Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/१६ • साकारज्ञानं जैनसम्मतम् ०
१२८३ ર ૨ નાકાર તત્ (= જ્ઞાનમ્), પવાર્થાન્તરવત્ વિક્ષતાવાર્થી પરિચ્છેદ્રપ્રસા ” (સ્થા.તૂ.૩/9/ | १२७ वृ.पृ.१७५) इति स्थानाङ्गसूत्रवृत्ती श्रीअभयदेवसूरयः ।
“ज्ञेयाकारं विज्ञानमिष्यते एव, अन्यथा नीलज्ञानादपि पीतादिसमस्तवस्तुपरिच्छेदप्रसङ्गात्, नीलस्यापि । वाऽपरिच्छेदापत्तेः, निराकारत्वाऽविशेषाद्” (वि.आ.भा.३१७४ पृ.) इति विशेषावश्यकभाष्यवृत्तौ श्रीहेमचन्द्रसूरयः । म
साकारमतिज्ञाननिरूपणाऽवसरे पूर्वमपि तत्रैव तैः “मतिः तावत् ज्ञेयाकारग्रहणपरिणामपरिणतत्वाद् र्श आकारवती। तदनाकारवत्त्वे तु 'नीलस्येदं संवेदनं न पीतादेः' इति नैयत्यं न स्यात्, नियामकाऽभावात् । ... नीलाद्याकारो हि नियामकः। यदा च स नेष्यते तदा 'नीलग्राहिणी इयं मतिः, न पीतग्राहिणीति कथं व्यवस्थाप्यते ? विशेषाभावात् । तस्माद् आकारवत्येव मतिः अभ्युपगन्तव्या” (वि.आ.भा.गा.६४ वृ.) इत्युक्तं ण विस्तरेण । आकारलक्षणं तु प्रज्ञापनावृत्तौ उपयोगपदविवरणे श्रीमलयगिरिसूरिभिः “आकारः = प्रतिनियतः का
એ જ્ઞાન અનાકાર નથી : શ્રીઅભયદેવસૂરિજી ) (“ર ઘ.) સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ આ અંગે સ્પષ્ટપણે જણાવેલ છે કે “જ્ઞાન અનાકાર નથી. બાકી તો ઘટજ્ઞાનથી જેમ પટનો નિર્ણય થતો નથી, તેમ ઘટનો પણ નિર્ણય નહિ થઈ શકે. કારણ કે ઘટજ્ઞાન જો નિરાકાર હોય તો પટની જેમ ઘટની પણ કોઈ જ અસર તેમાં હોય નહીં. તેથી તે વસ્ત્રની જેમ ઘડાનો પણ નિશ્ચય કરાવી ન શકે.”
aો. જ્ઞાન સાકાર છે : શ્રી હેમચન્દ્રસૂરિજી . (“સેવા.) જૈનમતે જ્ઞાન નિરાકાર નથી. કારણ કે “જ્ઞાનમાં જોયાકાર જૈનોને માન્ય જ છે. જો જ્ઞાનમાં જોયાકાર ન માનવામાં આવે તો નીલજ્ઞાનથી પણ પીત-શ્વેત વગેરે સમસ્ત વસ્તુનો નિશ્ચય થવાની આપત્તિ આવશે. કારણ કે તે જ્ઞાન તો વિષયાકારશૂન્ય જ છે. “નિરાકાર નીલજ્ઞાન નીલનો જ બોધ કરાવે અને પીતાદિનો બોધ ન કરાવે તેવું માનવામાં કોઈ નિયામક તત્ત્વ નિરાકારજ્ઞાનવાદીના પક્ષમાં નથી. અથવા જ્ઞાનને નિરાકાર માનવામાં બીજો દોષ એ આવશે કે નીલજ્ઞાન જેમ પીતાદિનો નિશ્ચય કરાવતું નથી તેમ નીલનો પણ નિશ્ચય નહિ કરાવી શકે. કારણ કે તે જ્ઞાન નિરાકાર હોવાથી પીતાદિઆકારથી જેમ શૂન્ય છે તેમ નીલાકારથી પણ શૂન્ય જ છે” – આમ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં શ્રી હેમચંદ્રસૂરિજી જણાવે છે. | (સર) સાકારમતિજ્ઞાનનું નિરૂપણ કરવાના અવસરે શ્રી હેમચંદ્રસૂરિજીએ તે જ વ્યાખ્યાગ્રંથમાં પૂર્વે વિસ્તારથી જણાવેલ છે કે “સૌ પ્રથમ મતિજ્ઞાન શેયાકારને ગ્રહણ કરવાના પરિણામથી પરિણત થયેલ હોવાથી સાકાર જ છે. જો મતિજ્ઞાન નિરાકાર હોય તો “આ સંવેદન નીલનું છે, પીત રૂપનું નહિ - આ પ્રમાણે મતિજ્ઞાનમાં નિયતાકારતા = નિયતવિષયતા સંગત નહિ થઈ શકે. કારણ કે તેનું કોઈ નિયામક તત્ત્વ અનાકારજ્ઞાનપક્ષમાં વિદ્યમાન નથી. વાસ્તવમાં તેવી વ્યવસ્થામાં નિયામક નીલાદિ આકાર છે. પરંતુ જ્યારે જ્ઞાનમાં આકાર જ માનવામાં ન આવે તો “આ બુદ્ધિ નીલગ્રાહક છે, પીતગ્રાહક નથી' - આવી વ્યવસ્થા કઈ રીતે કરી શકાય ? કેમ કે જ્ઞાન આકારશૂન્ય હોય તો નીલજ્ઞાન કે પીતજ્ઞાન વગેરેમાં કોઈ તફાવત તો નહિ જ હોય. તો પછી નિયતવિષયવ્યવસ્થાની સંગતિ નિરાકાર- જ્ઞાનવાદી કઈ રીતે કરી શકે ? તેથી બુદ્ધિને સાકાર જ માનવી જોઈએ.” આકારનું લક્ષણ તો પન્નવણાવ્યાખ્યામાં ઉપયોગપદનું વિવરણ કરતી વખતે શ્રીમલયગિરિસૂરિજીએ આ પ્રમાણે જણાવેલ છે કે “પદાર્થનો નિયત