Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० नाशद्वयभेदद्योतनम् .
૧/૨૬ અણનઈ છઈ યદ્યપિ ખંધતા, રૂપાંતર અણુ સંબંધ રે;
સંયોગ-વિભાગાદિક થકી, તો પણિ એ ભેદ પ્રબંધ રે II/૨૬ (૧૫૯) જિન. યદ્યપિ અણનઈ અણુસંબંધઈ ખંધતા છઈ, તે રૂપાંતર પરિણામ જ છઈ, તો પણિ સંયોગ-વિભાગાદિક (થકી=) રૂપઈ દ્રવ્યવિનાશ વૈવિધ્યનું જ, એ (ભેદ પ્રબંધ) ઉપલક્ષણ જાણવું. જે માટઈ દ્રવ્યોત્પાદવિભાગઇ જ જિમ પર્યાયોત્પાદવિભાગ, તિમ દ્રવ્યનાશવિભાગઈ જ પર્યાયનાશવિભાગ હોઈ.
रूपान्तरपरिणामाऽर्थान्तरपरिणामगमनलक्षणयोः विनाशयोरैक्यमाशक्य निराकरोति - 'अणी' ત્તિા.
अणावणुगतौ स्कन्धे रूपान्यदेव यद्यपि ।
नाशस्तथापि संयोग-विभागतो द्विधा भवेत् ।।९/२६।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - यद्यपि अणौ अणुगतौ स्कन्धे रूपान्यदेव (विनाशः) तथापि संयोगविभागतः नाशः द्विधा भवेत् ।।९/२६।। श यद्यपि अणौ = परमाणौ अणुगतौ = परमाण्वन्तरसङ्क्रान्तौ सत्यां जायमाने स्कन्धे = - स्कन्धपरिणामे रूपान्यदेव = रूपान्तरपरिणामलक्षण एव विनाशो भवति तथापि संयोग-विभागतः
= आरम्भकावयवसंयोग-विभागाभ्यां नाशः = द्रव्यनाशः द्विधा एव भवेत्। एवञ्च तादृशनाशद्वैविध्यपूण स्यैव तत् सूचकं ज्ञेयम् । तथाहि - आरम्भकावयवसंयोगाद् अर्थान्तरभावगमनलक्षणो विनाशः,
आरम्भकावयवसमुदयविभागाच्च रूपान्तरपरिणामलक्षणो विनाशः स्वीकर्तव्यः, यतो यथा द्रव्योत्पादविभागादेव पर्यायोत्पादविभागो भवति तथा द्रव्यनाशविभागादेव पर्यायनाशविभागो भवति । ततश्च स्कन्धद्रव्योत्पादं विना = द्विप्रदेशिकत्वादिरूपेण नानापरमाणुद्रव्योत्पादं विना स्कन्धपर्यायोत्पादस्यैवा
અવતરણિકા :- “રૂપાન્તરપરિણામસ્વરૂપ નાશ અને અર્થાન્તરગમનસ્વરૂપ નાશ – આ બન્નેનું લક્ષણ એક જ છે' - એવી આશંકા જણાવીને તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી કરી રહ્યા છે :
| શ્લોકાર્થી :- જો કે એક અણુમાં બીજા અણુની સંક્રાન્તિ થાય તો સ્કંધમાં રૂપાન્તર જ થાય છે. તેમ છતાં પણ સંયોગથી અને વિભાગથી નાશ બે પ્રકારે થાય છે. (૯)૨૬)
અર્થાન્તરવિનાશ અને રૂપાન્તરવિનાશ વચ્ચે ભેદ . વ્યાખ્યાર્થ :- જો કે એક પરમાણુમાં બીજા પરમાણુની સંક્રાન્તિ થઈ રહેલી હોય ત્યારે સ્કંધપરિણામમાં રૂપાન્તરપરિણામ સ્વરૂપ જ વિનાશ ઉત્પન્ન થાય છે. તેમ છતાં પણ દ્રવ્યારંભક અવયવસંયોગ અને અવયવવિભાગ દ્વારા દ્રવ્યનો નાશ બે પ્રકારે જ થાય છે. ઉપરોક્ત રીતે દ્રવ્યના બે પ્રકારના નાશનું જ તે સૂચન કરે છે. તે આ રીતે - દ્રવ્યારંભક અવયવસંયોગથી અર્થાન્તરગમનરૂપ વિનાશ અને દ્રવ્યારંભક અવયવના વિભાગથી રૂપાન્તરપરિણામસ્વરૂપ વિનાશ સ્વીકારવો જરૂરી છે. આનું કારણ એ છે કે જેમ દ્રવ્યોત્પત્તિના વિભાગથી પર્યાયોત્પત્તિનો વિભાગ પડે છે, તેમ દ્રવ્યનાશના વિભાગથી જ પર્યાયનાશનો વિભાગ પડે છે. અર્થાત્ પર્યાયની ઉત્પત્તિના પ્રકાર જેમ દ્રવ્યોત્પત્તિના પ્રકારના આધારે થાય છે, તેમ પર્યાયનાશના પ્રકાર પણ દ્રવ્યનાશના પ્રકાર મુજબ નક્કી થાય છે. તેથી સ્કંધદ્રવ્યની ઉત્પત્તિ વિના