Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૪ • साङ्ख्यकारिकायुक्तिदीपिकासंवादः ।
१३५७ (यो.सू.३/१३) इत्युक्तं तदपि अत्र द्रव्यार्थिकनयाभिप्रायेणाऽनुसन्धेयम्, पातञ्जलदर्शनस्य द्रव्यार्थिक-प नयप्रसूतत्वात्।
तदुक्तं साङ्ख्यकारिकायुक्तिदीपिकावृत्तौ अपि “परिणामो हि नाम अवस्थितस्य द्रव्यस्य धर्मान्तरनिवृत्तिः धर्मान्तरप्रवृत्तिश्च” (सा.का.यु.दी.९) इति। तत्रैवाऽग्रे यद् “यदा शक्त्यन्तरानुग्रहात् पूर्वधर्मान् तिरोभाव्य । स्वरूपाद् अप्रच्यूतो धर्मी धर्मान्तरेणाऽऽविर्भवति तदवस्थानमस्माकं परिणाम इत्युच्यते” (सा.का.यु.दी.१६) इत्युक्तं तदप्यत्र द्रव्यार्थिकनयमतानुसारेण योज्यम्, साङ्ख्यदर्शनस्यापि द्रव्यार्थिकनयप्रसूतत्वादिति હિન્દુ
प्रकृते आध्यात्मिकोपनयस्त्व म् – अमूर्तात्मप्रदेशारब्धम् अनादिसिद्धम् अवस्थितम् अस्मदीयम् का રહે અને તેનો પૂર્વકાલીન ગુણધર્મ રવાના થતાં નવા ગુણધર્મની ઉત્પત્તિ તે પરિણામ.” પતંજલિ ઋષિએ આ મુજબ જે જણાવેલ છે તેનું પણ અહીં દ્રવ્યાર્થિકનયના અભિપ્રાય અનુસાર અનુસંધાન કરવું. કારણ કે પાતંજલદર્શન દ્રવ્યાર્થિકનયના આલંબનથી ઊભું થયેલ છે.
શું પરિણામ : સાંખ્યની નજરે (.) ઈશ્વરકૃષ્ણજી દ્વારા રચિત સાંખ્યકારિકા ગ્રન્થની ઉપર અનેક વ્યાખ્યાઓ રચાયેલ છે. તેમાંથી યુક્તિદીપિકા નામની વ્યાખ્યામાં પણ જણાવેલ છે કે ‘દ્રવ્ય અવસ્થિત = ધ્રુવ હોય છે. તે દ્રવ્યના પૂર્વકાલીન ગુણધર્મની નિવૃત્તિ અને નવા ગુણધર્મની ઉત્પત્તિ = પ્રવૃત્તિ એટલે પરિણામ.' તથા તે જ યુક્તિદીપિકા વ્યાખ્યામાં આગળ જણાવેલ છે કે “અન્ય શક્તિના અનુગ્રહથી = પ્રભાવથી પૂર્વકાલીન ગુણધર્મોનો તિરોભાવ = વિલય કરીને પોતાના સ્વરૂપથી શ્રુત = ભ્રષ્ટ થયા વિના જ ધર્મી = દ્રવ્ય જ્યારે બીજા ગુણધર્મસ્વરૂપે પ્રગટ થાય તે અવસ્થા અમારા (= સાંખ્યોના) મત મુજબ પરિણામ કહેવાય છે.” સાંખ્ય વિદ્વાનોની આ વાત પણ અહીં દ્રવ્યાર્થિકનયના મત મુજબ જૈનદર્શનમાં જોડવી. કારણ કે સાંખ્યદર્શન પણ દ્રવ્યાર્થિકનયના અવલંબનથી ઉત્પન્ન થયેલ છે. અહીં જે કહેવાયેલ છે, તે માત્ર દિશાસૂચન છે. તે મુજબ વાચકવર્ગે આગળ વિચારવું.
* આવિર્ભાવ-તિરોભાવની વિચારણા જ સ્પષ્ટતા :- પાતંજલદર્શનનો અને સાંખ્યદર્શનનો જન્મ દ્રવ્યાર્થિકનયના અવલંબનથી થયેલ છે. તેમના મતે દ્રવ્ય ધ્રુવ છે, અવસ્થિત છે. પર્યાયો-પરિણામો-ગુણધર્મો પરિવર્તન પામ્યા કરે છે, બદલાયા રાખે છે. તેથી દ્રવ્યાર્થિકમાન્ય પરિણામલક્ષણ પાતંજલ-સાંખ્ય વિદ્વાનોને સંમત છે. ગુણધર્મનો ઉત્પાદ -વ્યય માનવાના બદલે આવિર્ભાવ-તિરોભાવ તેઓ માને છે. શક્તિરૂપે વિદ્યમાન ગુણધર્મની અભિવ્યક્તિ એટલે આવિર્ભાવ. તથા પ્રગટ થયેલ ગુણોનો લય-વિલય એટલે તિરોભાવ.
મૂક મુક્તાત્મવરૂપે આત્માને પરિણમાવીએ ફ આધ્યાત્મિક ઉપનય :- અમૂર્ત આત્મપ્રદેશોથી આરબ્ધ અનાદિસિદ્ધ અવસ્થિત આત્મદ્રવ્ય સંસારીરૂપે પ્રથમ પ્રકારે નાશ પામી વહેલી તકે મુક્તાત્મસ્વરૂપે પરિણમે તે જ આપણું કર્તવ્ય છે અને તે જ આપણી સાધનાની સમ્યફ ફલશ્રુતિ છે. “દેવ-દાનવ-માનવ આદિ સ્વરૂપે, સંસારી સ્વરૂપે આપણો નાશ