Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૦/૨
☼ द्रव्यानुयोगज्ञानुरागस्य सम्यक्त्वोपकारकत्वम्
એણી પરિ દ્રવ્ય-ગુણ-પર્યાય પરમાર્થ વિચારીનઈ, વિસ્તારરુચિ સમકિત (સૂકું) આદરો. તાદેશ ધારણાશક્તિ ન હોઇ, અનઇ એહ વિસ્તાર ભાવથી સદૃહઇ, જ્ઞાનવંતનો રાગી હોઈ, તેહનઈ પણિ યોગ્યતાઈં દ્રવ્યસમકિત હોઈ.
१३९३
સમાવર = पुरस्क्रियताम्, द्रुतं भवभ्रमणविदारकत्वात् ।। ध्रुवपदव्याख्यानम् ।।
न च ग्रन्थिभेदस्याऽतिदुष्करत्वाद् जिनोक्तक्रियायामेवाऽस्माकं भूयान् आदरः श्रेयान्, न तु सम्यग्दर्शने इति वाच्यम्, यतः तत् = सम्यक्त्वं विना जिनोक्ताऽपि क्रिया ध्यन्धता = बुद्ध्यन्धता પ્રોôા/ પ્રતે “નત્યિ રત્ત સમ્મત્તવિદૂર્વાં” (ઉત્ત.૨૮/૨૧) વૃતિ ઉત્તરાધ્યયનસૂત્રોત્તિરપિ સ્મર્તવ્યા
ग्रन्थिभेदस्याऽतिदुष्करत्वेऽपि द्रव्यानुयोगपरिशीलनादितः तत्सौकर्यसम्भवात् । पूर्वाऽपरपदार्थधारणाशक्तिवैकल्यतः द्रव्यानुयोगगोचरदृढदीर्घाऽभ्यासाऽसम्भवे तु निरुक्तत्रिलक्षणद्रव्य-गुणादिपदार्थव्यवस्था भावतः श्रद्धेया द्रव्यानुयोगज्ञानिगोचरानुरागिता च प्रशस्ताऽऽशयेन कर्त्तव्या । एवञ्च भावसम्यक्त्वयोग्यताऽऽविर्भावेण प्रधानद्रव्यसम्यक्त्वं तु स्यात् ।
વિસ્તારરુચિ સમ્યગ્દર્શનને આદરો. કેમ કે તે જ ભવપરંપરાને ઝડપથી છેદે છે. (ધ્રુવપદવ્યાખ્યા) * સમકિત વિના ચારિત્ર ન હોય
-
(૬ ૪.) ‘ગ્રંથિભેદ અત્યંત દુષ્કર હોવાથી અમને તો જિનોક્ત ક્રિયામાં જ પુષ્કળ આદર છે. સમ્યગ્દર્શનને મેળવવામાં કે ગ્રન્થિભેદ કરવામાં અમને તેટલો ઉત્સાહ જાગતો નથી’ આવા પ્રકારનો વિચાર કરવો નહિ. કારણ કે સમકિત વિના તો જિનોક્ત એવી પણ ધર્મક્રિયા મતિઅંધતાસ્વરૂપ કહેવાયેલ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે કે ‘સમ્યક્ત્વ વિના ચારિત્ર હોતું નથી.' આ અહીં યાદ કરવું.
સ્પષ્ટતા :- ચારિત્ર એટલે જિનોક્ત ક્રિયાવિશેષ. ‘સમકિત વિના ચારિત્ર ન હોય' એવું કહેવાથી ‘સમકિત વિના જિનોક્ત ક્રિયા પણ આંધળી છે, મતિઅંધતાસ્વરૂપ છે’ - તેમ સૂચિત થાય છે. તેથી અપેક્ષાએ ચારિત્ર કરતાં પણ સૌપ્રથમ ગ્રંથિભેદ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ - તેવું ફલિત થાય છે. CU * દ્રવ્યાનુયોગપરિશીલન ગ્રંથિભેદજનક
(ચિ.) જો કે ગ્રન્થિભેદ અત્યન્ત દુષ્કર છે. તેમ છતાં દ્રવ્યાનુયોગના પરિશીલનથી ગ્રંથિભેદ પણ ર સુકર બને છે. દ્રવ્યાનુયોગનો ઊંડો અભ્યાસ કરવા માટે ધારણાશક્તિ / સ્મરણશક્તિ તીવ્ર જોઈએ. તેવી તીવ્ર ધારણાશક્તિ ન હોય તો તેવા જીવો દ્રવ્યાનુયોગનો દૃઢ અભ્યાસ દીર્ઘ કાળ સુધી કરી શકતા નથી. તેમ છતાં પરુસ્મૃતિશક્તિશૂન્ય તેવા જીવોએ પૂર્વોક્ત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક ત્રિલક્ષણયુક્ત દ્રવ્ય -ગુણ-પર્યાયસ્વરૂપ પદાર્થની જિનોક્ત વ્યવસ્થાનું ભાવથી શ્રદ્ધાન કરવું જોઈએ. તેમજ દ્રવ્યાનુયોગના જ્ઞાતા એવા જ્ઞાની મહાપુરુષ પ્રત્યે ગુણાનુરાગ-આદરભાવ-બહુમાનભાવ પ્રશસ્ત આશયથી કેળવવો જોઈએ. આમ કરવાથી ભાવસમ્યક્ત્વની યોગ્યતા પ્રગટ થાય છે. તેના લીધે દ્રવ્યસમકિત પણ પ્રધાન બને છે. મતલબ કે તીવ્રધારણાશક્તિશૂન્ય જીવો ભાવસમકિત ન પામવા છતાં દ્રવ્યાનુયોગજ્ઞાતા પ્રત્યેના બહુમાનભાવથી ભાવસમ્યગ્દર્શનની યોગ્યતા પ્રગટ કરવાથી પ્રધાન દ્રવ્યસમિતના તો ધારક બની શકે છે.
♦ પુસ્તકોમાં ‘વિચારે' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 1. નતિ પારિત્ર સમ્યવત્ત્વવિદ્દીનમ્।