Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* रूपान्तरपरिणामाऽर्थान्तरभावगमनस्वरूपविनाशविद्योतनम्
समूहजनितेषु = मूर्तिमदवयवसमुदयारब्धेषु घटपटादिद्रव्येषु तु स्वाभाविकप्रायोगिकविनाशसम्बन्धिनौ उभौ अपि समुदयजनितौ विनाशौ द्विधा - समुदयविभागरूपः अर्थान्तरभावगमनलक्षणश्च । માઘઃ = समुदयविभागरूपो विनाशः स्वाभाविकः प्रायोगिक श्च अन्यरूपेण रूपान्तरपरिणामेन भवति, यथा पटादेः कार्यस्य विस्रसापरिणामतः कतिपयतन्त्वादिकारणपृथग्भवने पुरुषव्यापाराच्च कतिपयतन्त्वादिकारणपृथक्करणे । प्रकृते द्रव्यान्तरोत्पत्तिर्न विवक्षिता, तदानीमपि तत्र पटव्यवहारोपलब्धेः। कतिपयतन्त्वादिकारणविभागमात्रमत्र विवक्षितं भवतीति भावः ।
तथा समुदयजनितविनाशस्य चरमः = अर्थान्तरभावगमनलक्षणः द्वितीयप्रकारः विनाशः स्वाभाविक: प्रायोगिकश्च अर्थान्तरपर्यायगमने भिन्नद्रव्यरूपेण वस्तुन उत्पादे सति भवति, यथा का मृत्पिण्डादिजन्यस्य घटादेः विस्रसापरिणामेन पुरुषव्यापारेण वा पतनतः कपाललक्षणाऽर्थान्तरઆ સમુદયવિભાગાત્મક વિનાશનો વિચાર
(સમૂTM.) મૂર્ત અવયવોના સમૂહથી આરબ્ધ ઘટ-પટ વગેરે દ્રવ્યોના સ્વાભાવિક અને પ્રાયોગિક એવા બે નાશ થાય છે. તેના પ્રથમ પ્રકારસ્વરૂપ સ્વાભાવિક સમુદયજનિત વિનાશના પણ બે ભેદ છે - (૧) સમુદયવિભાગરૂપ સમુદયજનિત સ્વાભાવિક વિનાશ તથા (૨) અર્થાન્તરગમનસ્વરૂપ સમુદયજનિત સ્વાભાવિક વિનાશ. [પ્રાયોગિક સમુદયજનિત વિનાશના પણ બે ભેદ છે - (૧) સમુદયવિભાગાત્મક સમુદયજનિત પ્રાયોગિક વિનાશ તથા (૨) અર્થાન્તરગમનસ્વરૂપ સમુદયજનિત પ્રાયોગિક વિનાશ.] સ્વાભાવિક વિનાશનો અને પ્રાયોગિક વિનાશનો સમુદયવિભાગસ્વરૂપ જે પ્રથમ ભેદ છે તે દ્રવ્યનું અન્યરૂપે પરિણમન થવાથી ઉત્પન્ન થાય છે. જેમ કે પટ વગેરેના તંતુ વગેરે બે -ચાર અવયવ સ્વાભાવિક રીતે પટાદિથી છૂટા થવાથી જે પટનાશ થાય તેને સ્વાભાવિક સમુદયવિભાગસ્વરૂપ નાશ સમજવો. તથા માણસના પ્રયત્નથી પટના બે-ચાર તંતુઓને છૂટા પાડવાથી જે પટનાશ થાય તેને પ્રાયોગિક સમુદયવિભાગસ્વરૂપ વિનાશ જાણવો. અહીં પટનો નાશ થવાથી નૂતન દ્રવ્યની ઉત્પત્તિ * વિવક્ષિત નથી. કારણ કે તે અવસ્થામાં પણ પટ તરીકેનો વ્યવહાર ત્યાં થાય જ છે. પરંતુ વિવક્ષિત એટલું જ છે કે પટના કારણીભૂત બે-ચાર તંતુઓનો ફક્ત વિભાગ થાય છે. અવયવસમુદાયનો વિભાગ થવા માત્ર સ્વરૂપ હોવાથી આ બન્ને સમુદયવિભાગરૂપ વિનાશ કહેવાય.
આ અર્થાન્તરગમનરૂપ નાશની સમજ
મ
१३४६
=
=
૬/૨૪
(તથા.) તેમજ સમુદયજનિત વિનાશનો અર્થાન્તરભાવગમનરૂપ ચરમ = બીજો ભેદ સ્વાભાવિક અને પ્રાયોગિક વિનાશ બે સ્વરૂપે છે. તથા તે બન્ને પ્રકારના વિનાશ અર્થાન્તરપર્યાયની પ્રાપ્તિ થાય ત્યારે ઉત્પન્ન થાય છે. મતલબ કે અન્ય દ્રવ્યસ્વરૂપે વસ્તુની ઉત્પત્તિ થાય ત્યારે સ્વાભાવિક અને પ્રાયોગિક સમુદયજનિત વિનાશનો અર્થાન્તરગમનસ્વરૂપ બીજો પ્રકાર સંભવે છે. જેમ કે મૃત્પિડાદિજન્ય ઘટાદિ કાર્ય વિસ્રસાપરિણામથી પડે અને તૂટી જાય તથા કપાલરૂપે-ઠીકરાસ્વરૂપે બની જાય ત્યારે અર્થાન્તરગમનસ્વરૂપ વૈગ્નસિક સમુદયજનિત વિનાશ ઉત્પન્ન થાય છે. તથા જ્યારે કોઈ માણસ ઘડાને પછાડે અને ઘડો ફૂટી જાય તથા કપાલ-ઠીકરા ઉત્પન્ન થાય ત્યારે અર્થાન્તરગમનસ્વરૂપ પ્રાયોગિક સમુદયજનિત વિનાશ ઉત્પન્ન