Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/२५ 0 परमाणुनाशोऽर्थान्तरगमनलक्षण: ०
१३६१ અણુનઈ = પરમાણુનઈ અણુઆંતરસંક્રમઈ ઢિપ્રદેશાદિભાવ થાઈ છઇ. તિહાં પરમાણુપર્યાય મૂલગો ટલ્યો, સ્કંધપર્યાય ઊપનો. તેણઈ કરી અર્થાતરગતિરૂપ નાશનો ઠામ જાણવો. 'ઈતિ ૧૫૮ ગાથાર્થ. Il૯/૨પો
सक्षेपतस्तु श्रीशान्तिसूरिभिः उत्तराध्ययनसूत्रबृहद्वृत्तौ “घटस्य कपालाख्यपर्यायान्तरोत्पत्तिरेवाऽभावो । न पुनरुच्छेदमात्रम्, एवमालोकस्याऽप्यन्धकाराख्यपर्यायान्तरोत्पत्तिरेवाऽभावः, न तु तथाविधपरमाणुरूपतयाऽप्यभावः एव । इत्थञ्चैतत्, परिणामित्वाद् वस्तुनः” (उत्त.२८/१२ बृ.वृ.) इति यदुक्तं तदत्राऽनुसन्धेयम् ।
द्वितीयं विनाशमुदाहरणतो दर्शयति - अणौ = स्वतन्त्रे परमाणौ अन्याणुसम्बन्धे = " परमाण्वन्तरसंयोगे सति द्विप्रदेशभाव उत्पद्यते । तत्र परमाणुपर्यायः मूलतो विगतः स्कन्धपर्यायश्चाऽभिनवः उत्पन्न इति कृत्वा तत्र स्थले परमाणोः अर्थान्तरपरिणामता = समुदयजनितः य अर्थान्तरभावगमनलक्षणः द्वितीयो विनाशो भवति । अत एव पुद्गलपरमाणोः उत्कर्षतः असङ्ख्येयकालचक्रं यावत् स्थितिः भवति, न तु
-- અંધકાર દ્રવ્યાત્મક છે : શાંતિસૂરિજી (સા.) “અંધકાર કઈ રીતે દ્રવ્યાત્મક છે?' આ બાબતનું સંક્ષેપમાં નિરૂપણ તો વાદિવૈતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનસૂત્રબૃહદ્રુત્તિમાં આ પ્રમાણે કરેલ છે કે “ઘટનો નાશ કપાલ નામના નૂતન પર્યાયની ઉત્પત્તિસ્વરૂપ જ છે. ઘટના કેવલ = અત્યંત ઉચ્છેદ એ જ કાંઈ ઘટધ્વંસ નથી. તે જ રીતે પ્રકાશનો નાશ પણ અંધકાર નામના અન્ય પર્યાયની ઉત્પત્તિ સ્વરૂપ જ છે. તથાવિધ તામસપરમાણુરૂપે પ્રકાશપુંજ પરિણમી જાય છે. “તામસપરમાણુરૂપે પણ પ્રકાશનો ઉચ્છેદ થાય તે જ પ્રકાશધ્વંસ છે' - તેમ ન સમજવું. પ્રકાશનું પૌગલિક અંધકારપર્યાયરૂપે પરિણમન થાય છે તે સત્ય હકીકત છે. કારણ કે વસ્તુ પરિણામ છે. જુદાજુદા પરિણામરૂપે - પર્યાયરૂપે વસ્તુનું સર્વદા પરિણમન થાય છે. તે તે પર્યાયરૂપે વસ્તુ કાયમ હાજર જ રહે છે. વસ્તુનો સર્વથા ઉચ્છેદ થતો નથી” - શ્રી શાંતિસૂરિજી મહારાજે આ રીતે “અંધકાર દ્રવ્યાત્મક છે, પૌદ્ગલિક છે, પુદ્ગલપર્યાયાત્મક છે' - તેવું નિરૂપણ કરેલ છે.
જે અર્થાન્તરગમનાત્મક વિનાશનું ઉદાહરણ છે (દિતી.) બીજા વિનાશનું ઉદાહરણ ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા દેખાડે છે. જેમ કે એક સ્વતંત્ર પરમાણુમાં બીજા પરમાણુનો સંયોગ થાય ત્યારે દ્વિદેશપણું ઉત્પન્ન થાય છે. આવા દ્વિપ્રદેશાત્મક દ્રવ્યમાં પરમાણુપર્યાય મૂળથી રવાના થાય છે તથા નવો અંધપર્યાય ઉત્પન્ન થયેલ છે. તેથી તે સ્થળે સમુદયજન્ય અર્થાન્તરભાવગમન સ્વરૂપ બીજો વિનાશ થાય છે.
૪ અસંખ્યકાળચક્ર પછી પરમાણુનો અવશ્ય નાશ ૪ (ત) પરમાણુનો અર્થાન્તરગમનસ્વરૂપ નાશ શક્ય હોવાથી જ પુગલ પરમાણુની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્ય કાળચક્ર સુધી જ હોય છે, અનંતકાળ સુધી નહિ. આ અંગે ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરી સ્વરૂપે નીચે મુજબ જણાવેલ છે. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.