Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/૨૪
* तद्भावः परिणामः
१३५५
लक्षणयोः संयोजनया 'सत्पर्यायेण विनाश' इत्यादिलक्षणे पर्यायास्तिकनयसम्मते च परिणामे आधारतया । ध्रौव्यस्य द्रव्यलक्षणस्य संयोजनया उभयोरपि सम्यग्दृष्टित्वसिद्धेरिति” (नयो. पृ. १४४) महोपाध्यायश्रीयशोविजयाभिप्रायः नयोपदेशवृत्तौ नयामृततरङ्गिण्यभिधानायाम् |
す
“તમાવઃ = પરિણામઃ” (ત.મૂ.૯/૪૬) કૃતિ પૂર્વોત્તસ્ય (૨/૧૧) તત્ત્વાર્થસૂત્રસ્ય માથે ઉમાસ્વાતિવાદાસ્તુ “धर्मादीनां द्रव्याणां यथोक्तानाञ्च गुणानां स्वभावः = स्वतत्त्वं परिणामः” (त.सू. ५/४१ भा.) इत्याचक्षते । ३ सिद्धसेनगणिवरास्तु तत्त्वार्थसूत्रभाष्यवृत्ती " द्रव्यस्य स्वजात्यपरित्यागेन परिस्पन्देतरप्रयोगजपर्यायस्वभावः परिणामः । દ્રવ્યપરિણામમાં વિશિષ્ટરૂપે ઉત્પાદ-વ્યયસ્વરૂપે પર્યાયનું સંયોજન કરવાથી દ્રવ્યાર્થિકનયમાં સમ્યગ્દષ્ટિત્વ સિદ્ધ થશે. તથા પર્યાયાર્થિકનયસંમત સત્પર્યાયરૂપે વિનાશ અને અસત્પર્યાયરૂપે પ્રાદુર્ભાવ સ્વરૂપ (= અર્થાન્તરગમનસ્વરૂપ) પરિણામમાં પર્યાયાધારરૂપે ધ્રૌવ્યની = દ્રવ્યની સંયોજના કરવાથી પર્યાયાર્થિકનયમાં પણ સમ્યગ્દષ્ટિત્વ સિદ્ધ થશે. આમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્નેય નયમાં સમ્યગ્દષ્ટિપણું સિદ્ધ થાય છે.” આ પ્રમાણે નયોપદેશની નયામૃતતરંગિણી વ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજીનો અભિપ્રાય છે. * નય પણ સત્ય સંભવે છે.
સ્પષ્ટતા :- એક નય જ્યારે અન્ય નયના વિષયનું પોતાના વિષયમાં ગૌણરૂપે પણ સંયોજન કરવા તૈયાર થાય ત્યારે સમ્યગ્દષ્ટિ બને. દ્રવ્યાર્થિકનય દ્રવ્યને મુખ્ય બનાવી પર્યાયનો ગૌણરૂપે સ્વીકાર કરે તો તેને સત્ય જ માનવો રહ્યો. દ્રવ્યાર્થિકમાન્ય રૂપાન્તરસ્વરૂપ પરિણામ તો જ સંગત થઈ શકે કે જો પૂર્વપર્યાયરૂપે દ્રવ્યનો નાશ અને ઉત્તરપર્યાયરૂપે દ્રવ્યની ઉત્પત્તિ થાય. ઉત્પાદ અને વ્યય તો પર્યાય છે. તેથી આ પ્રમાણે વિચારણા કરીને દ્રવ્યાર્થિકનયનો ઉપયોગ અવસ્થિતદ્રવ્યના રૂપાંતરસ્વરૂપ પરિણામમાં ઉત્પાદ-વ્યયસ્વરૂપ પર્યાયનું ગૌણરૂપે સંયોજન કરે ત્યારે તેને સમ્યગ્દષ્ટિ માનવો જ રહ્યો. તે જ રીતે વિદ્યમાન પર્યાયરૂપે નાશ અને અવિદ્યમાન પર્યાયરૂપે ઉત્પત્તિ સ્વરૂપ પર્યાયાર્થિકનયને માન્ય એવા પરિણામના આધારરૂપે દ્રવ્યનો સ્વીકાર તો કરવો જ રહ્યો. નિરાધાર પરિણામ ક્યાં રહે ? તથા પરિણામના આધાર તરીકે જે દ્રવ્યનો સ્વીકાર કરવામાં આવે છે તે તો ધ્રુવ જ છે. આ પ્રમાણે વિચારણા કરીને પર્યાયાર્થિકનયનો ઉપયોગ અર્થાન્તરગમનસ્વરૂપ પરિણામના આધારસ્વરૂપે દ્રવ્યનો ધ્રૌવ્યનો ગૌણરૂપે સ્વીકાર કરે ત્યારે તેને સમ્યગ્દષ્ટ માનવો જ પડે. આમ નય સમ્યગ્દષ્ટિ = સત્ય બની શકે છે. તેથી સર્વ નયને સર્વદા મિથ્યાદષ્ટિ
ખોટા જ કહેવા તે વ્યાજબી નથી.
=
=
આ પરિણામની ઓળખાણ
(“તજ્ઞાવ.) પૂર્વોક્ત (૨/૧૧) તત્ત્વાર્થસૂત્રમાં (૫/૪૧) વાચકશિરોમણિ શ્રીઉમાસ્વાતિજી મહારાજે પરિણામની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે ‘તેનો ભાવ એટલે પરિણામ.' આની વધારે સ્પષ્ટતા કરતા સ્વોપજ્ઞ તત્ત્વાર્થભાષ્યમાં જણાવેલ છે કે “ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો તથા યથોક્ત = પૂર્વોક્ત ગુણોનો ભાવ = સ્વભાવ = સ્વતત્ત્વ = સ્વરૂપ એટલે પરિણામ.” તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવર તો પરિણામની વ્યાખ્યા કરતાં એમ કહે છે કે “પોતાની જાતિનો = મૂળભૂત સ્થાયી સ્વભાવનો પરિત્યાગ કર્યા વિના જ દ્રવ્યનો પરિસ્પન્નભિન્ન (=હલન-ચલનાદિપ્રવૃત્તિથી ભિન્ન) પ્રયોગથી આત્મવ્યાપારથી ઉત્પન્ન થયેલ પર્યાયસ્વભાવ એટલે પરિણામ. જેમ કે વનસ્પતિના મૂળ, કાંડ, છાલ, પાંદડા, થડ,
=