Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३३८ • ऐकत्विकानैकत्विकोत्पादगोचरस्याद्वादः ।
९/२३ नादिक्रियोत्पादोऽनियमाद् = अनेकान्ताद् भवेद् अवगाहक-गन्तृ-स्थातृद्रव्यसन्निधानतः अम्बर-धर्माऽधर्मेषु अवगाहन -તિ-સ્થિતિયોત્તિ-નિમિત્તાવોત્પત્તિરિત્યક્ષપ્રાય |
.....प्रयोग-विस्रसात्मकमूर्तिमद्रव्यानारब्धत्वेनाऽऽकाशादेः उत्पाद ऐकत्विकः अभिधीयते, न पुनः म निरवयवकृतत्वादैकत्विकः। अयमपि स्याद् ऐकत्विकः स्यादनैकत्विकः, न त्वैकत्विक एव ।
एवं मूर्तिमदमूर्तिमदवयवद्रव्यद्वयोत्पाद्याऽवगाह-गति-स्थितीनां यथोक्तप्रकारेण तत्रोत्पत्तेः अवगाह-गति -स्थितिस्वभावस्य च विशिष्टकार्यत्वाद् विशिष्टकारणपूर्वकत्वसिद्धेः तत्कारणे आकाशादिसंज्ञाः समयनिबन्धनाः દ સિદ્ધાર” (સ.ત.રૂ/રૂ૩) રૂઢિા
છે. પરંતુ તેના ઉત્પાદ અલગ અલગ રૂપી દ્રવ્યોના અવયવસમુદાયોના મિલનથી નથી થતા પણ અનાદિ કાળથી તેઓ પોતાના અજન્ય-અરૂપી અવયવોમાં નિત્ય અપૃથભાવસંબંધથી રહેલા છે. માટે નૂતન એવા ઘટાદિ દ્રવ્યની જેમ તેના ઉત્પાદ નથી થતા. તેઓ જાતે, એકલા જ અવગાહનશીલ ઘટ-પટાદિ દ્રવ્ય, ગતિશીલ સૂર્ય-ચંદ્રાદિ દ્રવ્ય તેમજ સ્થિતિઅભિમુખ ચક્રાદિ દ્રવ્યોની ક્રમશઃ અવગાહના, ગતિ અને સ્થિતિ પ્રત્યે નિમિત્તભૂત બને છે. તે વખતે, જે તે આકાશાદિ દ્રવ્યોની અનિમિત્તપણામાંથી નિવૃત્તિ થઈને નિમિત્તપણામાં ઉત્પત્તિ થાય છે. તેને “ઐકત્વિક' એટલે કે અવયવસમુદાયના આરંભક સંયોગ વગર જ સ્વગત એકત્વપ્રયુક્ત ઉત્પાદ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અન્ય દ્રવ્યોના અવગાહનાદિ કાર્યોમાં જે આકાશાદિનું નિમિત્તપણું છે, તે આકાશાદિની જ પ્રધાનતા રાખે છે, બીજા કારકોની નહીં. માટે “ઐકત્વિક' ઉત્પાદ કહેવાય છે. તથા તેઓમાં જે નિમિત્તપણાનો આવિર્ભાવ થાય છે, તેમાં આકાશાદિથી. અન્ય અવગાહક દ્રવ્ય, ગતિકારક દ્રવ્ય અને રુદ્ધગતિક = સ્થિર દ્રવ્ય પણ નિમિત્ત બને છે. માટે આ ઐકત્વિક ઉત્પાદ, વગર કોઈ નિયમ એટલે કે કથંચિત્ પરપ્રત્યયિક (= પરનિમિત્તક) પણ કહેવાય છે.
# આકાશાદિની ઉત્પત્તિ કથંચિત એકત્વિક જ (...યો.) ...મુખ્ય વાત એ છે કે આકાશાદિ નિરવયવ = સ્વયંરચિત હોવાથી કાંઈ આકાશાદિનો ઉત્પાદ “ઐકત્વિક' નથી કહેવાતો. પરંતુ પ્રયોગજન્ય કે વિગ્નસાત્મક કોઈ રૂપી દ્રવ્યથી તેઓ આરબ્ધ સ નથી હોતા. માટે આકાશાદિના ઉત્પાદને “ઐકત્વિક' કહેવાય છે. “આ જે ઐત્વિક ઉત્પાદ છે તે
સર્વથા (એકાન્ત) “ઐકત્વિક' જ છે” – એવું નથી. પરંતુ કથંચિત ઐકવિક છે અને કથંચિત્ અનૈકત્વિક પણ છે. કેમ કે આકાશાદિ ત્રણના અવયવ એકાંતે અમૂર્ત નથી.)
» આકાશાદિની સિદ્ધિ છે (ä.) આ રીતે રૂપીદ્રવ્ય એવા પુગલો અને અરૂપી અવયવવાળા આકાશાદિ દ્રવ્ય - આ બન્નેના સંપર્કથી પુદ્ગલ દ્રવ્યમાં અવગાહના, ગતિ અને સ્થિતિ રૂપ ધર્મોની ઉપરોક્ત રીતે ઉત્પત્તિ થાય છે. ત્યારે આકાશાદિ ત્રણમાં અવકાશદાન, ગતિપોષકત્વ અને સ્થિતિકારકત્વ લક્ષણ સ્વભાવ ઉત્પન્ન થાય છે. આ ત્રણે સ્વભાવ સર્વદ્રવ્ય સાધારણ ન હોવાથી વિશિષ્ટ કાર્યરૂપ છે. જે વિશિષ્ટ કાર્યો હોય છે તેઓ વિશિષ્ટ કારણપૂર્વક જ હોવા જોઈએ. આથી અવકાશપ્રદાનરૂપ અસાધારણકાર્યના વિશિષ્ટકારણરૂપે સિદ્ધ થનાર દ્રવ્યને સિદ્ધાન્તાનુસારે “આકાશ' એવી સંજ્ઞા આપેલ છે. ગતિસહાયકત્વરૂપ વિશિષ્ટકાર્યના જનકરૂપે સિદ્ધ થનાર દ્રવ્યને “ધર્માસ્તિકાય એવી સંજ્ઞા આપેલ છે અને સ્થિતિકારકત્વરૂપ વિશિષ્ટકાર્યના