Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
९/२२ • वैनसिकैकत्विकोत्पादप्रतिपादनम् ।
१३३३ અસંયુક્તાવસ્થાવિનાશપૂર્વક.
एतेन नित्ये धर्मास्तिकायादौ करणं कथं सङ्गच्छेत ? इति निरस्तम्,
यतः “विद्यमाने हि वस्तुनि पर्यायविशेषाऽऽधानद्वारेण कथञ्चित् करणक्रियाद्युपपद्यते एव” गा (वि.आ.भा.२३१४ मल.व.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्ती व्यक्तम् ।
यदपि आवश्यकनियुक्तिभाष्यवृत्तौ श्रीहरिभद्रसूरिभिः “देवदत्तादिसंयोगाद् धर्मादीनां विशिष्टपर्यायः” (आ.नि.१०१६ गाथोत्तर भा.गा.१५४ वृ.) इत्येवं सहजात् परप्रत्यययोगात् तत्तत्पर्यायभवनलक्षणं । सादिविश्रसाकरणं दर्शितं तदपि प्रकृते ऐकत्विकवैस्रसिकसमुत्पादरूपेण बोध्यम्, देवदत्तादिसंयोगेन क तत्र स्कन्धान्तरानुत्पादात्, नूतनद्रव्याऽऽरम्भकाऽवयवसंयोगं विनैव स्वगतैकत्वपरिणामप्रयुक्तत्वस्य णि तादृशोत्पादे अबाधात् । ઉત્પત્તિનો બીજો ભેદ છે.
) નિત્ય પદાર્થમાં ઉત્પાદ અંગે શંકા - શમન ) શંકા :- (.) ધર્માસ્તિકાય વગેરે તો નિત્ય જ છે. તેથી તેને ઉત્પન્ન કરવાની વાત કઈ રીતે સંગત થાય ?
શમન :- (.) ઉપર જે બાબત જણાવી તેનાથી જ તમારી શંકાનું નિરાકરણ થઈ જાય છે. કેમ કે જે વસ્તુ વિદ્યમાન હોય, તેમાં વિશિષ્ટ પ્રકારના પર્યાયોનું આધાન કરવા દ્વારા તતત્પર્યાયવિશિષ્ટસ્વરૂપે વિદ્યમાન વસ્તુને ઉત્પન્ન કરવી વગેરે બાબત સંગત થઈ શકે જ છે. આ વિગત વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં સ્પષ્ટપણે જણાવેલ છે. મતલબ કે નિત્ય વસ્તુનો ઉત્તરપર્યાયવિશિષ્ટસ્વરૂપે ઉત્પાદ અને પૂર્વપર્યાયવિશિષ્ટરૂપે નાશ શક્ય છે.
સ્પષ્ટતા - ઊર્ધ્વલોકમાં રહેલ પ્રથમ દેવલોકનો દેવ અવીને તિસ્કૃલોકમાં રહેલી વાવડીના પાણીરૂપે ઉત્પન્ન થાય તેવી ઘટનાને નજર સામે રાખીને વિચારીએ તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય સારી રીતે સમજી શકાશે. તે આ રીતે – પૂર્વે ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય તિચ્છલોકઅવચ્છેદન દેવજીવઅસંયુક્તરૂપે હતા. દેવનું નીચે ચ્યવન થતાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય તિચ્છલોકઅવચ્છેદન ! દેવજીવઅસંયુક્તત્વરૂપે નાશ પામશે તથા દેવજીવસંયુક્તત્વરૂપે ઉત્પન્ન થશે. તેમજ ધર્માસ્તિકાયત્વ આદિ સ્વરૂપે તે દ્રવ્ય ધ્રુવ રહે છે. આમ ધર્માસ્તિકાય વગેરેમાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિદ્ધ થાય છે. અહીં જે ઉત્પત્તિ બતાવેલ છે તે વૈગ્નસિક ઉત્પત્તિના ઐકત્વિક ઉત્પત્તિ સ્વરૂપ બીજા ભેદ તરીકે જાણવી.
જ સાદિગ્નિસાકરણ એકત્વિકસમુત્પાદસ્વરૂપ છે. (ય.) આવશ્યકનિર્યુક્તિભાષ્યવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ “દેવદત્ત વગેરેના સંયોગથી ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં જે વિશિષ્ટ પર્યાય થાય તે પરપ્રત્યયયોગથી તે તે પર્યાયની ઉત્પત્તિ થવા સ્વરૂપ સાદિ વિગ્નસાકરણ છે” – આવું જે જણાવેલ છે, તે પણ પ્રસ્તુતમાં ઐકત્વિક વૈગ્નસિક સમુત્પાદસ્વરૂપે સમજવું. કેમ કે સહજ-સ્વાભાવિક દેવદત્તાદિસંયોગથી ત્યાં કોઈ નવીન અંધાત્મક દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. નૂતનદ્રવ્યનો આરંભક અવયવસંયોગ ધર્માસ્તિકાય વગેરેમાં નથી. તેના વિના જ ધર્માદિદ્રવ્યગત એકત્વપરિણામથી