Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४३२ ० स्थानाङ्गसूत्रवृत्तिसंवादः ।
१०/५ घटादिस्थितिरत्नप्रभापृथिव्यादिस्थित्योरयन्तु विशेषो यदुत घटादिस्थितिः सान्तरा, रत्नप्रभादिस्थितिस्तु निरन्तरा। तदुभयानुगतस्थितित्वस्यैव अधर्मास्तिकायकार्यताऽवच्छेदकत्वं लाघवादिति पर्यायार्थिकमतं सूक्ष्ममीक्षणीयम् ।
___ एतावता स्वयमेव स्थितिपरिणामपरिणतजीव-पुद्गलद्रव्ययोः स्थितिं प्रति एकमधर्मास्तिकायद्रव्यमुपष्टम्भककारणमिति सिद्धम् । तदुक्तं स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः “स्थितिपरिणामपरिणतानां स्थित्युपष्टम्भकः अधर्मास्तिकायो मत्स्यानामिव मेदिनी विवक्षया जलं वा” (स्था.सू.१/८ वृ.) इति । વગેરે સાતેય સ્થિર પૃથ્વી વગેરેની સ્થિતિ પણ અનિત્ય હોય તો સ્થિર દ્રવ્યની અને અસ્થિર દ્રવ્યની સ્થિતિમાં ફરક શું પડશે ?
છે સાન્તર-નિરન્તર સ્થિતિની વિચારણા છે સમાધાન :- (દ.) ઘટારિસ્થિતિ અને રત્નપ્રભાદિસ્થિતિ - આ બન્ને સ્થિતિઓ પર્યાયાર્થિકનયની દષ્ટિએ અનિત્ય હોવા છતાં પણ બન્ને વચ્ચે તફાવત એ છે કે ઘટાદિની સ્થિતિ સાન્તર = અન્તરવાળી છે. તથા રત્નપ્રભા પૃથ્વી વગેરેની સ્થિતિ નિરંતર છે. આશય એ છે કે ઘટાદિ દ્રવ્યો ક્યારેક સ્થિર હોય, ક્યારેક ગતિ કરે. તેથી ઘટાદિદ્રવ્યોમાં ગતિ-સ્થિતિ-ગતિ-સ્થિતિ આવી દશા આવતી હોય છે. બે સ્થિતિની વચ્ચે ગતિ પણ આવતી હોય છે. જ્યારે રત્નપ્રભાપૃથ્વી વગેરે ક્યારેય ગતિ કરતી નથી. સતત સ્થિર જ હોય છે. તેથી પર્યાયાર્થિક દૃષ્ટિએ પ્રતિસમય રત્નપ્રભાદિની સ્થિતિ ઉત્પાદ-વ્યયવાળી હોવા છતાં નવી-નવી જે સ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેની વચ્ચે ક્યાંય ગતિ ઉત્પન્ન થતી નથી. તેથી નૂતન-નૂતન સ્થિતિઓ વચ્ચે કોઈ આંતરું ( કાલિક અંતર) પડતું નથી. સતત-નિરંતર અભિનવ સ્થિતિઓ પ્રતિસમય ઉત્પન્ન થયે જ રાખે છે. તેથી રત્નપ્રભા વગેરેની સ્થિતિને નિરંતર સ્થિતિ કહેવાય. આ સાંતરસ્થિતિ અને નિરંતરસ્થિતિ પ્રત્યે અધર્માસ્તિકાય કારણ છે. તથા તે બન્ને સ્થિતિમાં રહેનાર સ્થિતિત્વ નામનો અનુગત ગુણધર્મ એ જ અધર્માસ્તિકાયનો કાર્યતાઅવચ્છેદક ધર્મ છે. કારણ કે જન્યસ્થિતિત્વ, સાન્તરસ્થિતિત્વ, નિરન્તરસ્થિતિત્વ વગેરેને કાર્યતાઅવચ્છેદક માનવા કરતાં સ્થિતિત્વને જ અધર્માસ્તિકાયનું કાર્યતાઅવચ્છેદક માનવામાં લાઘવ છે. આ પર્યાયાર્થિકનયનો મત છે. આ મન્તવ્યને સૂક્ષ્મ દૃષ્ટિએ ઊંડાણથી
વિચારવું.
- અધર્મદ્રવ્ય સ્થિતિનું ઉપખંભક જે (તાવતા.) આમ ઉપરોક્ત ચર્ચા દ્વારા ફલિત થાય છે કે પોતાની જાતે સ્થિતિ પરિણામથી પરિણત થયેલા જીવ દ્રવ્યની અને પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ પ્રત્યે એક અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય એ જ ઉપખંભક કારણ = અપેક્ષાકારણ છે. સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “સ્થિતિપરિણામથી પરિણત થયેલા દ્રવ્યોની સ્થિતિમાં ઉપખંભક કારણ અધર્માસ્તિકાય દ્રવ્ય છે. જેમ માછલાની સ્થિતિ માટે પૃથ્વી ઉપખંભક કારણ છે તેમ આ વાત જાણવી. અથવા તો એમ પણ કહી શકાય કે અમુક વિવક્ષાથી માછલાની સ્થિતિ પ્રત્યે જેમ જલ દ્રવ્ય કારણ છે - તેમ ઉપરોક્ત વાત સમજવી.