Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨૭
☼ सङ्ग्रहसम्मतध्रौव्यप्रतिपादनम्
બીજો સંગ્રહનયનઈ સંમત તે ત્રિકાલ વ્યાપક જાણવો.
वस्तुतः उत्पाद-व्ययप्राधान्यप्रेक्षिणा ऋजुसूत्रेण गौणतया ध्रौव्यग्रहणादत्र ध्रौव्यस्य स्थूलत्वं बोध्यम्। ततश्चाऽत्र ध्रौव्यस्य क्षणिकत्वेऽपि न स्थूलत्वक्षतिः । एतेन ऋजुसूत्रसम्मतं ध्रौव्यं क्षणिकं प चेत्, स्थूलं कथम् ? स्थूलं चेत्, क्षणिकं कथम् ? इत्यपि निराकृतम्, क्षणिकत्वेऽपि गौणविषयतया रा ध्रौव्यस्य सूक्ष्मर्जुसूत्रदृष्ट्या स्थूलत्वादित्यवधेयम् ।
द्वितीयं सूक्ष्मं ध्रौव्यं तु सर्वपदार्थेषु सङ्ग्रहात्
सङ्ग्रहनयाभिप्रायतः त्रिकाला
कालत्रयव्यापि स्यात् ।
न च घटादेः नाशस्य प्रत्यक्षसिद्धत्वात् कथं तत्र त्रिकालव्यापकं स्थैर्यं स्यादिति शङ्कनीयम्, प्रातिस्विकरूपेण घटादिपर्यायनाशेऽपि सत्त्व - पुद्गलत्व- मृत्त्वादिसामान्यरूपेण स्वाश्रयमृदादिद्रव्याऽनुगमरूपस्य तद्ध्रौव्यस्याऽप्रत्याख्येयत्वात् ।
एतेन 'घटीयं श्यामरूपं नष्टं रक्तरूपञ्चोत्पन्नमिति प्रतीतेः घटीयरूपस्य ध्रौव्यमसम्भवति → ધ્રૌવ્યની સ્થૂલતાની વિચારણા રે
(વસ્તુ.) વાસ્તવમાં તો ઋજુસૂત્રનય મુખ્યતયા ઉત્પાદ-વ્યયને સ્વવિષય તરીકે ગ્રહણ કરે છે. તથા ધ્રૌવ્યને ગૌણરૂપે ગ્રહણ કરે છે. ગૌવિષય બનવાથી તે ધ્રૌવ્યને સ્થૂલરૂપે અહીં જણાવેલ છે. તેથી ઋજુસૂત્રદર્શિત ધ્રૌવ્ય ક્ષણિક હોવા છતાં તેમાં સ્થૂલતા ભાંગી નહિ પડે. તેથી ઋજુસૂત્રસંમત ધ્રૌવ્ય ક્ષણિક હોય તો સ્થૂલ કઈ રીતે સંભવે ? તથા તે સ્થૂલ હોય તો ક્ષણિક કઈ રીતે સંભવે ?’ આ સમસ્યાનું પણ નિરાકરણ થઈ જાય છે. સૂક્ષ્મઋજુસૂત્રસંમત ધ્રૌવ્ય ક્ષણિક હોવા છતાં ગૌણવિષય હોવાથી સૂક્ષ્મ ઋજુસૂત્રની દૃષ્ટિએ તે ધ્રૌવ્ય સ્થૂલ છે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી.
સૂક્ષ્મ ધ્રૌવ્યનું નિરૂપણ
(દ્વિતીય.) સૂક્ષ્મ ધ્રૌવ્ય તો સંગ્રહ નયના અભિપ્રાયથી ત્રિકાલવ્યાપી છે. આવું ધ્રૌવ્ય જગતના સર્વ પદાર્થમાં સંગ્રહનયની દૃષ્ટિએ રહેલું છે.
શંકા :- (ન ય.) ઘટ, પટ વગેરે પદાર્થનો નાશ તો પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ જ છે. તેથી ઘટ, પટ વગેરેમાં ત્રિકાલવ્યાપી ધ્રૌવ્ય થૈર્ય કેવી રીતે હોઈ શકે ?
=
१३७१
=
=
=
→ સૂક્ષ્મ ધ્રૌવ્ય સર્વપદાર્થવ્યાપી >
સમાધાન :- (પ્રાતિ.) પ્રાતિસ્વિકરૂપે = વ્યક્તિગતસ્વરૂપે = વિશેષસ્વરૂપે ઘટ, પટ વગેરે પર્યાયનો નાશ થાય છે. છતાં પણ ઘટ, પટ વગેરે પર્યાયના આધારભૂત માટી, તંતુ, પુદ્ગલ વગેરે દ્રવ્યના અનુગમસ્વરૂપ = હાજરીસ્વરૂપ એવું ઘટાદ પર્યાયનું ધ્રૌવ્ય સત્ત્વ-પુદ્ગલત્વ-મૃત્ત્વાદિસ્વરૂપે = સામાન્યરૂપે નિરાબાધ રહે છે. સામાન્યસ્વરૂપે - સત્ સ્વરૂપે કોઈ પણ પદાર્થનું ત્રિકાલવ્યાપી ધ્રૌવ્ય અબાધિત હોવાથી સંગ્રહનયસંમત સૂક્ષ્મ ધ્રૌવ્ય સર્વપદાર્થમાં વ્યાપીને રહેલ છે. તે વાત સત્ય સાબિત થાય છે.
શંકા :- (તેન.) સર્વ લોકોને અબાધિતપણે એવી પ્રતીતિ થાય છે કે ‘ઘટનું શ્યામ રૂપ નાશ પામ્યું તથા લાલ રૂપ ઉત્પન્ન થયું' તેથી સંગ્રહનયની દૃષ્ટિએ ઘટાદિ પદાર્થ ભલે ધ્રુવ સ્થિર હોય
21
હ
g