Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
o ૦/૪
* द्विविधनिमित्तकारणनिवेदनम्
१४१५ कारणं भवति, न पुनरनवगाहमानं बलादवगाढं कारयति । यथा च कृषीवलानां कृष्यारम्भं स्वयमेव कर्तुमुद्यतानामपेक्षाकारणं वर्षा भवति, न च तानकुर्वतः कृषीवलान् बलात् कृषिं कारयति वर्षा । यथा वा गर्जितध्वनिसमाकर्णनाद् बलाकानां गर्भाधान - प्रसवौ भवतः, न च तामप्रसवतीं बलाद् गर्जितशब्दः प्रसावयति । यथा वा पुरुषः प्रतिबोधनिमित्तं पापाद्विरमति, न चाविरमन्तं पुमांसं बलात्प्रतिबोधो विरमयतीति । एवं गतिपरिणामभाजां पुद्गल - जीवानामपेक्षाकारणं धर्मद्रव्यम्” (प्र. र. २१५ हा.वृ.) इत्युक्तम् ।
यच्च गुणरत्नसूरिभिः तर्करहस्यदीपिकाऽभिधानायां षड्दर्शनसमुच्चयबृहद्वृत्ती “निमित्तकारणं च धा - निमित्तकारणमपेक्षाकारणं च । यत्र दण्डादिषु प्रायोगिकी वैस्रसिकी च क्रिया भवति तानि दण्डादीनि निमित्तकारणानि। यत्र तु धर्मादिद्रव्येषु वैस्रसिक्येव क्रिया तानि निमित्तकारणान्यपि विशेषकारणताज्ञापनार्थम् અપેક્ષાારાનિ ઉવ્યો" (૧.૬.સ.૪૧/પૃ.૨૫૦ વૃત્તિ) રૂત્યુત્ત તવત્રાનુતન્યેયમ્ ।
सम्मतितर्कवृत्तौ श्रीअभयदेवसूरिभिरपि “गति - स्थित्यवगाहलक्षणं पुद्गलास्तिकायादिकार्यं विशिष्टकारणમાટે રહેવા માટે તૈયાર હોય તો તેવા અવગાહનશીલ ઘટ-પટાદિ દ્રવ્યને રહેવા માટે આકાશ દ્રવ્ય કારણ બને છે. પરંતુ જે દ્રવ્ય રહેવા માટે તૈયાર જ ન હોય તેને બળાત્કારે રાખવાનું કામ આકાશ દ્રવ્ય કરતું નથી. જેમ ખેડૂતો પોતાની જાતે જ ખેતીનો પ્રારંભ કરવા તૈયાર થયેલા હોય ત્યારે તેમને ખેતી કરવામાં વરસાદ અપેક્ષાકારણ = નિમિત્તકારણ = સહાયક બને છે. પરંતુ ખેતી ન કરતા ખેડૂતને બળાત્કારે ખેતી કરાવવાનું કામ વરસાદ કરતો નથી. અથવા તો એમ કહી શકાય કે વાદળાની ગર્જનાનો અવાજ સાંભળવાથી બગલીઓને ગર્ભાધાન અને પ્રસૂતિ થાય છે. પરંતુ પ્રસૂતિ ન કરતી બગલીને વાદળાની ગર્જનાનો અવાજ બળાત્કારે પ્રસૂતિ કરાવતો નથી. અથવા તો એમ પણ કહી શકાય કે ગુરુએ આપેલા ઉપદેશના નિમિત્તે માણસ પાપથી અટકે છે. આથી ગુરુનો ઉપદેશ પાપત્યાગમાં સહાયક બને છે. પરંતુ પાપપ્રવૃત્તિથી નહિ અટકતા, રાચીમાચીને પાપ કરનારા માણસને ગુરુનો ઉપદેશ બળાત્કારે પાપથી અટકાવવાનું કામ નથી કરતો. આ જ રીતે ગતિપરિણામને ધારણ કરનારા પુદ્ગલદ્રવ્યને અને જીવદ્રવ્યને ગતિક્રિયા કરવામાં ધર્માસ્તિકાયદ્રવ્ય અપેક્ષાકારણ = સહાયક બને છે.'
=
→ દ્વિવિધ નિમિત્તકારણ કે
(યન્ત્ર.) શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ષગ્દર્શન સમુચ્ચય ગ્રન્થની શ્રીગુણરત્નસૂરિજી મહારાજે તર્કરહસ્યદીપિકા નામની વ્યાખ્યા બનાવેલ છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “નિમિત્તકારણ બે પ્રકારના હોય છે (૧) શુદ્ધ નિમિત્તકારણ અને (૨) અપેક્ષા નિમિત્તકારણ. જે નિમિત્તકારણોમાં સ્વાભાવિક તથા કર્તાના પ્રયોગથી ક્રિયા થાય છે, તે બન્ને પ્રકારની ક્રિયાવાળા દંડ વગેરે કારણ શુદ્ધ નિમિત્તકારણ છે. પરંતુ જે ધર્માસ્તિકાય વગેરેમાં માત્ર સ્વાભાવિક પરિણમન જ થતું હોય, કર્તાના પ્રયોગથી જેમાં ક્રિયાની સંભાવના ન હોય તે નિમિત્તકારણોને અપેક્ષાકારણ કહેવાય છે. જો કે સાધારણરૂપે તો અપેક્ષાકારણ પણ નિમિત્તકારણ જ છે. પરંતુ તેમાં માત્ર સ્વાભાવિક પરિણમનરૂપ વિશેષતા હોવાથી તે અપેક્ષાકારણ કહેવાય છે.” આ બાબતનું પ્રસ્તુતમાં વાચકવર્ગે અનુસંધાન કરવું. * સંમતિતર્કવૃત્તિ મુજબ ધર્માસ્તિકાયાદિની સિદ્ધિ -
(સમ્મ.) સંમતિતર્કગ્રન્થની વાદમહાર્ણવ નામની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે પણ