Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४१०
* शुद्धात्मद्रव्यदृष्टिः मोक्षप्रसाधिका
o ૦/૨
व्यवहारनयमते पुनः जीव- पुद्गलाख्ये द्वे एव द्रव्ये सक्रिये” (आ.सा. पृ.६, ष. प्र. वि. पृ. ९) इति दर्शितम् । शु उत्पादादिक्रियाणां प्रतिक्षणं प्रतिद्रव्यं सद्भावात् द्रव्यत्वावच्छिन्नस्य सक्रियत्वमत्र निश्चयत उक्तमिति જ્ઞેયમ્ ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'धर्मादिद्रव्यषट्कं नित्यमित्युक्त्या स्वात्मनोऽपि नित्यत्वं सूच्यते । ततश्च रोग - जरादिदशायां 'मा म्रियेय' इत्यादिकां भीतिं विमुच्य सर्वत्र सर्वदा शुद्धध्रुवात्मद्रव्ये निजां दृष्टिं निधाय निर्भयतया निश्चिंततया च उपसर्ग-परिषहादिविजयकृते बद्धकक्षतया 17 માવ્યમિત્યુપવેશ । તવનુસરળતશ્વ “આત્પત્તિષ્ઠઃ સર્વર્મનિક્ષેપ મોક્ષઃ” (ત.રા.વા.9/9/૨૭/૧૦/૧૮) તિ का तत्त्वार्थराजवार्त्तिके अकलङ्कस्वामिना दर्शितः अपवर्गः प्रत्यासन्नः स्यात् । ।१०/३।।
44
આ બે જ દ્રવ્ય સક્રિય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ ચાર દ્રવ્યો અક્રિય છે.” ઉત્પાદાદિ ક્રિયા સર્વ દ્રવ્યોમાં પ્રતિક્ષણ થયે જ રાખે છે. માટે નિશ્ચયથી સર્વ દ્રવ્યોને અહીં સક્રિય જણાવેલ છે - તેમ સમજવું.
* દ્રવ્યસ્વરૂપગોચરજ્ઞાનથી નિર્ભયતા આવે
આધ્યાત્મિક ઉપનય :- ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય નિત્ય છે' - આવું કહેવા દ્વારા આપણો આત્મા પણ નિત્ય છે - તેવું સૂચિત થાય છે. તેથી રોગ, ઘડપણ, અકસ્માતાદિ અવસ્થામાં ‘હું મરી તો નહિ જાઉં ને ! મારો નાશ તો નહિ થઈ જાય ને !' - ઈત્યાદિ ભયને રાખ્યા વિના તમામ સંયોગમાં શુદ્ધ, ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર નિજદૃષ્ટિને સ્થાપિત કરી નિર્ભયતાથી અને નિશ્ચિંતતાથી ઉપસર્ગો અને પરિષહોને જીતવા માટે કટિબદ્ધ થવાનો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે ઉપદેશને અનુસરવાથી તત્ત્વાર્થરાજવાર્તિકમાં જણાવેલ મોક્ષ નજીક આવે. ત્યાં અકલંકસ્વામીએ દર્શાવેલ છે કે ‘તમામ કર્મોને પૂરેપૂરા ખંખેરી નાંખવા એટલે મોક્ષ.' (૧૦/૩)
લખી રાખો ડાયરીમાં.....
• રખડુ વાસના જગતમાં આથડે છે.
દ
ઉપાસના જગત્પતિમાં મહાલે છે.
વાસના શક્તિનાશક સક્રિયતાને સન્મુખ છે. ઉપાસના શક્તિ-શુદ્ધિદાયક અક્રિયતાને અભિમુખ છે.
♦ ઘણી ગતિ કરવા છતાં બુદ્ધિ પ્રગતિશૂન્ય છે,
ભમરડાની જેમ.
શ્રદ્ધા ઊર્ધ્વગામી પ્રગતિશીલ ગતિને આત્મસાત્ કરે છે, ધૂપસળીના ધૂમાડાની જેમ.