Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३१६
* द्विविधवैत्रसिकोत्पादप्रतिपादनम्
૬/૨૦ उक्तं च - “साहविओ वि समुदयकओ व्व एगत्तिओव्व" होज्जाहि ।” (स.त.३.३३) સમુદયજનિત વિશ્રસાઉત્પાદ, તે અચેતનસ્કંધ અભ્રાદિકનો. (વલી=) તથા સચિત્ત મિશ્ર શરીર વર્ણાદિકનો નિર્ધાર જાણવો. II૯/૨૦
न हि मूर्तावयवसंयोगकृतत्वं समुदयजनितत्वम्, किन्तु मूर्तावयवनियतत्वम् । तच्च तदवस्थाऽवयवस्याऽप्यवस्थाविशेषात् सम्भवीति (स्या.क.ल.७/१/पृ. ८) स्याद्वादकल्पलतानुसारेण अनुसन्धेयम्। तदुक्तं सम्मतितर्के अपि " साभाविओ वि समुदयकओ व्व एगत्तिओ व्व होज्जाहि” (स.त.३/३३) 14. म् इति। तद्वृत्तिलेशस्त्वेवम् “स्वाभाविकश्च द्विविध उत्पादः - एकः समुदयकृतः प्राक्प्रतिपादितावयवाऽऽरब्धो र्शु घटादिवत्। अपरश्च ऐकत्विकः अनुत्पादिताऽमूर्तिमद्द्रव्यावयवारब्ध आकाशादिवद्” (स.त.३/३३ वृ.) इति। નૂતનપર્યાયવિશિષ્ટરૂપે ઘટાદિની ઉત્પત્તિ પણ સિદ્ધ થાય છે. તથા આ ઉત્પત્તિ જીવપ્રયત્નથી અજન્ય છે અને મૂર્તદ્રવ્યાવયવોથી આરબ્ધ છે. તેથી દ્વિતીયાદિક્ષણાવચ્છેદેન અભિનવપર્યાયવિશિષ્ટરૂપે ઘટ-પટાદિ કાર્યની જે ઉત્પત્તિ થાય છે તે પણ સમુદાયકૃત વૈગ્નસિક ઉત્પત્તિસ્વરૂપ જ છે - તેવું નિશ્ચિત થાય છે. * સમુદયજનિત નૈસસિક ઉત્પત્તિનું લક્ષણ
નૂતનપર્યાયવિશિષ્ટઘટાદિ
(૬૪.) અહીં એક અન્ય બાબત પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે પ્રથમ પ્રકારની વૈગ્નસિક ઉત્પત્તિમાં રહેનાર મૂર્તદ્રવ્યઅવયવઆરબ્ધત્વરૂપ જે સમુદાયજનિતત્વ છે તે મૂર્તઅવયવસંયોગકૃતત્વ સ્વરૂપ નથી. પરંતુ તેને મૂર્રઅવયવનિયતત્વસ્વરૂપ માનવું વ્યાજબી છે. તેથી દ્વિતીયાદિક્ષણઅવચ્છેદેન ઘટાદિની પ્રથમક્ષણવિશિષ્ટઘટાદિનાશવ્યાપ્ય દ્વિતીયાદિક્ષણવિશિષ્ટ-ઘટાદિઉત્પત્તિ ઉત્પત્તિમાં પણ સમુદાયકૃત વૈગ્નસિક ઉત્પત્તિનું લક્ષણ સંગત થઈ જશે. કારણ કે દ્વિતીયાદિ ક્ષણોમાં ઘટાદિ કાર્યના અવયવો ભલે પૂર્વવત્ રહેલા હોય તો પણ તે અવસ્થામાં અભિનવપર્યાયવિશિષ્ટરૂપે ઘટ-પટ આદિ કાર્યની જે ઉત્પત્તિ થાય છે તે મૂર્તદ્રવ્ય-અવયવસંયોગકૃત ન હોવા છતાં મૂર્તદ્રવ્યઅવયવનિયત ! તો છે જ. તેથી તે સ્વાભાવિક ઉત્પત્તિમાં સમુદાયકૃતત્વ રહી જશે. આ પ્રમાણે સ્યાદ્વાદકલ્પલતા મુજબ અનુસંધાન કરવું.
प
=
* સમ્મતિકારના મત મુજબ વૈસસિક ઉત્પત્તિનો વિચાર
(તલુŕ.) સંમતિતર્કપ્રકરણમાં પણ જણાવેલ છે કે “સ્વાભાવિક = સ્વભાવજનિત = વિસ્રસાપરિણામજન્મ = વૈગ્નસિક ઉત્પત્તિ પણ બે પ્રકારે છે. સમુદયકૃત અને ઐકત્વિક.” તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજે આ ગાથાની વ્યાખ્યા વિસ્તારથી કરેલ છે. તેનો ઉપયોગી અંશ આ પ્રમાણે જાણવો. “તથા સ્વાભાવિક વૈગ્નસિક ઉત્પત્તિ પણ બે પ્રકારની છે. એક સમુદયકૃત ઉત્પત્તિ છે. જેમ પૂર્વે બતાવેલ મૂર્તદ્રવ્યના અવયવોથી ઘટ વગેરેની સમુદયકૃત પ્રાયોગિક ઉત્પત્તિ થાય છે તેમ વાદળ, વીજળી વગેરેની સમુદયકૃત વૈગ્નસિક ઉત્પત્તિ પણ મૂર્ત દ્રવ્યના અવયવોથી જ થાય છે. તેથી વાદળા આદિની ઉત્પત્તિ પણ સમુદયકૃત કહેવાય છે. બન્ને ઉત્પત્તિમાં ફરક એટલો છે કે ઘટાદિની સમુદયકૃત પ્રાયોગિક ઉત્પત્તિ પ્રત્યે જીવપ્રયત્ન કારણ બને છે જ્યારે વાદળા વગેરની સમુદયકૃત વૈજ્રસિક ઉત્પત્તિમાં જીવપ્રયત્ન કારણ ♦ પુસ્તકોમાં ‘æ’ પાઠ. કો.(૯) + સિ. + લા.(૨) નો પાઠ લીધો છે. * કો.(૯)માં ‘અચેતનસ્કંધ વિભાગઈં’ પાઠ. 1. स्वाभाविकोऽपि समुदयकृतः वा ऐकत्विको वा भवेत् ।
=