Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३४८ ० विनाशगोचरः सम्मतिव्याख्याकारविचार: ।
९/२४ प धारत्वं तदनाधारत्वस्वभाव-प्राक्तनावस्थाध्वंसमन्तरेण सम्भवति ।
तत्र समुदयजनिते यो विनाशः स उभयत्रापि द्विविधः - एकः समुदयविभागमात्रप्रकारो विनाशः यथा पटादेः कार्यस्य तत्कारणपृथक्करणे तन्तुविभागमात्रम्, द्वितीयप्रकारस्त्वर्थान्तरभावगमनं विनाशः यथा मृत्पिण्डस्य म घटार्थान्तरभावनोत्पादो विनाशः।
न चार्थान्तररूपविनाशविनाशे मृत्पिण्डप्रादुर्भावप्रसक्तिरिति वक्तव्यम्, पूर्वोत्तरकालावस्थयोरसङ्कीर्णत्वात्, (=જનકતા) ઉત્પન્ન થાય છે, તે એમ ને એમ નથી થતી. પણ આકાશાદિમાં પૂર્વકાલીન અનાધારતા(=અજનકતા)સ્વરૂપ અવસ્થાનો વિનાશ થયે છતે આધારતા(=જનતા)પર્યાય ઉત્પન્ન થાય છે.
# સ્વાભાવિક વિનાશ દ્વિવિધ છે (તત્ર.) વિનાશના જે બે પ્રકાર છે તેમાંથી જે પહેલો પ્રયોગજનિત પ્રકાર છે તેનો પ્રયોગજન્ય ઉત્પાદની જેમ એક જ ભેદ છે - સમુદાયજનિત. સ્વાભાવિક વિનાશના સ્વાભાવિક ઉત્પાદની જેમ બે ભેદ છે - (૧) સમુદાયજનિત અને (૨) ઐકત્વિક. પ્રયોગજન્ય અને સ્વાભાવિક બન્ને પ્રકારના સમુદાયજનિત વિનાશના બે ભેદ છે - સમુદાયવિભાજનકૃત અને અર્થાન્તરગમનરૂપ. (૧) પ્રથમ છે (a) સમુદાયાન્તર્ગત અવયવોનું વિભાજન થવું. જેમ કે એક વસ્ત્રરૂપ કાર્યના અનેક ખંડ કરવામાં આવે અથવા તેના કારણભૂત દરેક તાંતણા અલગ કરવામાં આવે તો વસ્ત્રનો વિનાશ થઈ જશે. આ સમુદાયજનિત પ્રયોગજન્ય વિનાશ છે.
[(b) પ્રચંડ વાતવિસ્ફોટથી મકાનો પડી જાય તે સ્વાભાવિક સમુદાય વિભાગજન્ય = અવયવવિભાગનન્ય સમુદયકૃત વિનાશ છે. અહીં મકાન અન્યસ્વરૂપે પરિણમે છે તેની વિવક્ષા નથી કરી.] છે (૨) તથા (૩) માટીના પિંડમાંથી જ્યારે ઘટ ઉત્પન્ન થાય છે, ત્યારે માટીનું ઘટરૂપે અર્થાન્તરમાં તા પરિણત થવું તે જ મૃપિંડનો વિનાશ છે. આ પ્રયોગજનિત સમુદયકૃત અર્થાતરગમનરૂપ વિનાશ છે.
[(b) ગરમીના કારણે બરફનું પાણી રૂપે થવું. બરફનો સ્વાભાવિક અર્થાતરગમનરૂપ વિનાશ છે.
સ્વાભાવિક વિનાશનો જે એકત્વિક ભેદ છે તે ઉત્પાદની જેમ સમજી લેવો. જેમ કે – અવગાહાદિની અનાધારતાનો વિનાશ.]
જ મૃપિંડના પુનરુન્મજનની આપત્તિનો ઉદ્ધાર , (ન થા.) મૃત્પિડના અર્થાતરગમનરૂપ વિનાશના વિષયમાં જો આવી શંકા કરવામાં આવે કે – “ઘટરૂપ અર્થાતરનો (કે જે મૃત્પિડનો વિનાશ જ છે તેનો) વિનાશ થશે ત્યારે ફરીથી મૃતપિંડનો પ્રાદુર્ભાવ થશે? - તો આ વ્યાજબી નથી. કેમ કે મૃતપિંડ તો ઘટની પૂર્વકાલાવસ્થા છે અને ઘટનાશ તો ઘટની ઉત્તરકાલીનાવસ્થા છે. સ્વભાવથી આ બન્ને અવસ્થા અસંકીર્ણ છે. અસંકીર્ણનો મતલબ આ છે કે કોઈ પણ કાળે કે કોઈ પણ દેશમાં ઘટની પૂર્વાવસ્થા ઉત્તરકાલાવસ્થારૂપને ધારણ નથી કરતી અને ઉત્તરકાલાવસ્થા પૂર્વાવસ્થારૂપને ધારણ નથી કરતી. આ રીતે પૂર્વોત્તરાવસ્થાનો નિયત પૌર્વાપર્યભાવ હોય છે. જો ઘટનાશકાલે મૃત્પિડનો પ્રાદુર્ભાવ માનશો તો આ નિયત પૌર્વાપર્યભાવનો ભંગ થઈ જશે. કેમ કે પૂર્વાવસ્થા ત્યારે ઉત્તરાવસ્થાનું રૂપ ધારણ કરી લેશે. હા, આવું કહી શકાય કે ઘટકાલમાં જે મૃપિંડ-પૂર્વાવસ્થા અતીત છે તે ઘટનાશકાલમાં વધારે અતીત થવાથી અતીતતર બની જશે. પરંતુ ઉત્તરાવસ્થાના રૂપને એટલે કે વર્તમાનતાસ્વરૂપને કેવી રીતે ધારણ કરે ? અતીત ક્યારેય વર્તમાનતાના સૌભાગ્યને પ્રાપ્ત ન કરી શકે. વસ્તુદશાનો એવો સ્વભાવ
રી