Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨ ० कार्यताव्यवस्थानिबन्धनविचार: ०
१३२५ तामनुभवतीति वलयवत् पुद्गलद्रव्यपरिणतेरादिरन्तो वा न विद्यते इति न कार्यद्रव्यं कारणेभ्यो भिन्नम् । न , च अर्थान्तरभावगमनं विनाशोऽयुक्त इति तद्रूपपरित्यागोपादानाऽऽत्मकस्थितिस्वभावस्य द्रव्यस्य त्रैकाल्यं नानुपपन्नम्।
यथा च एकसङ्ख्या-संयोग-महत्त्वाऽपरत्वादिपर्यायैः परमाणूनामुत्पत्तेः कार्यरूपाः परमाणवस्तथा बहुत्वसङ्ख्याविभागाऽल्पपरिमाण-परत्वात्मकत्वेन प्रादुर्भावात् परमाणवः कार्यद्रव्यवत् तथोत्पन्नाश्चाभ्युपगन्तव्याः, कारणान्वयव्यतिरेकानुविधानोपलम्भस्य कार्यताव्यवस्थानिबन्धनस्याऽत्राऽपि सद्भावादिति ।
अयमर्थः 'तत्तो य' इत्यादिना गाथापश्चान प्रदर्शितः। तस्माद् = एकपरिमाणाद् द्रव्याद् विभक्तः = क विभागात्मकत्वेनोत्पन्नः अणुरिति अणुर्जातो भवति, एतदवस्थायाः प्राक् तदसत्त्वात्, सत्त्वे वा इदानीमिव । प्रागपि स्थूलरूपकार्याऽभावप्रसङ्गात्, इदानी वा तद्रूपता तद्रूपाऽविशेषात् प्राक्तनावस्थायामिव स्याद्” (स.त.३ ભાવગનરૂપ વિનાશ થઈ ગયો. આ વિનાશ અપ્રામાણિક નથી તે વાત પહેલા જ યુક્તિપૂર્વક બતાવેલ છે. આ સંદર્ભમાં આવો નિષ્કર્ષ કાઢવામાં કોઈ અસંગતિ નથી કે – પૂર્વસ્વરૂપનો ત્યાગ અને નવા સ્વરૂપનો સ્વીકાર કરતા પોતાના દ્રવ્યાત્મક સ્વભાવમાં ધ્રુવ રહેનાર દ્રવ્ય નૈકાલિક જ હોય છે.
જે પરમાણુ પણ અનિત્ય છે જ (થા ઘ.) અહીં પુગલદ્રવ્યપરિણામવાદની સ્થાપના થઈ જવાથી પરમાણુ દ્રવ્ય પરમાણુના રૂપમાં નિત્ય અથવા અનાદિ નથી પરંતુ અનિત્ય અને સાદિ કાર્યરૂપ છે. આ વાત પણ સિદ્ધ થાય છે. કેવી રીતે ? તે આ પ્રમાણે - જ્યારે અનેક પરમાણુઓથી એક કાર્યદ્રવ્યનું નિર્માણ થાય છે ત્યારે તે પરમાણુઓ એત્વસંખ્યા, પરસ્પરસંયોગ, મહત્ત્વ અને અપરત્વાદિ પર્યાયોને પોતાના ગર્ભમાં રાખવાની સાથે એક સ્થૂલ કાર્યદ્રવ્યના રૂપમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે, ઠીક તેવી જ રીતે તે સ્થૂલ કાર્યદ્રવ્યનો વિનાશ થતાં બહુ–સંખ્યા, પરસ્પર વિભાગ, અલ્પ પરિમાણ અને પરત્વાદિ પર્યાયોને પોતાના ગર્ભમાં રાખતા જ તે પરમાણુઓ પણ સ્થૂલ કાર્યદ્રવ્યની જેમ જ પ્રાદુર્ભાવને પામે છે. આ રીતે પરમાણુઅવસ્થારૂપે પરમાણુ દ્રવ્યને પણ ઉત્પત્તિશીલ જ માનવું પડશે. કેમ કે અન્ય કાર્યો માટે પણ આ જ જાય છે કે કારણોના અન્વય-વ્યતિરેકને અનુસરવાથી જે ઉપલબ્ધ થાય છે તેને “કાર્ય' કહેવાય છે. અહીં પણ પરમાણુઅવસ્થાવાળા દ્રવ્યો, સ્થૂલકાર્યવિભાગાત્મક કારણના અન્વય-વ્યતિરેકને અનુસરતા જણાય છે.
ગોધ વિભાગજન્ય અણુજન્મનું સમર્થન * (૩યમર્થ.) આ જ તથ્ય મૂલગાથાના “તત્તો ’ વગેરે ઉત્તરાર્ધથી સમ્મતિકારે પ્રગટ કરેલ છે. મૂલ ગાથાના ઉત્તરાર્ધનું તાત્પર્ય એ છે કે પ્રારંભિક મહત્પરિમાણવાળા ચણક દ્રવ્યથી જ્યારે વિભાગ ઉત્પન્ન થાય છે ત્યારે વિભાગાત્મક સ્વરૂપથી વિભક્ત દ્રવ્યમાં અણુપરિમાણની ઉત્પત્તિની સાથે અણુદ્રવ્ય પણ ઉત્પન્ન થાય છે. આ રીતે અણુનો પણ ઉત્પાદ માનવાનું કારણ આ છે કે વ્યણુકાવસ્થાના કાળે આ અણુઅવસ્થા વિદ્યમાન ન હતી. જો ચણકકાળમાં પણ અણુઅવસ્થા વિદ્યમાન હોવાનો આગ્રહ રાખશો તો જેવી રીતે વર્તમાન અણુઅવસ્થાકાળમાં સ્થૂલાત્મક કાર્યદ્રવ્ય વિદ્યમાન નથી તેવી જ રીતે ત્રણકાવસ્થાકાલમાં પણ સ્થૂલ કાર્યની ગેરહાજરી હોવાનો અતિપ્રસંગ આવી પડશે. અથવા ચણકકાળમાં વિદ્યમાન અણુઅવસ્થાને જેવી રીતે સ્થૂલત્વની સાથે વિરોધ નથી તેવી રીતે અણુકાળમાં પણ વિરોધ ન હોવાથી અણુકાળમાં પણ પરમાણુ અને દ્યણુક સ્વરૂપ પુદ્ગલ દ્રવ્યમાં સ્થૂલરૂપતાની પ્રાપ્તિનો અતિપ્રસંગ આવશે.”