Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* नानामतसत्यत्वप्रतिपादनम्
१३४१
दिगम्बरमते धर्मास्तिकायादीनां स्वप्रत्ययः परप्रत्ययश्च समुत्पादो दर्शितः । श्वेताम्बरमते च प धर्मास्तिकायादिसमुत्पादस्य स्व-परप्रत्ययिकत्वेऽपि स्वप्रत्ययिकत्वापेक्षया ऐकत्विकत्वं वैस्रसिकत्वञ्च समर्थितम्, नानाधर्माध्यासितवस्तुव्यवहारस्य तथाविधविवक्षाऽधीनत्वात्।
44
नयचक्रसारे देवचन्द्रवाचकैस्तु “ धर्मास्तिकाये यस्मिन् समये सङ्ख्येयपरमाणूनां चलनसहकारिता, અન્યसमये असङ्ख्येयानाम् एवं सङ्ख्येयत्वसहकारिताव्ययः, असङ्ख्येयाऽनन्तसहकारितोत्पादः चलनसहकारित्वेन शु ध्रुवत्वम्। एवमधर्मादिष्वपि ज्ञेयम्” (न.च.सा. पृ. १५८) इत्युक्त्या धर्मास्तिकायादिषु परप्रत्ययौ उत्पाद -व्ययौ स्वप्रत्ययञ्च ध्रौव्यमिति दर्शितमित्यत्राऽनुसन्धेयम् ।
૬/૨૨
नानामतमिदं सम्यग्, कदाग्रहं विमुच्य भगवदनुमतविविधनयानुयायित्वादित्यवधेयम् । प्रकृते नानाग्रन्थानुसारेण उत्पाद: कोष्ठकरूपेण दर्श्यते ।
પ્રતિપાદન પણ પ્રસ્તુતમાં અનુસંધાન ક૨વા યોગ્ય છે.
* દિગંબરમતમાં અને શ્વેતાંબરમતમાં તફાવતની વિચારણા
(વિ.) અકલંકાચાર્યના મત મુજબ, ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના અમુક ઉત્પાદાદિ સ્વનિમિત્તક છે અને અમુક ઉત્પાદાદિ પરનિમિત્તક છે. જ્યારે સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજના મત મુજબ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના પ્રત્યેક ઉત્પાદાદિ સ્વ-પરઉભયનિમિત્તક છે. તેમ છતાં ધર્માસ્તિકાયાદિની ઉત્પત્તિમાં રહેલ સ્વનિમિત્તકત્વને લક્ષમાં રાખીને અહીં ધર્માસ્તિકાયાદિની ઉત્પત્તિને પ્રાયોગિક કે સમુદાયજનિત વૈગ્નસિક કહેવાના બદલે ઐકત્વિક વૈસિક કહેવાયેલ છે. વસ્તુમાં રહેલા અનેક ગુણધર્મોમાંથી જે ગુણધર્મની વિવક્ષા = મુખ્યતા કરવામાં આવે ત્યારે તેના આધારે તે વસ્તુમાં તથાવિધ વ્યવહાર થાય છે.
az] ]]
(નાના.) પ્રસ્તુત બાબતમાં જુદા-જુદા સંપ્રદાયના અને વિવિધ ગચ્છના ઉપરોક્ત બધા મત સાચા છે. આનું કારણ એ છે કે વિવિધ સંપ્રદાયના વિદ્વાનોએ, કદાગ્રહને છોડીને, પ્રસ્તુતમાં જિનેશ્વર ભગવંતને માન્ય એવા જુદા-જુદા નયોને અનુસરીને ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં ઉત્પત્તિનું નિરૂપણ કરેલ છે. વસ્તુના સ્વરૂપને વિવિધ અભિપ્રાયથી દર્શાવવાની જૈનશાસ્ત્રકાર પરમર્ષિઓની પદ્ધતિ નિરાળી, ન્યારી અને નિખાલસતાથી ભરેલી છે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
(પ્રતે.) પ્રસ્તુતમાં સંમતિતર્ક, ભગવતીસૂત્ર વગેરે અનેક ગ્રંથ મુજબ, કોકરૂપે ઉત્પાદને
का
/ ધર્માદિમાં પરનિમિત્તક ઉત્પાદ-વ્યય, સ્વનિમિત્તક ધ્રૌવ્ય : શ્રીદેવચન્દ્રજી
CIL
(નય.) ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ નયચક્રસારમાં કહેલ છે કે “ધર્માસ્તિકાયમાં જે સમયે સંખ્યાત પરમાણુ પ્રત્યે (અમુકદેશઅવચ્છેદેન) ચલનસહકારિતા હતી તે પછીના સમયે અસંખ્યાત વગેરે પરમાણુને વિશે ચલનસહકારિતા આવે તો તે પરિસ્થિતિમાં સંખ્યાતપરમાણુચલનસહકારિતાનો વ્યય, અસંખ્યેય-અનંતપરમાણુગોચર ચલનસહકારિતાનો ઉત્પાદ અને ચલનસહકારિત્વરૂપે ધ્રૌવ્ય ધર્માસ્તિકાયમાં રહે છે. તે જ રીતે અધર્માસ્તિકાય વગેરેને વિશે પણ ઐલક્ષણ્યને જાણવું.” આવું કહેવા દ્વારા ધર્માસ્તિકાય વગેરેમાં પરનિમિત્તક ઉત્પાદ-વ્યય તથા સ્વનિમિત્તક ધ્રૌવ્ય જણાવેલ છે. તેનું પણ વાચકવર્ગે અહીં અનુસંધાન કરવું.