી છે. ન્યાયની ભાષામાં અન્યતરત્વ એટલે તભિન્નત્વે સતિ તભિન્નભિન્નત્વ. પ્રસ્તુતમાં “નવમન્નત્વે સતિ પુત્તિમન્ન યક્ વશિષ્ટ સત્ તમિત્રત્વ = નીવ-
પુનાન્યતરત્વ.”